IND vs BAN Live Score 1st Test 5th Day: ભારતની 188 રનથી જીત, અક્ષર પટેલની 4 વિકેટ
IND vs BAN, 1st Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચટગાંવમાં ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.
એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 18 Dec 2022 10:22 AM
બ્રેકગ્રાઉન્ડ
IND vs BAN Live Score 1st Test 5th Day: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ચટગાંવમાં રમાઈ રહી છે. મેચના છેલ્લા દિવસે રવિવારે જીતવા માટે 4 વિકેટની જરૂર...More
IND vs BAN Live Score 1st Test 5th Day: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ચટગાંવમાં રમાઈ રહી છે. મેચના છેલ્લા દિવસે રવિવારે જીતવા માટે 4 વિકેટની જરૂર છે. બીજી તરફ બાંગ્લાદેશને જીતવા માટે હજુ 241 રન બનાવવાના છે. તેણે 6 વિકેટ ગુમાવી દીધી છે. બાંગ્લાદેશે બીજા દાવમાં 272 રન બનાવ્યા છે. કેપ્ટન શાકિબ અલ હસન મેચના ચોથા દિવસ સુધી 40 રન બનાવીને અણનમ રહ્યો હતો. બીજા છેડે મેહદી હસન 9 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી અક્ષર પટેલે બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી.ચોથા દિવસે શું થયુંભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસના અંતે બાંગ્લાદેશે 6 વિકેટના નુકસાન પર 272 રન બનાવ્યા હતા. શાકિબ અલ 40 અને મેહેદી હસન મિરાઝ 9 રને રમતમાં હતા. શાન્ટો અને ઝાકીર હસને પ્રથમ વિકેટ માટે 124 રનની પાર્ટનરશિપ કરી હતી. શાન્ટોએ 67 રન, હસને 100 રન બનાવ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે 50 રનમાં 3 તથા ઉમેશ યાદવે 27 રનમાં 1, અશ્વિને 75 રનમાં 1, કુલદીપ યાદવે 69 રનમાં 1 વિકેટ લીધી હતી.ત્રીજા દિવસે શું થયુંત્રીજા દિવસે બાંગ્લાદેશની ટીમ 150 રનમાં ઓલઆઉટ થતા ભારતને 254 રનની લીડ મળી હતી. તેમ છતાં ભારતે બાંગ્લાદેશને ફોલોઅન કર્યુ નહોતું. કુલદીપ યાદવે 5 વિકેટ લીધી હતી. ભારતે બીજી ઈનિંગમાં 2 વિકટેના નુકસાન પર 258 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. કેએલ રાહલુ 23 રન બનાવી આઉટ થયો હતો. ગીલ 110 રન બનાવી આઉટ થયો હતો. પુજારા 102 રન અને કોહલી 19 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.બીજા દિવસે શું થયુંબીજા દિવસે ભારતીય ટીમ 404 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. બીજા દિવસે અશ્વિને 58 રનની ઈનિંગ રમી હતી. બીજા દિવસના અંતે બાંગ્લાદેશે 8 વિકેટના નુકસાન પર 133 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 4 વિકેટ લીધી હતી.પ્રથમ દિવસે શું થયુંપ્રથમ દિવ, મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટના નુકસાન પર બનાવ્યા 278 રન રન બનાવ્યા હતા. પુજારાએ સર્વાધિક 90 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 22 રન, શુબમન ગિલ 20 રન અને કોહલી 1 રન બનાવી આઉટ થયા હતા. તૈજુલ ઈસ્લામે 84 રનમાં 3 અને મહેદી હસન મિરાઝે 1 તથા ખલીદ અહમદે 1 વિકેટ લીધી હતી.પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાઃ કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકટેકિપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ ભારતના બાંગ્લાદેશ સામે ટેસ્ટ રેકોર્ડબાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચોમાં ભારતનો અત્યાર સુધીનો રેકોર્ડ સારો છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 12 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 9 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશની ધરતી પર પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે બાંગ્લાદેશમાં 9 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 6 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs BAN, 1st Test, Day 5 :કુલદીપ યાદવ મેન ઓફ ધ મેચ
IND vs BAN, 1st Test, Day 5 : મેચમાં શાનદાર દેખાવ કરવા બદલ કુલદીપ યાદવને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. કુલદીપ યાદવે પ્રથમ ઈનિંગમાં 40 રન બનાવવાની સાથે બોલિંગમાં 40 રનમાં 5 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં પણ કુલદીપે 73 રનમાં 3 વિકેટ ઝડપી હતી. મેચમાં ઓલરાઉન્ડર દેખાવ કરવા બદલ તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.