Riyan Parag Ananya Panday: ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ પોતાના પ્રદર્શનને કારણે ચર્ચામાં રહે છે. આ સાથે તે પોતાની અંગત જીવનને લઈને પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. શુભમને હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે સાથે એક એડ શૂટ કરી છે. ગિલે અનન્યા સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અનન્યાએ પણ આ ફોટો શેર કર્યો છે. આ પછી તરત જ તેઓ ટ્રેન્ડ કરવા લાગ્યા. આ સાથે રિયાન પરાગ પણ ટ્રેન્ડમાં આવ્યો. ફેન્સે આ ત્રણેય વિશે ઘણી પોસ્ટ શેર કરી છે.             

  


ખરેખર અનન્યા અને શુભમન એક એડ શૂટ માટે સાથે આવ્યા હતા. બંનેએ એક બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું છે. ગિલ અને અનન્યાએ સોશિયલ મીડિયા પર એક સાથે તેમનો ફોટો શેર કર્યો છે. આ પછી ફેન્સ રિયાન પરાગ વિશે કોમેન્ટ કરવા લાગ્યા. રિયાન વિશે એવી અફવા છે કે અનન્યા તેની ક્રશ છે. રિયાનની સર્ચ હિસ્ટ્રી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ દરમિયાન અક્ષય નામના યૂઝરે X પર લખ્યું, "દોસ્તે જે કર્યું તે દુશ્મને ન કરવું જોઈએ."              


એક્સ પર અનન્યા સાથે રિયાન પરાગનું નામ જોડવામાં આવી રહ્યું છે. પરંતુ અત્યાર સુધી આ અંગે રિયાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તે અને શુભમન ગિલ દીલીપ ટ્રોફી 2024માં રમવાની તૈયારી કરી રહ્યા છે. આ ટુર્નામેન્ટ 5 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. અને તે બંને આમાં ભાગ લેવાના છે. અને આગળ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણી પણ રમાવવાની છે. તે 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે.