Rohit Sharma Ruled Out IND vs BAN Test : ભારતે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં ફેરફાર કર્યા છે. કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલ પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટનશીપ કરશે.રોહિત શર્માની જગ્યાએ અભિમન્યુ ઇશ્વરનનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમની સાથે સૌરભ કુમાર અને નવદીપ સૈનીને પણ સ્થાન મળ્યું છે. મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા પણ બહાર છે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.


ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત બાંગ્લાદેશ સામેની વનડે સીરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે ભારત પરત ફર્યો હતો. આ કારણે તેને પ્રથમ ટેસ્ટથી આરામ આપવામાં આવ્યો છે. તે પ્રથમ ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. જો કે, બીજી ટેસ્ટ મેચની માહિતી હજુ આવી નથી. ભારતીય સિનિયર સિલેક્શન કમિટીએ પ્રથમ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયામાં અભિમન્યુ ઈશ્વરનને સ્થાન આપ્યું છે.


ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હજુ સુધી ખભા અને ઘૂંટણની ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થયા નથી અને આ કારણોસર તેઓ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. પસંદગીકારોએ શમી અને જાડેજાના સ્થાને અનુક્રમે નવદીપ સૈની અને સૌરભ કુમારને પસંદ કર્યા છે. પસંદગી સમિતિએ ઝડપી બોલર જયદેવ ઉનડકટનો પણ ટેસ્ટ શ્રેણી માટે ભારતની ટીમમાં સમાવેશ કર્યો છે.






બાંગ્લાદેશ સામે ભારતની ટેસ્ટ ટીમઃ કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, કે.એસ. શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, અભિમન્યુ ઇશ્વરન, નવદીપ સૈની, સૌરભ કુમાર, જયદેવ ઉનડકટ