IND vs ENG, 2nd Innings Highlights: ઓવલમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 157 રને ઐતિહાસિક જીત, સીરીઝમાં 2-1ની લીડ

India vs England, 2nd Innings Highlights: ઓવલમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 157 રને ઐતિહાસિક જીત મેળવી છે. ભારતે સીરીઝમાં 2-1થી લીડ મેળવી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 06 Sep 2021 09:16 PM
ભારતની ઐતિહાસિક જીત

ઓવલમાં ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ સામે 157 રનથી ઐતિહાસિક જીત થઈ છે. 

ભારત જીતથી 1 વિકેટ દૂર

ઓવલમાં ટીમ ઈન્ડિયા ઐતિહાસિક જીતથી માત્ર 1 વિકેટ દૂર છે. 

ટીમ ઈન્ડિયા જીતથી માત્ર 2 વિકેટ દૂર

ટીમ ઈન્ડિયા જીતથી માત્ર 2 વિકેટ દૂર છે. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 8 વિકેટ ગુમાવી 193 રન  છે. 

ભારતને જીત માટે 4 વિકેટની જરુર

ભારતને જીત માટે 4 વિકેટની જરુર છે. ઈંગ્લેન્ડની ટીમે 152 રનમાં 6 વિકેટ ગુમાવી છે. ઈંગ્લેન્ડને જીત માટે હજુ 214 રનની જરુર છે. 

જાડેજાએ ટીમ ઈન્ડિયાને ત્રીજી સફળતા અપાવી

હસીબ હમીદ 63 રન બનાવી આઉટ થયો છે. રવિંદ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયાને ત્રીજી સફળતા અપાવી છે. ઈંગ્લેન્ડને હવે જીત માટે 227 રનની જરુર છે. 

ઈંગ્લેન્ડને જીત માટે 230 રનની જરુર

ઈંગ્લેન્ડને જીત માટે 230 રનની જરુર છે. હમીદે અડધી સદી ફટકારી  છે. 

શાર્દુલે અપાવી ભારતને પ્રથમ સફળતા

શાર્દુલ ઠાકુરે ટીમ ઇન્ડિયાને  પ્રથમ સફળતા અપાવી હતી. શાર્દુલે ઓપનર રોરી બર્ન્સને આઉટ કર્યો હતો. 100ના સ્કોર પર ઇગ્લેન્ડે પ્રથમ વિકેટ ગુમાવી હતી. બર્ન્સ 50 રન બનાવી આઉટ થયો હતો.

બ્રેકગ્રાઉન્ડ

ભારત અને ઇંગ્લેન્ડ (Ind Vs Eng)ની વચ્ચે ચોથી ટેસ્ટ મેચનો આજે છેલ્લો દિવસ હતો. ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શ કરતા ઓવલમાં ઈંગ્લેન્ડ સામે  157 રને ઐતિહાસિક જીત મેળવી છે. ભારતે સીરીઝમાં 2-1થી લીડ મેળવી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.