IND vs BAN Score Live: વર્લ્ડકપમાં ભારતની સતત ચોથી જીત, વિરાટ કોહલીની અણનમ સદી
ICC Cricket World Cup: ભારતીય ટીમ તેની પ્રથમ ત્રણ મેચ જીતીને મેદાનમાં ઉતરશે, જ્યારે બાંગ્લાદેશની ટીમ અત્યાર સુધી 3 મેચમાંથી માત્ર 2 જ જીતી શકી છે
વન-ડે વર્લ્ડ કપ 2023ની 17મી મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત ચોથી જીત છે અને ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને આઠ વિકેટે 256 રન કર્યા હતા. ભારતે વિરાટ કોહલીની સદીની મદદથી ત્રણ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો.
વિરાટ કોહલીએ પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. વિરાટની ફિફ્ટી 48 બોલમાં પુરી થઈ હતી. 28 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટના નુકસાન પર 174 રન છે. ભારતને જીતવા માટે 83 રનની જરૂર છે.
ભારતીય ટીમે 132 રન પર બીજી વિકેટ ગુમાવી હતી. શુભમન ગિલ 55 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો. મહેદી હસનના બોલ પર મહમુદુલ્લાહે શાનદાર કેચ લીધો હતો.
ભારતે પ્રથમ વિકેટ 88 રન પર ગુમાવી હતી. રોહિત શર્મા અડધી સદી ચૂકી ગયો છે. તેણે 40 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા. તે હસન મહેમૂદના બોલ પર તૌહિદ હ્રદયના હાથે કેચ આઉટ થયો હતો.
3 ઓવર પછી ભારતનો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વિના 26 રન છે. ટીમ ઈન્ડિયા તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલ ક્રિઝ પર છે. રોહિત શર્મા 13 બોલમાં 21 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે શુભમન ગિલ 5 બોલમાં 5 રન બનાવીને અણનમ છે.
ભારતને જીતવા માટે 257 રનનો ટાર્ગેટ મળ્યો છે. બોલરોની શાનદાર બોલિંગથી ભારતે અંતિમ ઓવરોમાં વાપસી કરી હતી. બુમરાહે 10 ઓવરમાં 41 રન આપીને બે વિકેટ લીધી હતી. સિરાજ અને જાડેજાને પણ બે-બે વિકેટ મળી હતી. બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી હસન અને લિટને અર્ધસદી ફટકારી હતી.
બાંગ્લાદેશની અડધી ટીમ 179 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી ગઈ છે. શાર્દુલ ઠાકુરે તૌહિદ હૃદયોયને આઉટ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી હતી. હૃદયે 35 બોલમાં 16 રન બનાવ્યા હતા. શુભમન ગીલે તેનો કેચ કર્યો હતો.
ભારતને ત્રીજી વિકેટ મળી છે. સિરાજે મહેંદી હસનને પેવેલિયન પરત મોકલી દીધો હતો. મહેંદીએ માત્ર ત્રણ રન બનાવ્યા હતા. 24.1 ઓવર પછી બાંગ્લાદેશનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 129 રન છે. લિટન 63 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે.
બાંગ્લાદેશને 20મી ઓવરમાં 110ના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોને LBW આઉટ કર્યો હતો. તે 17 બોલમાં આઠ રન બનાવી શક્યો હતો. 20 ઓવર પછી બાંગ્લાદેશનો સ્કોર બે વિકેટે 110 રન છે. હાલમાં લિટન દાસ 48 રન અને મેહદી હસન મિરાજ ક્રિઝ પર છે.
18 ઓવર પછી બાંગ્લાદેશે એક વિકેટ ગુમાવીને 103 રન બનાવી લીધા છે. લિટન દાસ 52 બોલમાં 44 રન અને નઝમુલ હુસૈન શાંતો પાંચ રન સાથે બેટિંગ કરી રહ્યા છે. આ પહેલા કુલદીપે તંજીદ હસનને આઉટ કર્યો હતો.
