IND vs ENG 1st T20: ઈંગ્લેન્ડ સામે ભારતની શાનદાર જીત, અભિષેક શર્માની વિસ્ફોટક ઈનિંગ

IND vs ENG 1st T20 Score Live Updates: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની પહેલી મેચ કોલકાતામાં રમાશે. તમે આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકો છો.

gujarati.abplive.com Last Updated: 22 Jan 2025 10:12 PM

બ્રેકગ્રાઉન્ડ

IND vs ENG 1st T20 Score Live Updates: ભારત અને ઈંગ્લેન્ડ વર્ષ 2025માં પોતાની પ્રથમ શ્રેણી રમવા માટે તૈયાર છે. બંને ટીમોની પાંચ મેચની T20 સીરીઝ 22 જાન્યુઆરી એટલે કે...More

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો

ભારતે ટી20 શ્રેણીની પહેલી મેચમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે ૧૩૩ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, ભારતે ૧૨.૫ ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. ટીમ ઈન્ડિયા તરફથી અભિષેક શર્માએ 79 રનની શાનદાર ઇનિંગ રમી. આ પહેલા વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરી હતી અને 3 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી. ઈંગ્લેન્ડ સામેની આ જીત સાથે, ભારતે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.