India vs Bangladesh Test Series: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી રમાશે. આ મેચ ચેન્નાઈમાં રમાવવાની છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચ રમાવાની છે. આ માટેની ટીમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. ભારતીય ટીમ રોહિત શર્માની કપ્તાનીમાં મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા અનુભવી ખેલાડીઓની સાથે યુવા ખેલાડીઓને પણ તક આપી શકે છે. પરંતુ તે તેના વર્તમાન ફોર્મ પર નિર્ભર રહેશે. સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને આ વખતે તક મળી શકે છે.


યશસ્વી જયસ્વાલે ટીમ ઈન્ડિયા માટે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ટીમમાં યશસ્વી અને શુભમન ગિલનું સ્થાન લગભગ નિશ્ચિત છે. જો શુભમન દુલીપ ટ્રોફીમાં સારું પ્રદર્શન કરે છે તો તેના માટે આ મહત્વની તક હોઈ શકે છે. ટીમ ઈન્ડિયા સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને પણ તક આપી શકે છે. સરફરાઝ અને જુરેલે ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું છે. T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા રવિન્દ્ર જાડેજાને પણ તક મળી શકે છે. જાડેજા એક અનુભવી ઓલરાઉન્ડર છે.


ટીમ ઈન્ડિયા સ્પિનરો પર ખાસ ધ્યાન આપી શકે છે. કુલદીપ યાદવ અને રવિચંદ્રન અશ્વિન ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને મુકેશ કુમારને પણ તક મળી શકે છે. ભારતીય ટીમ અર્શદીપ સિંહના નામ પર પણ વિચાર કરી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિ દીલીપ ટ્રોફીમાં ખેલાડીઓના પ્રદર્શન પર પણ નજર રાખશે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનું સ્થાન લગભગ નિશ્ચિત છે. પંતે જોરદાર વાપસી કરી છે. તે મુખ્ય વિકેટકીપર બેટ્સમેન બની શકે છે.


બાંગ્લાદેશ સામે ભારતની સંભવિત ટેસ્ટ ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, દેવદત્ત પડિકલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઋષભ પંત, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, અર્શદીપ સિંહ


હાલમાં આવતીકાલથી દિલીપ ટ્રોફીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે એવામાં બીસીસીઆઇએ દરેક પ્લેયરને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની ભલામણ કરી છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિ દીલીપ ટ્રોફીમાં ખેલાડીઓના પ્રદર્શન પર પણ નજર રાખશે.