IND vs AUS, 2nd Test: દિલ્હી ટેસ્ટમાં ભારતની શાનદાર જીત, કાંગારુઓને 6 વિકેટથી હરાવ્યા

IND vs AUS, 2nd Test, Arun Jaitley Stadium: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી ટેસ્ટના ત્રીજા દિવસની રમત રમાઇ રહી છે, બન્ને ટીમોની પ્રથમ ઇનિંગ પુરી થઇ ચૂકી છે, અને બીજી ઇનિંગની શરૂઆત થઇ છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 19 Feb 2023 02:08 PM
ટીમ ઇન્ડિયાની સીરીઝમાં 2-0થી લીડ

બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી સીરીઝની ચાર મેચોની ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમે 2-0થી લીડ બનાવી લીધી છે. રોહિત એન્ડ કંપનીએ શરૂઆતની બન્ને ટેસ્ટ મેચોમાં નાગપુર અને દિલ્હીમાં શાનદાર જીત બાદ લીડ બનાવી લીધી છે. હવે આગામી મેચ ઇન્દોરના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, આ પછી ચોથી મેચ અમદાવાદ સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ માટે ભારતીય ટીમ માટે આ ટેસ્ટ સીરીઝ ખુબ જ મહત્વની છે. 


 


 

બીજી ઇનિંગમાં ભારતની શાનદાર બેટિંગ

દિલ્હીમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરતાં 6 વિકેટથી જીત હાંસલ કરી લીધી છે. બીજી ઇનિંગમાં કાંગારુઓ તરફથી મળેલા 115 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રોહિત એન્ડ કંપનીએ શાનદાર બેટિંગ કરીને જીત હાંસલ કરી લીધી. ભારતની વાત કરીએ તો, બીજી ઇનિંગમાં ત્રીજા દિવસની બેટિંગ દરમિયાન કુલ 26.4 ઓવરની રમત રમાઇ, જેમાં ટીમ ઇન્ડિયાએ 4 વિકેટો ગુમાવીને 118 રન કરીને મેચ જીતી લીધી હતી. આ ઇનિંગમાં સૌથી વધુ કેપ્ટન રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાએ 31-31 રનોની ઉપયોગી ઇનિંગ રમી હતી, આ પછી શિકર ભરતે 23 રન, વિરાટ કોહલીએ 20 રન અને શ્રેયસ અય્યરે 12 રન બનાવ્યા હતા. 

દિલ્હી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની 6 વિેકેટથી જીત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી લીધી છે. ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં આ સાથે જ ટીમ ઇન્ડિઆએ 2-0થી લીડ બનાવી લીધી છે, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે ત્રીજા દિવસે જ જીત હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો છે. બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની આગામી ત્રીજી ટેસ્ટ મેચ ઇન્દોરમાં રમાશે. 

ભારતનો સ્કૉર 50 રનને પાર

ટીમ ઇન્ડિયાનો સ્કૉર 50 રનને પાર થઇ ગયો છે, 12 ઓવરના અંતે ભારતનો સ્કૉર 2 વિકેટના નુકશાને 56 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર વિરાટ કોહલી 11 રન અને ચેતેશ્વર પુજારા 13 રન બનાવીને રમી રહ્યાં છે.

ભારતનો બીજો ઝટકો, કેપ્ટન આઉટ

ભારતને લંચ બાદ બીજો ઝટકો લાગ્યો છે, કેપ્ટન રોહિત શર્મા રનઆઉટ થઇને પેવેલિયન ભેગો થયો છે. રોહિત શર્માએ 20 બૉલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 31 રનની ફાસ્ટ ઇનિંગ રમી હતી, જોકે, બાદમાં પીટર હેન્સ્કૉમ્બે થ્રૉ મારતા કેપ્ટન રોહિત શર્મા રન આઉટ થયો હતો. 10 ઓવર બાદ ટીમનો સ્કૉર 2 વિકેટના નુકશાને 49 રન પર પહોંચ્યો છે. 

લંચ બ્રેક સુધી ભારતનો સ્કૉર 14/1

લંચ બ્રેક સુધી ભારતીય ટીમનો સ્કૉર 1 વિકેટના નુકશાને 14 રન સુધી પહોંચ્યો છે. ટીમ ઇન્ડિયા અત્યારે 4 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવીને 14 રન બનાવી ચૂકી છે, કેપ્ટન રોહિત શર્મા 12 રન અને ચેતેશ્વર પુજારા 1 રન બનાવીને રમતમાં છે. હજુ ભારતીય ટીમને જીત માટે 101 રનોની જરૂર છે.

