ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેંડને હરાવ્યા બાદ આજથી અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમ પર ભારત-ઈંગ્લેંડ વચ્ચે આજથી ટી-20 શ્રેણીનો પ્રથમ મેચ રમાશે. સાંજે સાત વાગ્યે નરેંદ્ર મોદી સ્ટેડિયમ પર ભારત ઈંગ્લેંડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાશે. ટી-20 મેચમાં શિખર ધવનનો ટીમમાં સમાવેશ કરાયો નથી. તેના સ્થાને રૂષભ પંથનો ટીમમા સમાવેશ કરાય તેવી શક્યતા છે. તો હાર્દિક પંડ્યા ઓલરાઉંડર તરીકે કમબેક કરશે. ટીમમાં ચહલ, ભુવનેશ્વરકુમાર અને દિપક ચાહરનો પણ ટીમમાં સમાવેશ થઈ શકે છે.
ટી -20 ઈન્ટરનેશનલ મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની હેડ- ટૂ-હેડની વાત કરીએ તો બંને ટીમો આ ફોર્મેટમાં અત્યાર સુધી 14 વાર સામ-સામે આવી ચુકી છે. જેમાં બંને ટીમોને સાત-સાત જીત મળી છે. બીજી તરફ ભારતની ધરતી પર ઇંગ્લેન્ડે ટીમ ઈન્ડિયા સામે કુલ 6 મેચ રમી છે, જેમાં તેણે ત્રણ મેચ જીતી છે અને ત્રણ મેચમાં હાર મળી છે.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા શિખર ધવન ઉપ કેપ્તાન રોહિત શર્મા સાથે ઈનિંગની શરુઆત કરી શકે છે. તેના બાદ ત્રણ નંબર પર વિરાટ કોહલી, ચાર નંબર પર લોકેશ રાહુલ અને પાંચ નંબર પર રિષભ પંતનું રમવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. તેના બાદ હાર્દિક પંડ્યા અને વોશિંગ્ટન સુંદર ફિનિશરનો રોલ કરી શકે છે. જ્યારે યુઝવેન્દ્ર ચહલ લીડ સ્પિનર રહેશે. .
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન ટીમઃ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીર સૈની અને વોશિંગ્ટન સુંદર
ઇંગ્લેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન ટીમઃ
ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન,જેસન રોય, ડેવિડ મલાન, જોસ બટલર, બેન સ્ટોક્સ,સેમ કર્રન, આદિલ રાશિદ, ક્રિસ જોર્ડન અને જોફ્રા આર્ચર