India vs Bangladesh: ભારતીય ટીમ હાલમાં બાંગ્લાદેશના પ્રવાસ છે, અને અહીં આજતી ત્રણ મેચોની વનડે સીરીઝ રમવાની છે. ભારત અને બાંગ્લાદેશ આજે પ્રથમ વનડે મેચ રમવા શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં ઉતરશે, વનડેમાં બાંગ્લાદેશ કરતાં ભારતીય ટીમનુ પલડુ હંમેશા ભારે રહ્યું છે, પરંતુ અહીં જાણીએ આ શેર-એ-બાંગ્લા મેદાન પર ભારતનુ કેવુ રહ્યું છે અત્યાર સુધીનુ પ્રદર્શન.... 


શેર-એ-બાંગ્લામાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ - 
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમે અત્યાર સુધી કુલ 19 ઇન્ટરનેશનલ મેચો રમી છે. આ મેચમાં ભારતને 3 વાર યજમાન બાંગ્લાદેશની ટીમના હાથે હાર ઝીલવી પડી છે. જ્યારે ટીમ ઇન્ડિયાને અહીં 8 મેચોમાં જીત મળી છે. બાંગ્લાદેશ ઉપરાંત આ શેર-એ-બાંગ્લા મેદાન પર ભારતે 2-2 વાર પાકિસ્તાન અને શ્રીલંકા અને 1 વાર અફઘાનિસ્તાને હરાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કુલ મળીને ટીમ ઇન્ડિયાએ શેર-એ-બાંગ્લા મેદાન પર 13 મેચોમાં જીત હાંસલ કરી છે, જ્યારે 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.  


શમીના સ્થાને આ બોલરને બાંગ્લાદેશ સામેની વન ડે સીરિઝમાં કરાયો સામેલ - 
Umran Malik : મોહમ્મદ શમી ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને હવે ઉમરાન મલિકને રિપ્લેસમેન્ટ તરીકે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ત તાજેતરમાં જ ઉમરાન ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયો હતો, જ્યાં તેને વનડેમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. ઉમરાને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં 2 વિકેટ ઝડપી હતી.






બીજી તરફ હાથની ઈજાને કારણે શમી વનડે શ્રેણી રમી શકશે નહીં. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4 ડિસેમ્બરથી વનડે શ્રેણી શરૂ થવાની છે. જણાવી દઈએ કે શમીને ટ્રેનિંગ સેશન દરમિયાન હાથ પર ઈજા થઈ હતી.શમીને ન્યૂઝીલેન્ડ સામેની ODI અને T20 સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ પછી પ્રેક્ટિસ ફરી શરૂ કર્યા બાદ હાથની ઈજાથી પીડિત મોહમ્મદ શમીને NCAમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે અને તેણે 1 ડિસેમ્બરે ટીમ સાથે બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો નથી.