રવિ બિશ્નોઇ રાજસ્થાનના જોધપુરનો છે. તેણે પ્લાસ્ટિકના બેટ અને બોલથી રમવાની શરૂઆત કરી હતી. શહેરમાં ક્રિકેટ એકેડમી ન હોવાના કારણે તેણે પોતાના મિત્રો અને પ્રદોયત સિંહ અને શાહરૂખ પઠાણ સાથે મળી ક્રિકેટ એકેડમી શરૂ કરી હતી. રવિએ કહ્યું કે, મેદાનથી લઇને પિચ બધુ જ તેણે તૈયાર કર્યું હતું. પિચ તૈયાર કરવી, રોલર ચલાવવ , મેદાન પર ઘાસ લગાવવું, આ બધુ જ કામ તેણે જાતે જ કર્યું છે.
રવિ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નને પોતાના આદર્શ માને છે. તેણે કહ્યું કે, તે બાળપણમાં વોર્નને ફોલો કરતો હતો. વોર્ન ગોડ ઓફ લેગ સ્પિન છે. હવે તે રાશિદ ખાન અને ચહલ પાસેથી ખૂબ શીખી રહ્યા છે. આ વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી આઇપીએલની હરાજીમાં પંજાબની ટીમે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તે પંજાબમાં કુંબલે સાથે કામ કરવાને લઇને ઉત્સાહિત છે.