બાંગ્લાદેશને પહેલો ફટકો 15મી ઓવરમાં 93 રનના સ્કોર પર લાગ્યો હતો. કુલદીપ યાદવે તંજીદ હસનને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. તે 43 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 51 રન કરીને આઉટ થયો હતો.
ભારતને પ્રથમ વિકેટ કુલદીપ યાદવે અપાવી છે. હસન કુલદીપનો શિકાર બન્યો હતો. બાંગ્લાદેશની પહેલી વિકેટ 93ના સ્કોર પર પડી હતી. 15 ઓવરની રમત પૂર્ણ થઈ ગઈ છે.
ભારત અને બાંગ્લાદેશ મેચમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. નવમી ઓવરના ત્રીજા બોલ પછી તેના ડાબા પગના સ્નાયુઓ ખેંચાઈ ગયા. ફિઝિયો મેદાનમાં આવ્યો આ પછી હાર્દિકે ફરીથી બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કરી શક્યો નહીં. આવી સ્થિતિમાં રોહિતે તેની પાસે બોલિંગ ન કરવાનો નિર્ણય લીધો હતો. ઓવરમાં બાકી રહેલા બાકીના ત્રણ બોલ વિરાટ કોહલીએ ફેંક્યા હતા. હાર્દિક ફિઝિયો સાથે મેદાનની બહાર ગયો હતો.
બાંગ્લાદેશે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ખેલાડીઓ ફિલ્ડિંગ માટે પહેલા મેદાનમાં ઉતરશે. શાકિબ અલ હસન આ મેચમાં નથી રમી રહ્યો. તેની ગેરહાજરીમાં નઝમુલ હસન શાંતો બાંગ્લાદેશની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
ICC Cricket World Cup: આજે વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાવાની છે. આ વર્લ્ડ કપની 17મી મેચ છે અને ભારત અને બાંગ્લાદેશ બંને માટે આ ચોથી વર્લ્ડ કપ મેચ હશે. આ મેચ પુણેના મેદાન પર રમાશે. ભારતીય ટીમ તેની પ્રથમ ત્રણ મેચ જીતીને મેદાનમાં ઉતરશે, જ્યારે બાંગ્લાદેશની ટીમ અત્યાર સુધી 3 મેચમાંથી માત્ર 2 જ જીતી શકી છે. આ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ કહ્યું કે તે પિચ અને હવામાનને ધ્યાનમાં રાખીને પ્રથમ બેટિંગ કરવા માંગે છે, જ્યારે રોહિત શર્માએ કહ્યું કે તે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવા માંગે છે.
જો આ વર્લ્ડ કપની વાત કરીએ તો ભારતે પ્રથમ ત્રણ મેચ જીતી છે. જ્યારે બાંગ્લાદેશ 3 માંથી માત્ર એક મેચ જીતી શક્યું છે. તેના માટે આ મેચમાં પણ જીત મેળવવી ઘણી મુશ્કેલ બની શકે છે.
વર્લ્ડ કપ 2023માં ભારતે તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. 6 વિકેટે જીત મેળવી હતી. આ પછી તેણે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને હરાવ્યું. ભારતીય ટીમ કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા સાથે મેદાનમાં ઉતરી શકે છે. રવિચંદ્રન અશ્વિનને પણ આ મેચમાં બહાર બેસવું પડી શકે છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરની જગ્યા લગભગ નિશ્ચિત છે.
આ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે પોતાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે રમી હતી. જેમાં તેણે 6 વિકેટે જીત મેળવી હતી. આ પછી તેને ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. જો આપણે ઓવરઓલ વન-ડે રેકોર્ડ પર નજર કરીએ તો તેમાં પણ તે ભારત સામે ઘણો નબળો દેખાય છે. જોકે પુણેમાં ટીમ નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે. તે ભારતને પડકાર આપી શકે છે.
ટીમ ઈન્ડિયા હાલ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. ભારતે ત્રણેય મેચ જીતી છે. તેના 6 પોઈન્ટ છે. જ્યારે બાંગ્લાદેશની ટીમ ત્રણમાંથી માત્ર એક મેચ જીતી શકી છે. તેના 2 પોઈન્ટ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -