IND vs ENG, 1st Innings Highlights: બુમરાહ અને ઉમેશ યાદવે કરાવી ટીમ ઇન્ડિયાની વાપસી, પ્રથમ દિવસના અંતે ઇગ્લેન્ડ 138 રન પાછળ

India vs England, 1st Innings Highlights: પાંચ મેચની ટેસ્ટ શ્રેણી પૈકીની પ્રથમ ત્રણ ટેસ્ટ પૂરી થઈ ગઈ છે અને બંને ટીમો એક-એકની બરાબરી પર છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 02 Sep 2021 11:08 PM

બ્રેકગ્રાઉન્ડ

IND vs ENG 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં આજથી ચોથી ટેસ્ટનો પ્રારંભ થયો છે. મેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટૉસ જીતીને ભારતને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું...More

પ્રથમ ઇનિંગમાં ઇગ્લેન્ડ હજુ 138 રન પાછળ

ચોથી ટેસ્ટના પ્રથમ દિવસની રમતના અંતે ઇગ્લેન્ડે ત્રણ વિકેટના નુકસાન પર 53 રન બનાવી લીધા હતા. બુમરાહ અને ઉમેશ યાદવે ટીમ ઇન્ડિયાની વાપસી કરાવી હતી. બુમરાહે બે અને ઉમેશ યાદવે એક વિકેટ ઝડપી હતી. આ અગાઉ ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં 191 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 57 રન ફટકાર્યા હતા. દિવસના અંતે ઇગ્લેન્ડ તરફથી ડેવિડ મલાન 26 અને ક્રેગ ઓવરટન એક રને રમતમાં હતા.