ICC World Cup 2023 Final: ICC વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદમાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટની છેલ્લી 10 મેચો જીતીને ફાઇનલમાં પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમની બેટિંગ આજે થોડી ડગમગી રહી હતી અને વિરોધી ટીમને માત્ર 241 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી. જોકે બોલરોએ આ મેચમાં આશા જીવંત રાખી છે.


વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે જંગી સ્કોર બનાવ્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી ફાઈનલ મેચમાં રોહિતને ટીમ ઈન્ડિયા પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. જોકે, રોહિત એન્ડ કંપનીએ સાધારણ પ્રદર્શન કર્યું કારણ કે ફાઇનલમાં પેટ કમિન્સની આગેવાનીવાળી ઓસ્ટ્રેલિયાની ટીમ સામે  વર્લ્ડ કપની યજમાન ટીમે માત્ર 240 રન બનાવ્યા હતા. મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે આ અંગે પ્રતિક્રિયા આપી છે.


સુનિલ ગાવસ્કરે શું કહ્યું?


લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કરે જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ઓછા સ્કોરિંગ મુકાબલામાં રોહિત એન્ડ કંપની ઓસ્ટ્રેલિયાના 'નોન-રેગ્યુલર બોલરો' પર એટેક કરવામાં નિષ્ફળ રહ્યા હતા. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા તેણે કહ્યું, “રોહિત શર્મા એક ખોટો શોટ રમ્યા બાદ આઉટ થયો, જે એક ટર્નિંગ પોઈન્ટ બન્યો. રોહિત શર્મા ખૂબ જ સારી બેટિંગ કરી રહ્યો હતો. તે પોતાની રમત આ જ રીતે રમે છે. મને લાગ્યું કે તે ઓવરમાં એક સિક્સ અને એક ફોર - 10 રન આવી ચૂક્યા છે. કદાચ તેણે તે શોટ માટે ન જવું જોઈતું હતું.


તેણે આગળ કહ્યું, હું જાણું છું કે જો તે બોલ પર સિક્સર ફટકારી હોત તો અમે બધા ઉભા થઈને તાળીઓ પાડતા હોત પરંતુ હંમેશા 5મો બોલર હોય છે જેને તેઓ નિશાન બનાવી શકે છે અને તે તબક્કે તેની કોઈ જરૂર ન હતી. ભારતીય ટીમનો સ્કોર 260 રનથી ઉપર હોવો જોઈતો હતો પરંતુ તે માત્ર 241 રન જ રહ્યો.


ઓસ્ટ્રેલિયાની જીત


 ફરી એકવાર કરોડો ભારતીય ચાહકોના સપના ચકનાચૂર થઈ ગયા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની આ જીતમાં ડાબોડી ઓપનર ટ્રેવિસ હેડે 137 રનની શાનદાર ઇનિંગ રમીને મહત્વનું યોગદાન આપ્યું હતું. આ સિવાય લાબુશેને 58 રન બનાવ્યા હતા. ટાઇટલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શરૂઆતથી જ ભારત પર પ્રભુત્વ જમાવ્યું હતું.


ઓસ્ટ્રેલિયાનું આ છઠ્ઠું ODI વર્લ્ડ કપ ટાઇટલ હતું. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 241 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં મેચ જીતી લીધી હતી. પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ સહિત ત્રણેય વિભાગોમાં શાનદાર હતું.