IND vs ENG 1st Test Day 4 Stumps: પાંચમા દિવસે જીત માટે ટીમ ઈન્ડિયાએ બનાવવા પડશે 157 રન

IND vs ENG 1st Test Day 4: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટનો આજે ચોથો દિવસ છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 07 Aug 2021 11:36 PM
ઈન્ડિયાએ પાંચમા દિવસે જીત માટે બનાવવા પડશે 157 રન

પાંચમા દિવસે જીત માટે ટીમ ઈન્ડિયાએ બનાવવા પડશે 157 રન, ચોથો દિવસ ભારતના નામે રહ્યો હતો. 

ઈન્ડિયન ટીમને જીતવા માટે 209 રનનો લક્ષ્યાંક

 ઇંગ્લેન્ડની ટીમ 303 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. હવે ઈન્ડિયન ટીમને જીતવા માટે 209 રનનો લક્ષ્યાંક મળ્યો છે.

ભારતે ફરી એક વખત મેચ પર પકડ મજબૂત કરી


ભારતીય બોલર શાર્દુલ ઠાકુરે ડેન લોરેંસને એલબીડબ્લ્યૂ આઉટ કરી ઈંગ્લેન્ડને પાંચમો ઝટકો આપ્યો છે. ભારતે ફરી એક વખત મેચ પર પકડ મજબૂત કરી છે. જો બોલરો ઈંગ્લેન્ડના બેટ્સમેનોને 300થી ઓછા સ્કોર પર આઉટ કરવામાં સફળ થશે તો ટીમ ઈન્ડિયા આ મેચ સરળતાથી જીતી શકશે.

લંચ પહેલા જ રૂટની ફિફ્ટી

ચોથા દિવસે લંચ સમયે ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 119 રન છે.  સિબ્લી 27 અને જો રૂટ 56 રને રમતમાં છે. ઈંગ્લેન્ડે ભારત પર 24 રનની લીડ લીધી છે. રૂટ અને સિબ્લી ત્રીજી વિકેટ માટે 73 રનની પાર્ટનરશિપ કરી ચુક્યા છે.





યજમાન ટીમે લીધી લીડ

ઈંગ્લેન્ડે ભારત પર લીડ લેવાનું શરૂ કર્યું છે. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 102રન છે અને ભારથી 7 રન આગળ છે. કેપ્ટન જો રૂટ 41 અને સિબ્લી 25 રને રમતમાં છે. ભારતે રિવ્યૂ ગુમાવ્યો હતો, જ્યારે ઈંગ્લેન્ડે રિવ્યૂ લઈને એમ્પાયરનો નિર્ણય ખોટો ઠેરવ્યો હતો. જાડેજા અને શાર્દુલ ઠાકુર બોલિંગ કરી રહ્યા છે. ભારતને વિકેટની જરૂર છે.

રૂટ-સિબ્લી જામ્યા

28 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 82 રન છે અને હજુ ભારતથી 13 રન પાછળ છે. જો રૂટ 30 અને સિબ્લી 22 રને રમતમાં છે. શમી અને શાર્દુલ ઠાકુર બોલિંગ કરી રહ્યા છે.

ઈંગ્લેન્ડ 50 રનને પાર

21 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 56 રન છે અને હજુ ભારતથી 39 રન પાછળ છે. જો રૂટ 9 અને સિબ્લી 17 રને રમતમાં છે.

ઈંગ્લેન્ડે ગુમાવી બીજી વિકેટ

17 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 46 રન છે. ક્રાઉલી 6 રન બનાવી બુમરાહની ઓવરમાં પંતના હાથે કેચ આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ ભારતથી હજુ 49 રન પાછળ છે. સિબ્લી 16 રને રમતમાં છે.

સિરાજે અપાવી સફળતા

ઈંગ્લેન્ડને પ્રથમ ઝટકો

16 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 43 રન છે અને હજુ ભારતથી 52 રન પાછળ છે. ઓવરના પ્રથમ બોલે જ સિરાજે બર્ન્સને 18 રનના અંગત સ્કોર પર પંતના હાથે કેચ આઉટ કરાવી ભારતને સફળતા અપાવી હતી. ક્રાઉલી 6 અને સિબ્લી 13 રને રમતમાં છે.

ચોથા દિવસની રમત શરૂ

ચોથા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. હાલ વાતાવરણ સ્વચ્છ છે પરંતુ દિવસ દરમિયાન વરસાદની શક્યતા છે. 13 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર વિકેટના નુકસાન પર 31 રન છે. બર્ન્સ 17 અને સિબ્લી 11 રને રમતમાં છે.

બ્રેકગ્રાઉન્ડ

IND vs ENG 1st Test Day 4: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ છે. વરસાદના કારણે ત્રીજી દિવસની રમત પૂરી થયેલી જાહેર કરાઈ ત્યારે ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં વિના વિકેટે 25 રન બનાવ્યા હતા

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.