IND vs AUS: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ગુરુવાર, 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા રાજકોટ પહોંચી ચૂકી છે. હોટેલમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ખેલાડીઓ પહોંચ્યા હોટલ સયાજી પહોંચ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા,યશસ્વી જયસ્વાલ, આર.અશ્વિન,સરફરાઝ ખાન,રજત પાટીદાર,કોચ રાહુલ દ્રવિડ,સુભમન ગિલ અને સાથે સાથે લોકલ બોય અક્ષર પટેલ પત્ની સાથે પહોંચ્યો હતો.
BCCIએ ગયા શનિવારે (10 ફેબ્રુઆરી) શ્રેણીની છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેમનું રમવું તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે.
તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ સિરીઝની પ્રથમ ટેસ્ટ બાદ ઈજાગ્રસ્ત થયા હતા, જેના કારણે બંને ખેલાડીઓ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા હતા. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ બાદ રાહુલે તેના ક્વાડ્રિસેપ્સમાં દુખાવાની ફરિયાદ કરી હતી. હવે બાકીની ત્રણ મેચો માટે તેની ઉપલબ્ધતા BCCIની મેડિકલ ટીમની મંજૂરી બાદ નક્કી કરવામાં આવશે. પરંતુ રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં કેએલ રાહુલ રમશે તે લગભગ નિશ્ચિત છે.
અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે કેએલ રાહુલે રવિવારે (11 ફેબ્રુઆરી) ના રોજ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ કોઈ સમસ્યા વિના સરળતાથી શોટ્સ રમી રહ્યો છે. આવી સ્થિતિમાં વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે રાહુલ રાજકોટ ટેસ્ટમાં વાપસી કરી શકે છે. જોકે, રાહુલ રમશે કે નહીં તે પ્લેઈંગ ઈલેવન નક્કી થશે ત્યારે જ નક્કી થશે.
સિરીઝ 1-1 થી બરાબર છે
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રમાયેલી બે ટેસ્ટ બાદ સિરીઝ 1-1 થી બરાબર છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્યારબાદ રાજકોટમાં રમાયેલી બીજી મેચમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો.