Ind vs Eng 1st Test Match: આજે હૈદરાબાદમાં ઇગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ-11?

India Playing 11 Vs England 1st Test Match: આજથી હૈદરાબાદમાં ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે.

Continues below advertisement

India Playing 11 Vs England 1st Test Match: આજથી હૈદરાબાદમાં ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની આ પ્રથમ મેચ છે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યાથી રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, ઉપ્પલમાં રમાશે.

Continues below advertisement

ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ આ મેચ માટે પોતાના પ્લેઈંગ-11ની જાહેરાત કરી ચૂક્યા છે. જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટોસ દરમિયાન જ પોતાના પ્લેઈંગ-11ની જાહેરાત કરશે. ભારતીય ટીમ આ મેચ વિરાટ કોહલીની ગેરહાજરીમાં રમશે.

કોહલીની ગેરહાજરીમાં આવી હશે ટીમ

કોહલીએ અંગત કારણોસર શ્રેણીની પ્રથમ બે મેચમાંથી આરામ લીધો છે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત માટે પ્લેઇંગ-11ની પસંદગી કરવી થોડી મુશ્કેલ બની શકે છે. કોહલીની ગેરહાજરીમાં શુભમન ગિલ, શ્રેયસ ઐય્યર અને કેએલ રાહુલ મિડલ ઓર્ડરને મજબૂત કરવાનો પ્રયાસ કરશે.           

આ પછી સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા છઠ્ઠા નંબર પર આવી શકે છે અને તેના પછી વિકેટકીપર કેએસ ભરત બેટિંગમાં ઉતરી શકે છે. રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ બેટિંગમાં ઉતરશે. તેના પછી બે ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આવી શકે છે.

બેઝબોલ ગેમ સામે આ હોઇ શકે છે બોલરો

જ્યારે યશસ્વી જયસ્વાલને ઓપનિંગમાં કેપ્ટન રોહિત શર્મા સાથે તક મળશે.  આ રીતે ભારતીય ટીમ બેઝબોલ ટેકનિક સામે પ્રથમ મેચમાં 3 સ્પિનરો જાડેજા, અશ્વિન અને અક્ષરને મેદાનમાં ઉતારી શકે છે. જ્યારે ફાસ્ટ બોલિંગની જવાબદારી બુમરાહ અને સિરાજના ખભા પર આવી શકે છે. આ સિરાજનું હોમ ગ્રાઉન્ડ પણ છે.

ભારતીય ટીમની સંભવિત પ્લેઈંગ-11:

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની પ્લેઈંગ- 11

જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલે, માર્ક વુડ અને જેક લીચ.                  

Continues below advertisement
Sponsored Links by Taboola