IND vs AUS WTC Final 2023: પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલીયાના 327 રન, સ્મિથ સદી નજીક

IND vs AUS WTC Final 2023 Day 1 LIVE: અહીં તમને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

gujarati.abplive.com Last Updated: 07 Jun 2023 10:45 PM

બ્રેકગ્રાઉન્ડ

Australia vs India, Final, ICC World Test Championship Final 2023:   વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. બંને ટીમો બપોરે 3 વાગ્યાથી લંડનના કેનિંગ્ટન ઓવલ...More

પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલીયાના 327 રન

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચના પ્રથમ દિવસની રમતના અંત સુધી 85 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 327 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે 156 બોલમાં 146 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથ 95 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ પહેલા ડેવિડ વોર્નર 43 રન અને લાબુશેન 26 રન બનાવીને આઉટ થયા હતા. ઉસ્માન ખ્વાજા શૂન્ય પર આઉટ થયો હતો. ભારત તરફથી મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી.