નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજી વનડે મેચ પુણેમાં રમાઇ રહી છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીત માટે 337 રનનો લક્ષ્યાંક આપ્યો છે. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરુઆત ધીમી હતી પરંતુ બાદમાં બેરિસ્ટો, રોય અને બેન સ્ટોકે આક્રમક બેટિંગ કરતા ટીમને જીત નજીક પહોંચાડી દીધી છે. બેન સ્ટોક અને બેરિસ્ટોએ તોફાની બેટિંગ કરતા 5.1 ઓવરમાં 90 રન ફટકાર્યા હતા.
સ્ટોકે પોતાની ઈનિંગ દરમિયાન ભારતીય બોલરોની ખૂબ ધોલાઈ કરી હતી. તેણે 10 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. 34મી ઓવરમાં કૃણાલ પંડ્યાને 3 સિક્સ અને એક ફોર ફટકારી હતી. આ ઓવરમાં કૃણાલ પંડ્યાએ 28 રન આપ્યા હતા. આ પહેલા 33મીં ઓવરમાં કુલદીપ યાદવને પણ ત્રણ સિક્સ ફટકારી હતી. 52 બોલમાં 99 રન બનાવી આઉટ થયો હતો.
સ્ટોક્સની આક્રમક ઈનિંગના કારણે ઈંગ્લેન્ડની ટીમ જીતની નજીર પહોંચી ગઈ છે. હાલ ઈંગ્લેન્ડની ટીમને જીત માટે 57 બોલમાં 18 રનની જરૂર છે. બેરસ્ટોએ આક્રમક ઈનિંગ રમતા 112 બોલમાં 124 રન ફટકાર્યા હતા.