IND vs BAN, 1st Test Day 4 Live: ચોથા દિવસના અંતે બાંગ્લાદેશે બનાવ્યા 6 વિકેટના નુકસાન પર 272 રન, હસનની સદી

IND vs BAN, 1st Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત શરૂ થઈ ગઈ છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 17 Dec 2022 04:39 PM
IND vs BAN, 1st Test Day 4 : ચોથા દિવસની રમત પૂરી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસના અંતે બાંગ્લાદેશે 6 વિકેટના નુકસાન પર 272 રન બનાવ્યા હતા. શાકિબ અલ 40 અને મેહેદી હસન મિરાઝ 9 રને રમતમાં હતા. શાન્ટો અને ઝાકીર હસને પ્રથમ વિકેટ માટે 124 રનની પાર્ટનરશિપ કરી હતી. શાન્ટોએ 67 રન, હસને 100 રન બનાવ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે 50 રનમાં 3 તથા ઉમેશ યાદવે 27 રનમાં 1, અશ્વિને 75 રનમાં 1, કુલદીપ યાદવે 69 રનમાં 1 વિકેટ લીધી હતી.





IND vs BAN, 1st Test Day 4 Live: ઝાકીર હસન સદી ફટકારી થયો આઉટ, અશ્વિનને મળી સફળતા

IND vs BAN, 1st Test Day 4 Live: ઝાકીર હસન 100 રન બનાવી અશ્વિનની ઓવરમાં સ્લીપમાં વિરાટ કોહલીને કેચ આપી બેઠો હતો. ભારતને મેચ જીતવા 304 રનની જરૂર છે અને એક દિવસથી વધુની રમત બાકી છે.

IND vs BAN, 1st Test, Day 4: ઝાકીર હસને ફટકારી સદી

IND vs BAN, 1st Test, Day 4:  ઝાકીર હસને અક્ષર પટેલની ઓવરમાં ફોર મારીને સદી પૂરી કરી. 78 ઓવરના અંતે બાંગ્લાદેશનો સ્કોર 207 રન પર 3 વિકેટ છે. ઝાકીર હસન 100 અને મુશ્ફીકુર રહીમ 15 રને રમતમાં છે. બાંગ્લાદેશને મેચ જીતવા 306 રનની જરૂર છે.

IND vs BAN, 1st Test, Day 4: બાંગ્લાદેશ 150 રન નજીક

IND vs BAN, 1st Test, Day 4: 57 ઓવરના અંતે બાંગ્લાદેશનો  સ્કોર 2 વિકેટે 141 રન છે. શાન્ટો 66 અને  લિંટન દાસ 3 રને રમતમાં છે. યાસિર અલી 5 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં બોલ્ડ થયો હતો.

IND vs BAN, 1st Test, Day 4: કોહલીએ કેચ છોડ્યો, પંતે પકડ્યો, ભારતને મળી પ્રથમ સફળતા

IND vs BAN, 1st Test, Day 4: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ચોથા દિવસે ભારતને પ્રથમ સફળતા મળી છે. શાન્ટો 67 રન બનાવી ઉમેશ યાદવની ઓવરમાં આઉટ થયો હતો. શાન્ટોનો કેચ પ્રથમ સ્લિપમાં ઉભેલા કોહલીએ છોડ્યો હતો પરંતુ વિકેટકિપર પંતે પકડ્યો હતો. 47 ઓવરના અંતે બાંગ્લાદેશનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 126 રન છે.

IND vs BAN, 1st Test Day 4 : બાંગ્લાદેશના ઓપનર્સે લંચ સુધી ભારતીય બોલર્સને હંફાવ્યા

IND vs BAN, 1st Test Day 4 : ચોથા દિવસની રમત દરમિયાન બાંગ્લાદેશના ઓપનરોએ લંચ સુધી ભારતીય બોલર્સને હંફાવ્યા હતા અને વિકેટ આપી નહોતી. લંચ સમયે બાંગ્લાદેશનો સ્કોર વિના વિકેટે 119 રન છે.  શાન્ટો 64 અને હસન 55 રને રમતમાં છે. બાંગ્લાદેશને મેચ જીતવા 5 સેશનમાં 394 રનની જરૂર છે.

IND vs BAN, 1st Test, Day 4: હસનની ફિફ્ટી

IND vs BAN, 1st Test, Day 4: 41 ઓવરના અંતે બાંગ્લાદેશનો  સ્કોર વિના વિકેટે 117 રન છે. શાન્ટો 63 અને ઝાકીર હસન 54 રને રમતમાં છે. બાંગ્લાદેશને જીતવા 396 રનની જરૂર છે. ભારતના બોલર્સ અત્યાર સુધીમાં એક પણ વિકેટ લઈ શક્યા નથી.

IND vs BAN, 1st Test, Day 4: બાંગ્લાદેશ 100 રનને પાર

IND vs BAN, 1st Test, Day 4: 36 ઓવરના અંતે બાંગ્લાદેશનો  સ્કોર વિના વિકેટે 102 રન છે. શાન્ટો 59 અને ઝાકીર હસન 43 રને રમતમાં છે. બાંગ્લાદેશને જીતવા 411 રનની જરૂર છે. ભારતના બોલર્સ અત્યાર સુધીમાં એક પણ વિકેટ લઈ શક્યા નથી.

IND vs BAN, 1st Test, Day 4: શાન્ટોની ફિફ્ટી

IND vs BAN, 1st Test, Day 4: 31 ઓવરના અંતે બાંગ્લાદેશનો  સ્કોર વિના વિકેટે 89 રન છે. શાન્ટો 50 અને ઝાકીર હસન 38 રને રમતમાં છે. બાંગ્લાદેશને જીતવા 425 રનની જરૂર છે. ભારતના બોલર્સ અત્યાર સુધીમાં એક પણ વિકેટ લઈ શક્યા નથી.



IND vs BAN, 1st Test, Day 4: બાંગ્લાદેશ 65 રનને પાર

IND vs BAN, 1st Test, Day 4: 22 ઓવરના અંતે બાંગ્લાદેશનો  સ્કોર વિના વિકેટે 67 રન છે. શાન્ટો 41 અને ઝાકીર હસન 31 રને રમતમાં છે. બાંગ્લાદેશને જીતવા 446 રનની અને ભારતને જીતવા 10 વિકેટની જરૂર છે.

IND vs BAN, 1st Test, Day 4: બાંગ્લાદેશ 50 રનને પાર

IND vs BAN, 1st Test, Day 4:  બાંગ્લાદેશનો સ્કોર 50 રનને પાર થઈ ગયો છે. 17 ઓવરના અંતે યજમાન ટીમનો સ્કોર વિના વિકેટે 56 રન છે. શાન્ટો 38 અને ઝાકીર હુસૈન 18 રને રમતમાં છે.

IND vs BAN, 1st Test, Day 4: કુલદીપ યાદવે ઓવરની શરૂઆત કરી

IND vs BAN, 1st Test, Day 4: ભારત તરફથી કુલદીપ યાદવે ચોથા દિવસે પ્રથમ બોલિંગ નાંખી. આ ઓવરમાં બાંગ્લાદેશના બેટ્સમેને એક રન બનાવ્યો.  ઝાકીર હુસૈન 17 અને શાન્ટો 27 રને રમતમાં છે.

બ્રેકગ્રાઉન્ડ

IND vs BAN, 1st Test, Da 4 Live Updates:  ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. ભારતે બાંગ્લાદેશને જીતવા 513 રનનો ટાર્ગેટ આપ્યો છે.


ત્રીજા દિવસે શું થયું


ત્રીજા દિવસે બાંગ્લાદેશની ટીમ 150 રનમાં ઓલઆઉટ થતા ભારતને 254 રનની લીડ મળી હતી. તેમ છતાં ભારતે બાંગ્લાદેશને ફોલોઅન કર્યુ નહોતું. કુલદીપ યાદવે 5 વિકેટ લીધી હતી. ભારતે બીજી ઈનિંગમાં 2 વિકટેના નુકસાન પર 258 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. કેએલ રાહલુ 23 રન બનાવી આઉટ થયો હતો. ગીલ 110 રન બનાવી આઉટ થયો હતો. પુજારા 102 રન અને કોહલી 19 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.


બીજા દિવસે શું થયું


બીજા દિવસે ભારતીય ટીમ 404 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. બીજા દિવસે અશ્વિને 58 રનની ઈનિંગ રમી હતી. બીજા દિવસના અંતે બાંગ્લાદેશે 8 વિકેટના નુકસાન પર 133 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 4 વિકેટ લીધી હતી.


પ્રથમ દિવસે શું થયું


પ્રથમ દિવ, મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટના નુકસાન પર બનાવ્યા 278 રન રન બનાવ્યા હતા. પુજારાએ સર્વાધિક 90 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 22 રન, શુબમન ગિલ 20 રન અને કોહલી 1 રન બનાવી આઉટ થયા હતા. તૈજુલ ઈસ્લામે 84 રનમાં 3 અને મહેદી હસન મિરાઝે 1 તથા ખલીદ અહમદે 1 વિકેટ લીધી હતી.


પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાઃ કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકટેકિપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ


 ભારતના બાંગ્લાદેશ સામે ટેસ્ટ રેકોર્ડ


બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચોમાં ભારતનો અત્યાર સુધીનો રેકોર્ડ સારો છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 12 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 9 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશની ધરતી પર પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે બાંગ્લાદેશમાં 9 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 6 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.