IND vs AUS WTC Final Day 4 Stumps: ચોથા દિવસની રમત પૂર્ણ, ભારતના 3 વિકેટે 164 રન, કોહલી-રહાણે અણનમ

IND vs AUS WTC Final 2023 Day 4 LIVE: અહીં તમને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચના ચોથા દિવસનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

gujarati.abplive.com Last Updated: 10 Jun 2023 10:44 PM

બ્રેકગ્રાઉન્ડ

Australia vs India Final, ICC World Test Championship Final 2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાઈ રહી છે. અત્યાર સુધી ત્રણ દિવસની...More

ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 164 રન બનાવ્યા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ચોથા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ભારતે બીજા દાવમાં 3 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને હવે જીતવા માટે 280 રનની જરૂર છે. ભારત તરફથી વિરાટ કોહલી 44 રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે અજિંક્ય રહાણે 20 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ પહેલા કેપ્ટન રોહિત શર્માએ 43 રનની મહત્વની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે 270 રન બનાવીને બીજો દાવ ડિકલેર કર્યો હતો.