ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં બાંગ્લાદેશના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા આખા ડિસેમ્બર સુધી અહીં રહેશે, જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ સીરિઝમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ પોતાની પૂરી તાકાત સાથે ઉતરી રહી છે.
જ્યારે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડમાં છેલ્લી શ્રેણી રમી હતી જેમાં રોહિત, વિરાટ કોહલી સહિત કેટલાક સ્ટાર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો. હવે આ તમામ ખેલાડીઓ બાંગ્લાદેશ પ્રવાસથી પરત ફરવા માટે તૈયાર છે.
આ વખતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીનું લાઈવ ટેલિકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ સ્ટાર ચેનલ અથવા ડિઝની હોટ સ્ટાર પર થશે નહીં. ન્યૂઝીલેન્ડ પ્રવાસની જેમ આ શ્રેણી પણ એમેઝોન પ્રાઇમ પર પ્રસારિત કરવામાં આવશે.
ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે વનડે સીરીઝની પ્રથમ મેચ 2 ડિસેમ્બરે, બીજી વનડે 7 ડિસેમ્બર અને ત્રીજી મેચ 10 ડિસેમ્બરે રમાશે. તમામ મેચો ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યે રમાશે. મેચમાં ટોસ સવારે 11 વાગ્યે થશે. ભારતીય ટીમ સાત વર્ષ બાદ બાંગ્લાદેશ પ્રવાસે પહોંચી છે. આ વખતે બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ બે વનડે ઢાકામાં અને છેલ્લી મેચ ચટગાંવમાં રમાશે.
ક્યાં જોઇ શકશો લાઇવ મેચ?
આ શ્રેણીનું પ્રસારણ સોની સ્પોર્ટ્સ પર થઈ રહ્યું છે. સોની સ્પોર્ટ્સ ટેનની વિવિધ ચેનલો પર લાઈવ મેચ જોવા મળશે. લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ પર થશે.
વનડેમાં ભારત-બાંગ્લાદેશનો રેકોર્ડ શું છે?
ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે અત્યાર સુધીમાં 4 દ્વિપક્ષીય વનડે શ્રેણી રમી છે. આ વખતે બંને ટીમો વચ્ચે પાંચમી સિરીઝ રમાશે. આ ચાર શ્રેણીમાંથી ભારતીય ટીમે પ્રથમ ત્રણ પર કબ્જો કરી લીધો છે. બાંગ્લાદેશે જૂન 2015માં રમાયેલી ચોથી શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી.
બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ટીમ
ભારતની વનડે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, યશ દલાલ.
બાંગ્લાદેશની વનડે ટીમ
નજમૂલ હુસૈન શાન્તિ, યાસિર અલી, આસિફ હુસેન, મહામુદ્દુલ્લાહ રિયાદ, મેહન્દી હસન, શાકિબ અલ હસન, અનામુલ હક (વિકેટકીપર), લિટન દાસ (કેપ્ટન, વિકેટકીપર), મુશફિકૂર રહીમ (વિકેટકીપર), નુરુલ હસન (વિકેટકીપર), ઇબાદત હુસેન, હસન મહેમૂદ, મુસ્તફિજૂર રહેમાન, નાસમ અહેમદ, તસ્કીન અહેમદ.