ભારતને પ્રથમ ઝટકો

ભારતીય ટીમને પ્રથમ ઝટકો લાગ્યો છે, ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ 3 બૉલમાં 1 રન બનાવીને આઉટ થઇ ગયો છે, કાંગારુ બૉલર નાથન લિયૉને કેએલ રાહુલને એલેક્સ કેરીના હાથમાં ઝીલાવી દીધો છે. ટીમનો સ્કૉર અત્યારે 3 ઓવર બાદ 1 વિકેટના નુકશાને 12 રન પર પહોંચ્યો છે.

ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે આપ્યો 115 રનોનો ટાર્ગેટ

 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતને જીત માટે કાંગારુ ટીમ તરફથી 115 રનોનો નાના ટાર્ગેટ મળ્યો છે. બીજી ઇનિંગમાં કાંગારુ ટીમના બેટ્સમેનનો ફરી એકવાર ભારતીય બૉલરો સામે લાચાર જોવા મળ્યા અને માત્ર 113 રનના સ્કૉર પર ઓલઆઉટ થઇ ગયા હતા, આ દરમિયાન ભારતને બીજી દિલ્હી ટેસ્ટમાં જીતવા માટે રોહિત એન્ડ કંપનીને જીતવા માટે 115 રનોનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમે ત્રીજા દિવસો તરખાટ મચાવી બૉલિંગ કરી, ભારતીય સ્પીનરોના કેર સામે કાંગારુ બેટ્સમેને ટકી શક્યા નહીં, કાંગારુ ટીમ તરફથી સૌથી વધુ રન ટ્રેવિસ હેડ 43 અને માર્નસ લાબુશાનેએ 35 રન બનાવી શક્યા હતા, આ સિવાય કોઇપણ બેટ્મસેને ડબલ ડિજીટ સુધી પહોંચી શક્યો ન હતો.

કાંગારુ ટીમની બીજી ઇનિંગ

ઓસ્ટ્રેલિયન ટીમની બીજી ઇનિંગની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રનોનો સ્કૉર ટ્રેવિસ હેડે કર્યો હતો, ટ્રેવિસ હેડ 43 રન બનાવી શક્યો હતો, આ પછી માર્નસ લાબુશાનેએ 35 રનની ઇનિંગ રમી હતી, આ સિવાય કોઇપણ કાંગારુ બેટ્સમેન પીચ પર લાંબુ ટકી શક્યો ન હતો, અને ડબલ ડિજીટ સુધી પણ પહોંચી શક્યો ન હતો. 

રવિન્દ્ર જાડેજાનો કેર 

બીજી ઇનિંગમાં શાનદાર બૉલિંગનુ પ્રદર્શન રવિન્દ્ર જાડેજાએ કર્યુ, રવિન્દ્ર જાડેજાએ 7 વિકેટો ઝડપીને કાંગારુ ટીમે ધૂંટણીયે પાડી દીધી હતી. જાડેજાએ પોતાના 12.1 ઓવરના સ્પેલમાં 1 મેઇડન સાથે 45 રન આપ્યા હતા, અને આ દરમિયાન 7 મહત્વની વિકેટો ઝડપી હતી, જાડેજાની કાતિલ બૉલિંગ સામે કાંગારુ ટીમ પસ્ત થઇ ગઇ હતી, કાંગારુ ટીમ માત્ર 113 રનોના સ્કૉર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. 

રવિન્દ્ર જાડેજાનો કેર 

બીજી ઇનિંગમાં શાનદાર બૉલિંગનુ પ્રદર્શન રવિન્દ્ર જાડેજાએ કર્યુ, રવિન્દ્ર જાડેજાએ 7 વિકેટો ઝડપીને કાંગારુ ટીમે ધૂંટણીયે પાડી દીધી હતી. જાડેજાએ પોતાના 12.1 ઓવરના સ્પેલમાં 1 મેઇડન સાથે 45 રન આપ્યા હતા, અને આ દરમિયાન 7 મહત્વની વિકેટો ઝડપી હતી, જાડેજાની કાતિલ બૉલિંગ સામે કાંગારુ ટીમ પસ્ત થઇ ગઇ હતી, કાંગારુ ટીમ માત્ર 113 રનોના સ્કૉર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. 

અશ્વિનની પણ ધારદાર બૉલિંગ 

બીજી ઇનિંગની ત્રીજા દિવસે રવિચંદ્રન અશ્વિને પણ ધારદાર બૉલિંગ કરી, અશ્વિને પોતાના 16 ઓવરના સ્પેલમાં 3 મેડન ઓવર નાંખી અને 59 રન આપ્યા હતા, આ દરમિયાન અશ્વિને 3 મહત્વની વિકેટો ઝડપી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ દિલ્હીના અરુણ જેટલી ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે, બન્ને ટીમો પ્રથમ ઇનિંગ રમી ચૂકી છે, અને હવે કાંગારુ ટીમે ભારતીય ટીમને જીતવા માટે 115 રનોનો ટાર્ગેટ આપ્યો છે. 

