IND vs BAN Test LIVE: પ્રથમ દિવસની રમત પૂર્ણ, ભારત 278/6, અય્યર 82 રન બનાવીને ક્રિઝ પર

IND vs BAN 1st Test Score LIVE Updates: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થઇ ચૂકી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 14 Dec 2022 03:01 PM
પુજારા-અય્યરે બાંગ્લાદેશને બેકફૂટ પર ધકેલ્યુ

પુજારા અને અય્યર બન્નેએ શાનદાર બેટિંગ કરતાં બાંગ્લાદેશને શરૂઆતી સફળતા મળવા છતાં બેકફૂટ પર ધકેલાઇ ગયુ છે. 74 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 4 વિકેટના નુકશાને 231 રન પર પહોંચ્યો છે, પુજારા 74 રન અન અય્યર 66 રન બનાવીને ક્રિઝ પર છે.

પુજારા-અય્યર વચ્ચે શતકીય ભાગીદારી

પુજારા અને અય્યર વચ્ચે શાનદાર પાર્ટનરશીપ જોવા મળી છે, બાંગ્લાદેશ સામે બન્ને બેટ્સમેનેઓ શતકીય ભાગીદારી કરતી છે, 67.1 ઓવરમાં બન્ને વચ્ચે આ 100 રનોની પાર્ટનરશીપ થઇ હતી, જેમાં ચેતેશ્વર પુજારા 67 રન અને શ્રેયસ અય્યર 54 રન બનાવીને ક્રિઝ પર હતા.

શ્રેયસ અય્યરની ફિફ્ટી

પુજારા બાદ ધારદાર બેટ્સમેને શ્રેયસ અય્યરે પણ બાંગ્લાદેશ સામે ફિફ્ટી ફટકારી છે, અય્યરે 128 બૉલમાં 9 ચોગ્ગા સાથે 65 રનની ઇનિંગ રમી છે. પુજાર અને અય્યરે શાનદાર બેટિંગ કરતા બન્નેએ ફિફ્ટી ફટકારતા બાંગ્લાદેશ બેકફૂટ પર આવી ગયુ છે. 

ચેતેશ્વર પુજારાની શાનદાર અડધીસદી

ભારતીય ટીમના સ્ટાર મીડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ફરી એકવાર ટેસ્ટ ક્રિકેટમાં પોતાની દમદાર બેટિંગનુ પ્રદર્શન કર્યુ છે, પુજારાએ ફિફ્ટી ફટકારી છે, પુજારાએ 162 બૉલમાં 7 ચોગ્ગાની મદદથી 68 રનની ઇનિંગ રમી છે.

પુજારાએ ધૈર્યપૂર્ણ બેટિંગ

ભારતના અનુભવી ખેલાડી ચેતેશ્વર પુજારાએ ક્રિઝ પર અડ્ડ જમાવી દીધો છે, પુજારાએ 97 બૉલમાં 4 ચોગ્ગાની મદદથી 39 રનની ઇનિંગ રમી છે. ભારતી ટીમે 50 ઓવર બાદ 4 વિકેટના નુકશાને 160 રન બનાવી લીધા છે. સામે છેડે શ્રેયસ અય્યર 39 રન બનાવીને રમી રહ્યો છે. 

ઋષભ પંત આઉટ

ટીમ ઇન્ડિયાને ચોથો ઝટકો લાગ્યો છે, ઋષભ પંત તાબડતોડ ઇનિંગ રમ્યા બાદ આઉટ થયો છે, પંતે 45 બૉલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે શાનદાર 46 રનની ઇનિંગ રમી હતી, જોકે, ફિફ્ટી ચૂકી ગયો હતો. પંતને મહેદી હસને બૉલ્ડ કર્યો હતો. 

ટીમ ઇન્ડિયા 100 રનને પાર

ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 100 રન પુરા કરી લીધા છે, કથળતી ઇનિંગની વચ્ચે પંત અને પુજારાએ બેટિંગ કરીને ટીમના સ્કૉરને 30 ઓવર બાદ 3 વિકેટના નુકશાને 100 રન પર પહોંચાડી દીધો છે. હાલમાં ઋષભ પંત 36 રન અને ચેતેશ્વર પુજારા 20 રન બનાવીને ક્રિઝ પર છે.

પંત-પુજારાએ સંભાળ્યો મોરચો

ટીમ ઇન્ડિયાની લથડતી સ્થિતિની વચ્ચે હવે પંત અને પુજારાએ મોરચો સંભાળી લીધો છે, 26 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 3 વિકેટના નુકશાને 85 રન પર પહોંચ્યો છે. પંત 29 રન અને પુજારા 12 રન બનાવીને ક્રિઝ પર છે.

ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં, 3 વિકેટો ગુમાવી
ભારતીય ટીમની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે, ટીમ ઇન્ડિયાએ 50 રનની અંદર ત્રણ મહત્વની વિકેટો ગુમાવી દીધી છે. ત્રીજી વિકેટના રૂપમાં વિરાટ કોહલી માત્ર 1 રન બનાવીને પેવેલિયન ભેગો થયો છે. આ પહેલા ગીલ 20 અને રાહુલ 22 રન બનાવીને આઉટ થયા હતા, 20 ઓવર બાદ ટીમને સ્કૉર 3 વિકેટના નુકશાને 48 રન થયો છે, પુજારા 4 અને પંત શૂન્ય રને રમતમાં છે.
કેપ્ટન કેએલ રાહુલ આઉટ

ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે, કેપ્ટન કેએલ રાહુલ ખાલીદ અહેમદે બૉલ્ડ કરી દીધો છે, કેએલ રાહુલે 54 બૉલમાં 3 ચોગ્ગા સાથે 22 રનની ઇનિંગ રમી હતી, ઓપનિંગમાં ગીલ અને રાહુલે ભારતીય ટીમને સારી શરૂઆત અપાવી હતી, જોકે, લાંબી ટકાવી શક્યા ન હતા. અત્યારે ક્રિઝ પર ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી છે. ટીમનો સ્કૉર 18.3 ઓવરમાં 2 વિકેટે 46 રન પર પહોંચ્યો છે.

ભારતીય ટીમને પ્રથમ ઝટકો

ટીમ ઇન્ડિયાને 14મી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો છે, 13.2 ઓવર દરમિયાન ઇસ્લામે ઓપનર શુભમન ગીલને 20 (40) રનના અંગત સ્કૉર પર યાસીર અલીના હાથમાં ઝીલાવી દીધો છે, ક્રિઝ પર કેપ્ટન કેએલ રાહુલ 20 રન બનાવીને રમી રહ્યો છે.

10 ઓવર બાદ, સ્કૉર 35/0

ભારતીય ટીમને પોતાના બન્ને ઓપનરોએ પ્રથમ ટેસ્ટમાં સારી શરૂઆત અપાવી છે, ટીમ 10 ઓવરના અંતે વિના વિકેટે 35 રન બનાવી લીધા છે, કેએલ રાહુલ 16 રન અને શુભમન ગીલ 18 રન બનાવીને ક્રિઝ પર છે. બાંગ્લાદેશ ટીમ વિકેટની શોધમાં છે.

બાંગ્લાદેશી ટીમ

ઝાકિર હસન, નઝમૂલ હુસૈન શાન્તો, લિટાન દાસ, શાકિબ અલ હસન (કેપ્ટન), મુશ્ફિકૂર રહીમ (વિકેટકીપર), યાસિર અલી, નુરુલ હસન, મેહદી હસન મિરાજ, તૈજુલ ઇસ્લામ, ખાલિદ અહેમદ, ઇબાદત હુસૈન.

ભારતીય ટીમ, ઋષભ પંતની વાપસી

શુભમન ગીલ, કેએલ રાહુલ (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્નન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.

ભારતીય ટીમે ટૉસ જીત્યો, પહેલા બેટિેંગનો નિર્ણય

ભારતીય ટીમના કેપ્ટન કેએલ રાહુલે ટૉસ જીત્યો છે, પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે, જ્યારે યજમાન ટીમ બાંગ્લાદેશને પહેલા બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ છે. 

બ્રેકગ્રાઉન્ડ

IND vs BAN 1st Test Score LIVE Updates: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થઇ ચૂકી છે. ભારતીય ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે, પ્રથમ ટેસ્ટ મેચ ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમ ચટગાંવમાં રમાઇ રહી છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.