ભારતીય ક્રિકેટ ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ ઘણી રીતે અલગ હતો.  વન-ડે સીરિઝમાં ટીમનો પરાજય થયો હતો ત્યારે ટીમે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવાની આશા જીવંત રાખતા પ્રથમ ટેસ્ટમાં જીત મેળવી હતી. પ્રથમ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ બીજી મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. આ શ્રેણી દરમિયાન એક ખેલાડી એવો હતો જેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી અને તેને મોટી જવાબદારી પણ સોંપવામાં આવી હતી પરંતુ તે ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો.


ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ મીરપુરમાં રમાઈ રહી છે. કેપ્ટન રોહિત શર્મા વન-ડે સીરિઝમાં ઈજાના કારણે બંને ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ટીમની કેપ્ટનશીપની જવાબદારી કેએલ રાહુલને આપવામાં આવી હતી પરંતુ તે ખરાબ ફોર્મમાંથી બહાર આવી શક્યો નહોતો. ઇનિંગ્સની શરૂઆત કરીને તે બે ટેસ્ટની ચારેય ઇનિંગ્સમાં રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેણે સૌથી મોટી ઇનિંગ્સ 23 રનની રમી હતી.


આ ખેલાડી બન્યો બોજ


ટેસ્ટ મેચમાં ઇનિંગ્સની શરૂઆત કરતી વખતે કેએલ રાહુલ પાસે મોટી ઇનિંગ્સ રમીને ફોર્મ પાછું મેળવવાની સારી તક હતી. બાંગ્લાદેશ સામે તે આવું કરી શક્યો નહોતો. ચટગાંવ ટેસ્ટમાં તેણે પ્રથમ ઇનિંગમાં 22 રન અને બીજી ઇનિંગમાં 23 રન બનાવ્યા હતા. મીરપુર ટેસ્ટમાં રાહુલે પ્રથમ દાવમાં 10 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઈનિંગમાં તે માત્ર 2 રન જ બનાવી શક્યો હતો. તેણે 2 મેચની 4 ઇનિંગ્સમાં 14.25ની એવરેજથી 57 રન બનાવ્યા.


મીરપુર ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંત સુધીમાં મેચ રોમાંચક સ્થિતિમાં પહોંચી હતી. ભારતે બાંગ્લાદેશનો બીજો દાવ 231 રનમાં સમેટી લીધો હતો. ટીમ સામે 145 રનનો આસાન ટાર્ગેટ હતો અને અચાનક બાંગ્લાદેશે એક પછી એક 4 વિકેટ ઝડપીને મેચનો ઉત્સાહ વધાર્યો હતો. હવે ચોથા દિવસે ભારતને 100 રનની જરૂર છે, ત્યારબાદ યજમાન ટીમ જીતવા માટે 6 વિકેટ લેવાનો પ્રયાસ કરશે.


IND vs BAN 2nd Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઢાકામાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનો ત્રીજો દિવસ ખૂબ જ રોમાંચક રહ્યો. ભારતીય ટીમને મેચ જીતવા માટે 145 રનનો ટાર્ગેટ મળ્યો છે જેના જવાબમાં દિવસની રમત પૂરી થવા સુધી ટીમ ઇન્ડિયાએ ચાર વિકેટના નુકસાન પર 45 રન બનાવી લીધા છે. ભારત તરફથી અક્ષર પટેલ (26*) અને જયદેવ ઉનડકટ (3*) ક્રિઝ પર છે.


બાંગ્લાદેશની ટીમ જ્યારે બીજી ઇનિંગ રમવા આવી ત્યારે તેણે પહેલા સેશનમાં જ પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. બીજા દિવસે કોઈ પણ નુકશાન વિના સાત રન બનાવનારા બાંગ્લાદેશને નજમુલ હસન શાંતો, મોમિનુલ હક, શાકિબ અલ હસન અને મુશફિકુર રહીમનીના રૂપમાં ચાર ઝટકા લાગ્યા હતા.ઓપનર બેટ્સમેન ઝાકિર હસને 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જો કે તે પણ કુલ 102 રને પેવેલિયન પરત ફર્યો હતો. બાંગ્લાદેશે 113ના સ્કોર પર છઠ્ઠી વિકેટ પણ ગુમાવી દીધી હતી