IND vs AUS 4th Test LIVE: ઉસ્માન ખ્વાજાની સદી, પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં
IND vs AUS Test LIVE: ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે અમદાવાદની ચોથી ટેસ્ટમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ભારતીય ટીમની પહેલા બૉલિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ છે.
India vs Australia 4th Test Live: પ્રથમ દિવસની રમત પૂર્ણ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ દિવસના અંતે 4 વિકેટના નુકસાન પર 255 રન બનાવ્યા છે. ઉસ્માન ખ્વાજા 104 રન અને કેમરૂન ગ્રીન 49 રને રમતમાં છે. ભારત તરફથી શમીને 2, અશ્વિન તથા જાડેજાને એક એક સફળતા મળી.
India vs Australia 4th Test Live: 84 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 224 રન છે. ઉસ્માન ખ્વાજા 96 રન અને કેમરૂન ગ્રીન 26 રને રમતમાં છે.
India vs Australia 4th Test Live: ભારતને ચોથી સફળતા મળી છે. શમીએ હેંડસકોમ્બને 17 રને બોલ્ડ કર્યો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 170 રન છે. ઉસ્માન ખ્વાજા 69 અને કેમરૂન ગ્રીન 0 રને રમતમાં છે.
India vs Australia 4th Test Live: ભારતને ત્રીજી સફળતા મળી છે. જાડેજાએ સ્મિથને 38 રને બોલ્ડ કર્યો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 152 રન છે. ઉસ્માન ખ્વાજા 67 અને હેંડસકોમ્બ 1 રને રમતમાં છે.
IND vs AUS 4th Test Live: ઓસ્ટ્રેલિયાએ ચાના વિરામ સુધી 62 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા છે. ઉસ્માન ખ્વાજા 180 બોલમાં 65 રન અને સ્ટીવ સ્મિથ 129 બોલમાં 38 રન બનાવીને અણનમ છે. ભારતીય બોલરો વિકેટની શોધમાં છે.
India vs Australia 4th Test Live: ઓસ્ટ્રેલિયાએ 61 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા છે. ઉસ્માન ખ્વાજા 64 અને સ્ટીવ સ્મિથ 37 રન સાથે રમી રહ્યા છે. ભારતીય ટીમ વિકેટની શોધમાં છે. પરંતુ તેણીને સફળતા મળી નથી.
IND vs AUS 4th Test Live: ઓસ્ટ્રેલિયાએ 58 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા છે. આ સમયે ઉસ્માન ખ્વાજા 63 રન અને સ્ટીવ સ્મિથ 35 રન બનાવીને રમી રહ્યા છે. ટીમ ઈન્ડિયા વિકેટની શોધમાં છે.
IND vs AUS 4th Test Live: ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે બીજા સત્રમાં ભારતને એક પણ વિકેટ મળી નથી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર ટી બ્રેક સમયે 2 વિકેટના નુકસાન પર 149 રન છે. ઉસ્માન ખ્વાજા 65 અને સ્ટીવ સ્મિથ 38 રને રમતમાં છે.
IND vs AUS 4th Test Live: ઓસ્ટ્રેલિયા માટે ઉસ્માન ખ્વાજાએ શાનદાર અડધી સદી ફટકારી. તે 153 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 56 રનની ઇનિંગ રમી રહ્યો છે. ખ્વાજા અને સ્ટીવ સ્મિથ વચ્ચે મજબૂત ભાગીદારી બની છે. સ્મિથ 86 બોલમાં 26 રન બનાવીને રમી રહ્યો છે.
IND vs AUS 4થી ટેસ્ટ લાઈવ: ઓસ્ટ્રેલિયાએ 44 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 108 રન બનાવ્યા છે. ખ્વાજા 48 રને અને સ્મિથ 14 રને રમી રહ્યા છે. આ બંને વચ્ચે 36 રનની ભાગીદારી થઈ છે.
IND vs AUS Live: ઓસ્ટ્રેલિયાએ 40 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 98 રન બનાવ્યા છે. ઉસ્માન ખ્વાજા 42 રને અને સ્ટીવ સ્મિથ 10 રને રમી રહ્યા છે.
IND vs AUS Live: લંચ બ્રેક પછી મેચ શરૂ થઈ છે. ઓસ્ટ્રેલિયાએ 32 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 87 રન બનાવ્યા છે.
IND vs AUS 4થી ટેસ્ટ લાઇવ: લંચ બ્રેક. ઓસ્ટ્રેલિયાએ 29 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 75 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજા 94 બોલમાં 27 રન બનાવીને રમી રહ્યો છે. બીજા છેડે સ્ટીવ સ્મિથ છે. તે 17 બોલમાં 2 રન બનાવીને અણનમ રહ્યો છે. ભારત તરફથી મોહમ્મદ શમી અને રવિચંદ્રન અશ્વિને એક-એક વિકેટ લીધી છે.
IND vs AUS 4થી ટેસ્ટ લાઈવ: ઓસ્ટ્રેલિયાએ 25 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 73 રન બનાવ્યા છે. ઉસ્માન ખ્વાજા 80 બોલમાં 26 રન અને સ્મિથ 8 બોલમાં 1 રન બનાવીને રમી રહ્યો છે. ભારત તરફથી શમી અને અશ્વિને 1-1 વિકેટ લીધી છે.
IND vs AUS 4થી ટેસ્ટ લાઈવ: ઓસ્ટ્રેલિયાએ 25 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 73 રન બનાવ્યા છે. ઉસ્માન ખ્વાજા 80 બોલમાં 26 રન અને સ્મિથ 8 બોલમાં 1 રન બનાવીને રમી રહ્યો છે. ભારત તરફથી શમી અને અશ્વિને 1-1 વિકેટ લીધી છે.
IND vs AUS 4th Test Live: ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ પડી ટ્રેવિસ હેડ 44 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો,. રવિચંદ્રન અશ્વિને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો .
IND vs AUS 4થી ટેસ્ટ લાઈવ: ઓસ્ટ્રેલિયાએ 10 ઓવરમાં 30 રન બનાવ્યા છે. આ સમયે ટ્રેવિસ હેડ 11 રન અને ઉસ્માન ખ્વાજા 8 રન સાથે રમી રહ્યા છે. મોહમ્મદ શમીએ ભારત માટે 5 ઓવર કરી છે. તેણે અત્યાર સુધી 13 રન આપ્યા છે. જ્યારે ઉમેશ યાદવે 4 ઓવરમાં 8 રન આપ્યા અને 2 મેડન ઓવર લીધી. ટીમ ઈન્ડિયા વિકેટની શોધમાં છે.
IND vs AUS 4થી ટેસ્ટ લાઈવ: ઓસ્ટ્રેલિયાએ 5 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 17 રન બનાવ્યા છે. ટ્રેવિસ હેડ હાલમાં 1 રન અને ઉસ્માન ખ્વાજા 5 રન પર રમી રહ્યા છે.
કાંગારુ ટીમનો સ્કૉર 6 ઓવરના અંતે 23 રન પર પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન ટ્રેવિસ હેડ અત્યારે 7 રન અને ઉસ્માન ખ્વાઝા 5 રન બનાવીને રમી રહ્યાં છે. દુનિયાના સૌથી મોટી ક્રિકેટ સ્ટેડિયમમાં આ ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે.
ઓસ્ટ્રેલિયન ટીમે અમદાવાદ ટેસ્ટમાં પહેલી જ ઓવરમાં આક્રમક શરૂઆત કરી છે, મોહમ્મદ શમીની અને ઇનિંગની પહેલી જ ઓવર 10 રન લઇ લીધા છે. અત્યારે ક્રિઝ પર હેડ શૂન્ય રન અને ઉસ્માન ખ્વાઝા 4 રન બનાવીને રમી રહ્યાં છે.
ચોથી ટેસ્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાઇ રહી છે, ઓસ્ટ્રેલિયન ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે, અને હાલમાં બેટિંગ શરૂ થઇ ચૂકી છે. કાંગારુ ટીમ તરફથી ઓપનિંગમાં ટ્રેવિસ હેડ અને ઉસ્માન ખ્વાઝા ક્રિઝ પર છે.
શું છે સમગ્ર કાર્યક્રમ -
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમયમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાવાની છે આ મેચના અવસરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિઝ ગુજરાતના મહેમાન બન્યા છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સ્ટેડિયમમાં પહોંચી ચૂક્યા છે, અને તેમની સાથે ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બનીઝ પણ હાજર છે.
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ, અય્યર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ.
ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), પીટર હેન્ડસ્કૉમ્બ, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, ટૉડ મર્ફી, મેથ્યૂ કૂહેનમેન, નાથન લિયૉન.
ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે અમદાવાદની ચોથી ટેસ્ટમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ભારતીય ટીમની પહેલા બૉલિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે.
ગુરુવારથી ચાલુ થઇ રહેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવદામાં રમાશે. ભારતીય ટીમને ત્રીજી ઇન્દોર ટેસ્ટમાં કાંગારુ ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ભારતીય ટીમ સીરીઝમાં પહેલાથી 2 મેચ જીતીને 2-1 લીડ બનાવી ચૂકી છે. હવે ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમ માટે જીત જરૂરી છે, તો બીજીબાજુ કાંગારુ ટીમને પણ સીરીઝમાં બરાબરી કરવા માટે જીતવુ જરૂરી છે. આવામાં બન્ને ટીમો અમદાવાદના ગ્રાઉન્ડ પર જીત માટે જોરદાર પ્રયાસ કરતી જોવા મળશે.
ભારતીય ટીમનો ફાસ્ટ બૉલર મોહમ્મદ શમી ઇન્દોર ટેસ્ટમાં ન હતો રમ્યો, પરંતુ હવે ટીમમાં ફેરફાર થઇ શકે છે, અને આગામી અમદાવાદ ટેસ્ટમાં ફાસ્ટ બૉલર શમીની વાપસી લગભગ નક્કી માનવામાં આવે છે. જો મોહમ્મદ શમીની અમદાવાદ ટેસ્ટમાં વાપસી થાય છે, તો મોહમ્મદ સિરાજને બહાર બેસવુ પડી શકે છે. ખાસ વાત છે કે ઇન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમની હાર થઇ હતી, અને હવે ટીમ પર જીતનુ દબાણ વધી ગયુ છે. આવામાં અનુભવી સ્ટાર ફાસ્ટ બૉલર શમીની ટીમમાં વાપસી થવાથી ટીમને ફાયદો મળી શકે છે.
મોહમ્મદ શમી ઉપરાંત ટીમમાં બીજો એક ફેરફાર પણ થઇ શકે છે. રિપોર્ટ છે કે, ટીમમાં વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનને મોકો આપવામાં આવી શકે છે. કિશનને ટીમમાં કેએસ ભરતની જગ્યાએ સામેલ કરવામાં આવી શકે છે. ખરેખરમાં કેએસ ભરત હજુ સુધી મળેલા મોકોને સાબિત નથી કરી શક્યો, આવામાં કૉચ અને કેપ્ટન ભરતને બાજુ પર રાખીને ઇશાન કિશનને મોકો આપવાનુ મન બનાવી શકે છે.
રાહુલ દ્રવિડે કહ્યું, 'એ સમજવું પડશે કે હવે આવી પિચો પર સારું પ્રદર્શન રમતની દિશા બદલી શકે છે. આ વાત આપણે પ્રથમ ટેસ્ટમાં રોહિતની સદીથી સમજી શકીએ છીએ. અહીં તમારે તમારા બેટ્સમેનોને સમર્થન આપવું પડશે. તેને સમજાવવું પડશે કે આ એક પડકારજનક પિચ છે અને તે બંને ટીમો માટે સમાન છે, તેને તક તરીકે સમજો અને સારું કરો. અહીં બેવડી સદી ફટકારવી જરૂરી નથી, આ સંજોગોમાં 50-60 રનની ઇનિંગ્સ પણ નિર્ણાયક બની શકે છે.
'ટેસ્ટ પિચો માટે માપદંડ અને ધોરણો બદલાયા છે'
દ્રવિડે કહ્યું, 'દરેક ટીમ પોતાના ઘરેલું મેદાન પર પરિણામ ઈચ્છે છે અથવા એમ કહેવું જોઈએ કે તેઓ ઘરઆંગણે પોતાનું પ્રદર્શન સારું રાખવા માંગે છે. જો મેચ ડ્રો થાય છે તો તમને WTCમાં 4 પોઈન્ટ મળશે અને જો તમે જીતશો તો તમને 12 પોઈન્ટ મળશે. એટલા માટે દરેક જણ ઈચ્છે છે કે ટેસ્ટમાં પરિણામ તેમની તરફેણમાં આવે. જો તમે છેલ્લા 3-4 વર્ષો પર નજર નાખો તો તમને જણાશે કે વિશ્વભરની પિચો બેટિંગ માટે પડકારરૂપ રહી છે. આવું માત્ર ભારતમાં જ નથી. આ કિસ્સામાં તમારે વાસ્તવિક પરિસ્થિતિને સમજવી પડશે કે હવે ટેસ્ટ પિચો માટેના માપદંડ અને ધોરણો શું છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વાત કરીએ તો ભારતીય ટીમ હાલમાં 2-1થી આગળ છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં મહેમાન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જો કે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે પરાજય આપ્યો હતો. આ રીતે ભારતીય ટીમ 4 ટેસ્ટ મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે. આ સાથે જ ઈશાન કિશન અમદાવાદમાં ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે. જો ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તો કેએસ ભરતને બહાર બેસવું પડી શકે છે. વાસ્તવમાં કેએસ ભરતે આ શ્રેણીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહીં.
હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉ઼ફીની સીરીઝ ચાલી રહી છે. ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમે 2-1થી લીડ બનાવી છે, પરંતુ ભારતને ચોથી અમદાવાદ ટેસ્ટમાં મોટા માર્જિનથી સારી જીતની જરૂર છે. માની શકાય છે કે, આ ટેસ્ટમાં કેટલાક રેકોર્ડ મેદાન પર બનશે જરૂર પરંતુ આ બધાની વચ્ચે અમદાવાદ ગ્રાઉન્ડનો પણ એક મોટો રેકોર્ડ બનવાની પુરેપુરી આશા છે. ખાસ વાત છે કે, ભારત-ઓસ્ટ્રેલિયા સીરીઝની ચોથી ટેસ્ટ મેચ ગુરુવારથી રમાશે. આ સાથે જ આ મેચમાં એક મોટો રેકોર્ડ બની શકે છે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs AUS Test LIVE: ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે અમદાવાદની ચોથી ટેસ્ટમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ભારતીય ટીમની પહેલા બૉલિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -