IND vs ENG : પ્રથમ ટેસ્ટમાં ઇગ્લેન્ડ 183 રનમાં ઓલઆઉટ, ઇન્ડિયાના વિના વિકેટે 21 રન

India vs England, 1st Innings Highlights: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજથી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થયો છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 04 Aug 2021 10:57 PM
લોકેશ રાહુલ અને રોહિત શર્માએ કરી ઇનિંગની શરૂઆત

ટીમ ઇન્ડિયાએ ઇગ્લેન્ડનની ટીમને પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 183 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ભારત તરફથી રોહિત શર્મા અને લોકેશ રાહુલે ઇનિંગની શરૂઆત કરી હતી. 

ઇગ્લેન્ડ 183 રનમાં ઓલઆઉટ

પ્રથમ ટેસ્ટ મેચમાં ઇગ્લેન્ડનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ભારતના બોલરો સામે ઇગ્લેન્ડનો એક પણ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો. ઇગ્લેન્ડની ટીમ 183 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે સૌથી વધુ 64 રન ફટકાર્યા  હતા. ભારત તરફથી સૌથી વધુ વિકેટ બુમરાહે લીધી હતી. બુમરાહે ચાર વિકેટ ઝડપી હતી. તે સિવાય મોહમ્મદ શમ્મીએ ત્રણ, શાર્દુલ ઠાકુરે બે અને મોહમ્મદ સિરાજે એક વિકેટ ઝડપી હતી.

ભારતના બોલરોનું શાનદાર પ્રદર્શન

ભારતના બોલરો સામે ઇગ્લેન્ડના બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન રહ્યું છે. 169 રનમાં ઇગ્લેન્ડે નવ વિકેટ ગુમાવી દીધી છે. કેપ્ટન રૂટ સિવાય એકપણ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યો નથી. કેપ્ટન રૂટ 64 રન પર શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. ભારત તરફથી બુમરાહ અને શમ્મીએ ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે શાર્દુલ ઠાકુરે બે વિકેટ ઝડપી હતી. તે સિવાય મોહમ્મદ સિરાજે એક વિકેટ ઝડપી હતી.

ઇગ્લેન્ડે ગુમાવી ચાર વિકેટ

પ્રથમ ટેસ્ટમાં ઇગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ઇગ્લેન્ડે 66 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, ઇગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે સારુ પ્રદર્શન કર્યું હતું . તે 52 રનમાં અણનમ રમી રહ્યો છે. 

ઇગ્લેન્ડે ત્રણ વિકેટ ગુમાવી

ભારતીય ટીમે મેચ પર પક્કડ બનાવી છે. ઇગ્લેન્ડે 93 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. ભારત તરફથી બુમરાહ, શમ્મી અને સિરાજે એક-એક વિકેટ ઝડપી હતી.

પ્રથમ સત્ર ભારતના નામે

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસનું પ્રથમ સત્ર ભારતના નામે રહ્યું છે, લંચ સમયે ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 61 રન છે. કેપ્ટન જો રૂટ 12 અને સિબ્લી 18 રને રમતમાં છે.  મેચની પ્રથમ ઓવરમાં જ ભારતે ઈંગ્લેન્ડને ઝટકો આપ્યો હતો. બર્ન્સ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જે બાદ સિબ્લી અને ક્રાઉલીએ બીજી વિકેટ માટે 42 રનની ભાગીદારી કરી હતી. ક્રાઉલી 27 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો.





ભારતને મળી બીજી સફળતા

21 ઓવરના અંતે ઈંગ્લેન્ડે 2 વિકેટના નુકસાન પર 42 રન બનાવી લીધા છે. ક્રાઉલી 21 રન બનાવી મોહમ્મદ સિરાજની ઓવરમાં પંતના હાથે કેચ આઉટ થયો હતો. સિબ્લી 12 રને રમતમાં છે.