રવિન્દ્ર જાડેજાની 7 વિકેટો

રવિન્દ્ર જાડેજાએ પ્રથમ ટેસ્ટની જેમ બીજી દિલ્હી ટેસ્ટમાં પણ તરખાટ મચાવીને કાંગારુઓને ધૂંટણીયે પાડી દીધા છે, ત્રીજા દિવસની રમત દરમિયાન રવિન્દ્ર જાડેજાએ 6 વિકેટો ઝડપી છે. જાડેજાએ બીજી ઇનિંગમાં બૉલિંગ દરમિયાન કુલ 12.1 ઓવર નાંખી, આ દરમિયાન તેને 42 રન આપીને 6 વિકેટો પોતાના નામે કરી લીધી હતી.

ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 100 રનને પાર

કાંગારુ ટીમે મહામુશ્કેલી બાદ 100 રનોના સ્કૉરને પાર કર્યો છે, હાલમાં 25 ઓવર બાદ કાંગારુ ટીમને સ્કૉર 7 વિકેટના નુકશાને 101 રન પર પહોંચ્યો છે. નાથન લિયૉન 6 રન અને એલેક્સ કેરી 2 રન બનાવીને રમી રહ્યાં છે.

ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં

બીજી દિલ્હી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીઓ વધી ગઇ છે, ત્રીજા દિવસની રમત દરમિયાન સ્પીનરો બેટ્સમેનો પર હાવી થઇ રહ્યાં છે. 24 ઓવર બાદ કાંગારુ ટીમનો સ્કૉર 7 વિકેટના નુકશાને 95 રન પર પહોંચ્યો છે. અત્યારે નાથન લિયૉન ક્રિઝ પર છે.

અશ્વિન-જાડેજાનો તરખાટ

100 રનની અંદર ઓસ્ટ્રેલિયાએ પોતાના ટૉપ ઓર્ડર  બેટ્સમેનોની વિકેટો ગુમાવી દીધી છે.
- ઉસ્માન ખ્વાઝા - 6 રન, રવીન્દ્ર જાડેજા
- ટ્રેવિસ હેડ - 43 રન, રવિચંદ્રન અશ્વિન
- માર્નસ લાબુશાને - 35 રન, રવીન્દ્ર જાડેજા
- સ્ટીવ સ્મિથ - 9 રન, રવિચંદ્રન અશ્વિન
- મેટ રેનેશૉ - 2 રન, રવિચંદ્રન અશ્વિન
- પીટર હેન્ડસ્કૉમ્બ - 0 રન, રવીન્દ્ર જાડેજા

ઓસ્ટ્રેલિયાનો ધબડકો

ત્રીજા દિવસની શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયન ટીમનો ધબડકો જોવા મળ્યો છે, ઓસ્ટ્રેલિયન ટીમે શરૂઆતની પાંચ ટૉપ ઓર્ડર વિકેટો માત્ર 100 રનની અંદર ગુમાવી દીધી છે. 23 ઓવરના અંતે કાંગારુ ટીમે 5 વિકેટના નુકશાને 95 રન બનાવી લીધા છે. અત્યારે પીટર હેન્ડસ્કૉમ્બ અને એલેક્સ કેરી બન્ને શૂન્ય રન બનાવીને ક્રિઝ છે.

ભારતને બીજી સફળતા, હેડ આઉટ

ત્રીજા દિવસની રમતની શરૂઆત થતાંની સાથે જ ભારતીય ટીમને મોટી સફળતા મળી છે, ટ્રેવિસ હેડને 43 રનના અંગત સ્કૉર પર રવિચંદ્રન અશ્વિને આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો છે. 13 ઓવરના અંતે ક્રિઝ પર માર્નસ લાબુશાને 16 રન અને સ્ટીવ સ્મિથ 0 રન બનાવીને રમી રહ્યાં છે.

ત્રીજા દિવસની રમત શરૂ

બીજી દિલ્હી ટેસ્ટની ત્રીજા દિવસની રમત શરૂ થઇ ચૂકી છે, ઓસ્ટ્રેલિયાએ ભારત પર અત્યારે 66 રનોની લીડ બનાવી લીધી છે, ક્રિઝ પર ટ્રેવિસ હેડ 43 રન અને માર્નસ લાબુશાને 16 રન છે.

