આજે એશિયા કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુપર-4ની મેચ રમાશે. કોલંબોમાં એશિયા કપની 'સુપર ફોર' ની છેલ્લી મેચમાં બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયા બેન્ચ સ્ટ્રેન્થને તક આપવા માંગશે. ભારત અગાઉથી એશિયા કપની ફાઇનલમાં પહોંચી ગઇ છે.
બુમરાહને આરામ આપવામાં આવી શકે છે
વર્કલોડ મેનેજમેન્ટનો આ પ્રશ્ન બોલરો માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે. જસપ્રીત બુમરાહે એશિયા કપમાં અત્યાર સુધી માત્ર 12 ઓવર ફેંકી છે, જેમાં પાકિસ્તાન સામે પાંચ અને શ્રીલંકા સામે સાત ઓવરનો સમાવેશ થાય છે. તે નેપાળ સામે પણ રમ્યો નહોતો. તેથી તે બુમરાહ પર નિર્ભર રહેશે કે તે વધુ એક મેચમાં બોલિંગ કરવા માંગે છે કે 17 સપ્ટેમ્બરે સીધી જ ફાઈનલ મેચ રમવા માંગે છે.
આ ટૂર્નામેન્ટમાં મોહમ્મદ સિરાજે 19.2 ઓવર અને હાર્દિક પંડ્યાએ 18 ઓવર ફેંકી છે. આ ઓવરો કદાચ વધુ લાગતી ન હોય, પરંતુ કોલંબોમાં ભેજ એટલો વધારે છે કે તે બોલરની ઘણી બધી ઉર્જા ઘટાડે છે, તેથી ટીમ મેનેજમેન્ટ તેમાંથી એકને બ્રેક આપવા માંગે છે. શમીનો ઉપયોગ બુમરાહ, સિરાજ અને પંડ્યાના 'બેક-અપ' ફાસ્ટ બોલર તરીકે થઈ રહ્યો છે.
અક્ષરે પોતાની રમતમાં ઝડપથી સુધારો કરવાની જરૂર છે. તેથી માની શકાય છે કે રાહુલ બાંગ્લાદેશ સામે પણ પોતાની જવાબદારી નિભાવતો રહેશે. શ્રેયસ ઐયરની ફિટનેસ પર નજર રહેશે કારણ કે તે પાકિસ્તાન અને શ્રીલંકા સામેની 'સુપર ફોર' મેચમાં રમી શક્યો ન હતો. જો કે, તેણે ગુરુવારે કોઈ સમસ્યા વિના નેટ્સમાં બેટિંગ અને બોલિંગ કરી, જે ટીમ માટે સારા સમાચાર છે, પરંતુ જો ટીમ મેનેજમેન્ટ મુંબઈના આ ખેલાડીને સ્વસ્થ થવા માટે થોડો વધારાનો સમય આપવા માંગે છે, તો ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને તક મળશે.
સૂર્યકુમાર આ ફોર્મેટમાં એટલું સારું પ્રદર્શન કરી શક્યો નથી છતાં સૂર્યકુમારને ભારતીય ODI ટીમના મહત્વના ખેલાડી તરીકે જોવામાં આવી રહ્યો છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર/કેએલ રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન/સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર/અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી/ જસપ્રીત બુમરાહ.