Shortest Sydney Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ સિડની ટેસ્ટ સાથે સમાપ્ત થઈ. સિડની ટેસ્ટમાં ભારતનો ૬ વિકેટે પરાજય થયો હતો, જેની સાથે ઓસ્ટ્રેલિયાએ ૧૦ વર્ષ બાદ આ ટ્રોફી પર કબજો જમાવ્યો. પરંતુ આ હારની સાથે સિડનીના મેદાન પર એક અનિચ્છનીય રેકોર્ડ પણ નોંધાયો છે.


સિડની ટેસ્ટનો પરિણામ અને WTC પર અસર


સિડનીમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમને ૬ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાંથી બહાર થઈ ગઈ હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૩-૧થી જીતીને WTC ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. હવે ઓસ્ટ્રેલિયા લોર્ડ્સમાં રમાનારી WTC ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.


બુમરાહની ઈજા અને બોલિંગનું નબળું પ્રદર્શન


ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટમાં વિજય સાથે શ્રેણીની શરૂઆત તો સારી કરી હતી, પરંતુ ત્યારપછીની મેચોમાં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. સિડની ટેસ્ટમાં ભારત પાસે વાપસી કરવાની તક હતી, પરંતુ બીજા દિવસે જસપ્રિત બુમરાહ ઈજાના કારણે મેદાન છોડી ગયો, જેના કારણે ટીમની બોલિંગ નબળી પડી અને ઓસ્ટ્રેલિયાએ મેચ જીતી લીધી.


સિડનીમાં રચાયો નવો ઇતિહાસ


સિડની ટેસ્ટ દિવસો અને બોલની દ્રષ્ટિએ ખૂબ જ ટૂંકી ટેસ્ટ મેચ સાબિત થઈ. આ ટેસ્ટ મેચમાં કુલ ૧૧૪૧ બોલ ફેંકવામાં આવ્યા હતા, જે ૧૮૯૬ પછી SCG ખાતે સૌથી ટૂંકી ટેસ્ટ બની હતી. અગાઉ, ૧૮૯૪/૯૫માં સિડનીમાં એક ટેસ્ટ મેચ રમાઈ હતી જે માત્ર ૯૧૧ બોલમાં પૂરી થઈ હતી, અને ૧૮૮૭/૮૮માં રમાયેલી ટેસ્ટ મેચમાં ૧૧૨૯ બોલ ફેંકાયા હતા. આ તમામ મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે સિડની ટેસ્ટ કેટલી ઝડપથી પૂરી થઈ ગઈ હતી. આમ, સિડની ટેસ્ટમાં ભારતીય ટીમની હારની સાથે એક નવો રેકોર્ડ પણ નોંધાયો, જે ૧૨૮ વર્ષ બાદ બન્યો છે.


હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ રમાશે. આ શાનદાર મેચ માટે બે ટીમો ક્વોલિફાય થઈ ગઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સિડની ટેસ્ટ મેચ બાદ ફાઈનલ માટેની બંને ટીમો નક્કી થઈ ગઈ છે. આ ટીમો અન્ય કોઈ નહીં પરંતુ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમો છે. આ બંને ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાશે. આ પહેલીવાર છે જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં નથી પહોંચી શકી. ઓસ્ટ્રેલિયા સામેની હાર ટીમ ઈન્ડિયાને ભારે પડી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ અંતિમ મેચ ક્યારે અને ક્યાં રમાશે.


આ પણ વાંચો....


જો યુઝવેન્દ્ર ચહલ ધનશ્રીથી છૂટાછેડા લે તો તેણે કેટલી પ્રોપર્ટી આપવી પડશે, જાણો શું છે નિયમ