IND vs AUS U19 WC Final : ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને 79 રનથી હરાવ્યું

IND vs AUS U19 World Cup Final LIVE Score: ભારતીય ટીમને 2024 અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી પાંચ વખત અંડર-19 વર્લ્ડ કપ જીતી ચૂકી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 11 Feb 2024 09:06 PM

બ્રેકગ્રાઉન્ડ

IND vs AUS U19 Final Updates: આજે ભારતીય અંડર-19 ટીમ 2023 ODI વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. 2023ના વર્લ્ડ કપની જેમ 2024ના અંડર-19 વર્લ્ડ...More

ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને 79 રનથી હરાવ્યું

ઓસ્ટ્રેલિયાએ અંડર 19 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ કબજે કર્યું છે. તેણે ફાઇનલમાં ભારતને 79 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 84 દિવસમાં બીજી વખત ભારતને ફાઇનલમાં હરાવ્યું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 253 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 43.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમે 174 રન બનાવ્યા હતા. જેથી 79 રનથી હાર મળી હતી.