IND vs AUS WTC Final 2023 Day 2: ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો ટેસ્ટનો બીજો દિવસ, 151 રનમાં ભારતે 5 વિકેટ ગુમાવી

ICC World Test Championship Final 2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાઈ રહી છે. આજે ફાઈનલ મેચનો બીજો દિવસ છે.

gujarati.abplive.com Last Updated: 08 Jun 2023 11:01 PM
બીજા દિવસની રમત સમાપ્ત, ભારત ઓસ્ટ્રેલિયાથી 318 રન પાછળ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ લંડનમાં રમાઈ રહી છે. મેચનો બીજો દિવસ પણ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો હતો. ભારતે પ્રથમ દાવમાં 5 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા છે. તે ઓસ્ટ્રેલિયાથી 318 રન પાછળ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાને પાંચમો ફટકો, જાડેજા આઉટ

ભારતની પાંચમી વિકેટ જાડેજાના રૂપમાં પડી હતી. તે 51 બોલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 48 રન બનાવીને આઉટ થયો હતો. જાડેજાના આઉટ થયા બાદ શ્રીકર ભરત બેટિંગ કરવા આવ્યો છે. રહાણે 27 રન બનાવીને રમી રહ્યો છે. ભારતે 35 ઓવરમાં 142 રન બનાવ્યા છે.

ભારતે 24 ઓવરમાં 98 રન બનાવ્યા

ભારતે 24 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 98 રન બનાવ્યા છે. અજિંક્ય રહાણે 31 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યો છે જ્યારે રવિન્દ્ર જાડેજા 21 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યો છે.

ટીમ ઈન્ડિયાને લાગ્યો ચોથો ઝટકો

ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી 14 રન બનાવી આઉટ થયો છે. આ પહેલા ચેતેશ્વર પૂજારા પણ 14 રન બનાવી આઉટ થયો હતો. હાલમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટના નુકસાને 72 રન બનાવી લીધા છે. રહાણે અને જાડેજા ક્રિઝ પર છે.

ભારતે 8 ઓવરમાં 35 રન બનાવ્યા

ભારતે 8 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 35 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 4 રન બનાવીને રમી રહ્યો છે. ચેતેશ્વર પૂજારા એક રન બનાવીને ક્રિઝ પર ઊભો છે.

રોહિત બાદ ગિલ પણ આઉટ



ટીમ ઈન્ડિયાની બીજી વિકેટ શુભમન ગિલના રૂપમાં પડી છે. તે 15 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો છે.  આ પહેલા રોહિત શર્મા 15 રન બનાવી આઉટ થયો હતો.






 

ઓસ્ટ્રેલીયા 469 રનમાં ઓલ આઉટ

ઓસ્ટ્રેલીયા પ્રથમ ઈનિંગમાં 469 રનમાં ઓલ આઉટ થઈ ગયું છે. ભારત તરફથી સિરાજે સૌથી વદુ 4 વિકેટ લીધી હતી. જ્યારે શમી અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ લીધી હતી. તો રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી.


 





Iઓસ્ટ્રેલીયાની આઠમી વિકેટ પડી

ઓસ્ટ્રેલિયાએ 116 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 455 રન બનાવી લીધા છે. પેટ કમિન્સ 8 રન બનાવીને રમી રહ્યો છે. નાથન લિયોન 1 રન બનાવીને રમી રહ્યો છે. ભારત તરફથી બોલિંગ કરતી વખતે જાડેજાએ 15 ઓવરમાં 55 રન આપીને એક વિકેટ લીધી હતી. જાડેજાએ કેરીની વિકેટ લીધી છે.

ઓસ્ટ્રેલિયાને 7મો ઝટકો લાગ્યો

ઓસ્ટ્રેલિયાની 7મી વિકેટ મિચેલ સ્ટાર્કના રૂપમાં પડી હતી. તેને અક્ષર પટેલે રનઆઉટ કર્યો હતો. સ્ટાર્ક 20 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ 104 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 402 રન બનાવ્યા હતા. કેરી 14 રન બનાવીને રમી રહ્યો છે. પેટ કમિન્સ હજુ સુધી ખાતું ખોલાવી શક્યો નથી.

શાર્દુલે ઓસ્ટ્રેલિયાને છઠ્ઠો ઝટકો આપ્યો

ઓસ્ટ્રેલિયાની છઠ્ઠી વિકેટ પડી છે. સ્ટીવ સ્મિથ 268 બોલમાં 121 રન બનાવીને આઉટ થયો હતો. તેને શાર્દુલ ઠાકુરે બોલ્ડ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 387 રન બનાવ્યા છે. એલેક્સ કેરી અને મિચેલ સ્ટાર્ક હવે ટીમ માટે બેટિંગ કરી રહ્યા છે.


 





હેડ બાદ ગ્રીન પણ આઉટ

હેડ બાદ ગ્રીન પણ આઉટ થયો છે. ગ્રીન 6 રન બનાવી શમીનો શિકાર બન્યો છે. હાલમાં ઓસ્ટ્રેલીયાએ 5 વિકેટના નુકસાને 375 રન બનાવી લીધા છે.

સિરાજે ભારતને અપાવી મોટી સફળતા 

મોહમ્મદ સિરાજે ભારતને મોટી સફળતા અપાવી છે. ટ્રેવિસ હેડ 163 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 174 બોલનો સામનો કર્યો અને 25 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી.

ઓસ્ટ્રેલિયાએ સ્મિથ-હેડની મદદથી 351 રન બનાવ્યા

ઓસ્ટ્રેલિયાએ 90 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 351 રન બનાવ્યા હતા. સ્મિથ 106 રન અને હેડ 158 રન બનાવીને રમી રહ્યા છે. આ બંને વચ્ચે 275 રનની ભાગીદારી થઈ છે.

બ્રેકગ્રાઉન્ડ

ICC World Test Championship Final 2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાઈ રહી છે. આજે ફાઈનલ મેચનો બીજો દિવસ છે. પ્રથમ દિવસ ઓસ્ટ્રેલિયન ટીમના નામે રહ્યો હતો. પરંતુ આજે ટીમ ઈન્ડિયા વાપસી કરવા ઈચ્છશે.


ફાઈનલ મેચનો પ્રથમ દિવસ ઓસ્ટ્રેલિયન ટીમના નામે રહ્યો હતો. પ્રથમ દિવસની રમત પૂરી થયા બાદ કાંગારૂઓનો સ્કોર ત્રણ વિકેટે 327 રન છે. સ્ટમ્પ સમયે ટ્રેવિસ હેડ 146 અને સ્ટીવ સ્મિથ 95 રને અણનમ પરત ફર્યા હતા.


જોકે, એક સમયે ભારતે ઓસ્ટ્રેલિયા સામે માત્ર 76 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ કાંગારૂઓએ જોરદાર વાપસી કરી હતી અને સમગ્ર દિવસ દરમિયાન એકપણ વિકેટ ગુમાવી ન હતી. આ દરમિયાન ટ્રેવિસ હેડે આક્રમક બેટિંગ કરી હતી અને સ્મિથે સંયમ સાથે રમતા એક છેડો જાળવી રાખ્યો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.