India vs Bangladesh Kanpur Test: ભારતીય ટીમ હાલમાં બાંગ્લાદેશ સામે ઘરઆંગણે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે, જેમાં પ્રથમ મેચ 280 રને જીતી હતી. હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે (India vs Bangladesh) શ્રેણીની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ આજથી (27 સપ્ટેમ્બર) કાનપુરના (Kanpur Test) ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ બીજી ટેસ્ટ જીતતાની સાથે જ બાંગ્લાદેશને સીરીઝમાં ક્લીન સ્વીપ કરશે.






આ ટેસ્ટ મેચ કાનપુરના ગ્રીન પાર્કમાં સવારે 9.30 કલાકે શરૂ થશે. ભારતે રવિચંદ્રન અશ્વિનના ઓલરાઉન્ડર દેખાવ, શુભમન ગિલ અને ઋષભ પંતની સદી, રવિન્દ્ર જાડેજાની સારી બેટિંગની મદદથી ચેન્નઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી હતી.


ઘરઆંગણે 18મી શ્રેણી જીતવા પર નજર છે


બાંગ્લાદેશના ઝડપી બોલરોએ પ્રથમ દિવસે ભારત પર દબાણ બનાવ્યું હતું, પરંતુ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ટીમે જે રીતે વાપસી કરી તે ટેસ્ટ ક્રિકેટમાં ખાસ કરીને ઘરેલું મેદાન પર તેનું પ્રભુત્વ દર્શાવે છે. ભારતની નજર હવે ઘરઆંગણે સતત 18મી શ્રેણી જીતવા પર છે.


ભારતીય ચાહકો કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખી રહ્યા છે. પ્રથમ ટેસ્ટ મેચમાં રોહિત અને વિરાટ ફ્લોપ રહ્યા હતા. આ મેચમાં બાંગ્લાદેશના ઝડપી બોલર હસન મહમૂદ અને તસ્કીન અહેમદે બોલરો માટેની અનુકૂળ પીચ પર સારી બોલિંગ કરી હતી.


ગ્રીન પાર્કની વિકેટમાંથી સ્પિનરોને મદદ મળી રહી છે. શરૂઆતમાં ઝડપી બોલરોને થોડી મદદ મળે તેવી અપેક્ષા હોવા છતાં મેચ જેમ જેમ આગળ વધશે તેમ તેમ પીચ સ્પિનર્સને મદદ કરશે.


આવી સ્થિતિમાં ભારત પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફાસ્ટ બોલરોને બદલે ત્રણ સ્પિનરોને સામેલ કરી શકે છે. આવી સ્થિતિમાં આકાશદીપના બદલે કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે


જો ભારત તેની બેટિંગને મજબૂત કરવા માંગે છે તો અક્ષર પટેલને કુલદીપ કરતાં પ્રાથમિકતા મળી શકે છે. ગ્રીન પાર્ક ખાતે અગાઉ 2021માં રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચમાં ભારત ત્રણ સ્પિનરો અશ્વિન, જાડેજા અને અક્ષર સાથે મેદાનમા ઉતર્યું હતું. ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી આ મેચ ડ્રો રહી હતી.


બાંગ્લાદેશની ટીમ બેટિંગમાં ફેરફાર કરી શકે છે


બાંગ્લાદેશના બેટ્સમેનો પ્રથમ ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા, જેને ધ્યાનમાં રાખીને તે પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે. તેના બેટ્સમેનો પ્રથમ દાવમાં ભારતના ઝડપી બોલિંગ આક્રમણનો સામનો કરી શક્યા ન હતા, જ્યારે બીજી ઈનિંગમાં અશ્વિનની સ્પિનનો તેમની પાસે કોઈ જવાબ નહોતો.


જો વરસાદમાં ધોવાઇ જશે કાનપુર ટેસ્ટ તો WTC પૉઇન્ટ ટેબલમાં ભારતને નુકસાન કે ફાયદો ? જાણો અહીં