ઓસ્ટ્રેલિયાની બીજા દિવસે 62 રનોની લીડ

બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયન ટીમે ભારત પર 62 રનોની લીડ મેળવી લીધી હતી, બીજા દિવસના અંતે કાંગારુ ટીમે 12 ઓવરની રમત રમી હતી, આ દરમિયાન 1 વિકેટ ગુમાવીને 61 રન બનાવી લીધા હતા, ટ્રેવિડ હેડ 39 રન (40) અને માર્નસ લાબુશાને 16 રન (19) બનાવીને ક્રિઝ પર છે. 

ઓસ્ટ્રેલિયાની બીજા દિવસે 62 રનોની લીડ

બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયન ટીમે ભારત પર 62 રનોની લીડ મેળવી લીધી હતી, બીજા દિવસના અંતે કાંગારુ ટીમે 12 ઓવરની રમત રમી હતી, આ દરમિયાન 1 વિકેટ ગુમાવીને 61 રન બનાવી લીધા હતા, ટ્રેવિડ હેડ 39 રન (40) અને માર્નસ લાબુશાને 16 રન (19) બનાવીને ક્રિઝ પર છે. 

બીજા દિવસની રમત પૂર્ણ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટમાં બીજા દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસના અંતે ભારત પર 62 રનોની લીડ મેળવી લીધી છે, અત્યારે કાંગારુ ટીમને સ્કૉર 12 ઓવરના અંતે 1 વિકેટના નુકશાને 61 રન બનાવી લીધા છે. ક્રિઝ પર ટ્રેવિડ હેડ 39 રન અને માર્નસ લાબુશાને 16 રન બનાવીને રમી રહ્યાં છે.

ભારતની પ્રથમ ઇનિંગ 262 રન પર સમેટાઇ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં આજે બીજા દિવસે ભારત ઓલઆઉટ થઇ ચૂક્યુ છે. ભારતની પ્રથમ ઇનિંગમાં 262 રન બનાવીને ઓલઆઉટ થયુ છે, આ સાથે ઓસ્ટ્રેલિયન ટીમને બીજી ઇનિંગમાં ભારત પર માત્ર 1 રનની નજીવી લીડ મળી છે. ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 83.3 ઓવરનો સામનો કરતાં 262 રન બનાવ્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ ઇનિંગમાં 263 રન બનાવ્યા હતા.

ભારતની પ્રથમ ઇનિંગ

ભારતીય ટીમની પ્રથમ ઇનિંગની વાત કરીએ તો, પ્રથમ ઇનિંગમા સામાન્ય રહી, બીજા દિવસે ભારતીય ટીમ એક પછી એક પછી વિકેટો ગુમાવતી રહી અને ટીમને મોટી લીડ બનાવવામાં સફળતા ના મળી, ભારત તરફથી સૌથી વધુ રન ઓલરાઉન્ડર અક્ષર પટેલ 74 રન બનાવ્યા હતા, અક્ષરે 115 બૉલમાં 3 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી જબરદસ્ત ઇનિંગ રમી હતી. ભારત તરફથી અક્ષર ઉપરાંત વિરાટ કોહલી 44 રન અને અશ્વિને 37 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી, પરંતુ ક્રિઝ પર લાંબુ ટકી શક્યા નહતી, આ પછી કેપ્ટન રોહિત શર્મા 32 અને રવીન્દ્ર જાડેજાએ 26 રનની ઇનિંગ રમી હતી

ઓસ્ટ્રેલિયા ટીમના બૉલરો લયમાં આવ્યા

ઓસ્ટ્રેલિયા ટીમના બૉલરો ફરી એકવાર લયમાં જોવા મળ્યા, પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર સ્પીનર નાથન લિયૉન ફરી લયમાં આવ્યો અને તેને 29 ઓવરમાં 5 મેડન સાથે 67 રન આપીને 5 મહત્વની વિકેટો ઝડપી હતી, જેમાં ભારતના સ્ટાર બેટ્સમેને સામેલ હતો. આ ઉપરાંત કુહેનમેન અને મર્ફી 2-2 વિકેટો લેવામાં સફળ રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી રમાઇ રહી છે, જેમાં પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે જીત હાંસલ કરીને 1-0થી લીડ બનાવી લીધી છે, આજે બન્ને ટીમો વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટક્કર થઇ રહી છે, આજે ટેસ્ટનો બીજો દિવસ છે.

બ્રેકગ્રાઉન્ડ

IND vs AUS, 2nd Test, Arun Jaitley Stadium: બીજી ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસની રમત રમાઇ રહી છે. બીજા દિવસે ઓસ્ટ્રેલિયા ટીમ બીજી ઇનિંગમાં 12 ઓવર રમીને 1 વિકેટના નુકશાને 61 રન બનાવી દીધા હતા, આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ભારત પર 62 રનની લીડ મેળવી લીધી હતી.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.