ઈંગ્લેન્ડ 35 રનને પાર

17 ઓવરના અંતે ઈંગ્લેન્ડે 1 વિકેટના નુકસાન પર 37 રન બનાવી લીધા છે. સિબ્લી 11 અને ક્રાઉલી 23 રને રમતમાં છે. બંને મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરની બોલિંગનો સામનો કરી રહ્યા છે.

સિબ્લી-ક્રાઉલી મેદાનમાં

10 ઓવરના અંતે ઈંગ્લેન્ડે 1 વિકેટના નુકસાન પર 22 રન બનાવી લીધા છે. સિબ્લી 7 અને ક્રાઉલી 15 રને રમતમાં છે. બંને બુમરાહ-શમીના પેસ આક્રમણનો મક્કમતાથી સામનો કરી રહ્યા છે.

સાતમી ઓવરમાં ઈંગ્લેન્ડે ફટકારી પ્રથમ બાઉન્ડ્રી

પ્રથમ ઓવરમાં વિકેટ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડના બેટ્સમેનો સાવચેતપૂર્વક રમતા હતા. યજમાન ટીમે પ્રથમ બાઉન્ડ્રી ફટકારવા 40 બોલ રાહ જોઈ હતી. 7મી ઓવરમાં ચોથા બોલ પર ક્રાઉલીએ ચોગ્ગા માર્યો હતો. 7 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 12 રન પર 1 વિકેટ છે.

પ્રથમ ઓવરમાં જ સફળતા

ટોસ હાર્યા બાદ બોલિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી. જસપ્રીત બુમરાહે પ્રથમ ઓવરમાં જ ભારતને સફળતા અપાવી હતી. રોરી બર્ન્સ ખાતું પણ ખોલી શક્યો નહોતો. તે એલબીડબલ્યુ આઉટ થયો હતો. ડીઆરએસ પણ તેને બચાવી શક્યું નહોતું.

પ્રથમ ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, લોકેશ રાહુલ ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન),  રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ

પૂજારાની સ્ટાઇલ પર વિશ્વાસ રાખોઃ ગાવસ્કર

દિગ્ગજ ક્રિકેટર અને ભારતના પૂર્વ ઓપનર સુનિલ ગાવાસકરે ફરી એક વખત રાજકોટના બેટસમેન ચેતેશ્વર પૂજારાની તરફેણ કરી છે. બે વર્ષથી પૂજારા ટેસ્ટ ક્રિકેટમાં સેન્ચુરી ફટકારી શક્યો નથી ત્યારે ગાવાસકરે કહ્યુ હતુ કે, પૂજારાએ પોતાની આગવી શૈલીથી આંતરરાષ્ટ્રિય સ્તરે પોતાનુ આગવુ સ્થાન ઉભુ કર્યુ છે. તેણે આ સ્ટાઈલ પર વિશ્વાસ રાખવો પડશે.જો ટીમ મેનેજમેન્ટને પૂજારા જે પ્રકારે બેટિંગ કરે છે તેના પર વિશ્વાસ ના હોય તો બીજા કોઈને અજમાવી લેવા પર વિચાર કરવો જોઈએ. ગાવાસકરે કહ્યુ હતુ કે, પૂજારાએ પોતાની આગવી બેટિંગ શૈલી માટે મહેનત કરી છે. તે એક છેડો સાચવી રાખે છે અને તેના કારણે બીજા ખેલાડી પાસે પોતાના શોટ રમવાનો મોકો હોય છે. કારણકે તેને ખબર હોય છે કે, સામેનો છેડો પૂજારા સાચવી લેશે. મને લાગે છે કે, પૂજારાએ પોતાના પર વિશ્વાસ રાખીને તેને જે શ્રેષ્ઠ લાગે તે પ્રકારે બેટિંગ કરવી પડશે. ભારત માટે તેણે શાનદાર દેખાવ ભૂતકાળમાં કર્યો છે.

બ્રેકગ્રાઉન્ડ

IND vs ENG 1st Test:  ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજથી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટનો  પ્રારંભ થયો છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.