IND vs ENG 2nd ODI Score: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને બીજી વનડેમાં 4 વિકેટથી હરાવ્યું, રોહિતની સદી

આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી વનડે રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.  

gujarati.abplive.com Last Updated: 09 Feb 2025 09:50 PM
IND vs ENG 2nd ODI: રોહિતની દમદાર સદીથી ભારતે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું

ભારતે વનડે શ્રેણીની બીજી મેચ 4 વિકેટે જીતી લીધી છે.ભારતે રોહિત શર્માની સદીના આધારે ઇંગ્લેન્ડને સતત બીજી મેચમાં હરાવ્યું. આ જીત સાથે ભારતે શ્રેણી પર પણ કબજો કરી લીધો છે. હવે ત્રણ મેચોની શ્રેણીની છેલ્લી મેચ 12 ફેબ્રુઆરીએ રમાશે.


પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 305 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે 44.4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી રોહિત શર્માએ 119 રનની ઇનિંગ રમી હતી. શુભમન ગીલે 60 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે અણનમ 41 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 44 રનનું યોગદાન આપ્યું હતું. આ રીતે ભારતે 4 વિકેટે મેચ જીતી લીધી હતી.

IND vs ENG 2nd ODI Live Score: ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો લાગ્યો, શ્રેયસ અય્યર 44 રન બનાવીને આઉટ 

ભારતની ચોથી વિકેટ શ્રેયસ અય્યરના રૂપમાં પડી હતી. અય્યર અડધી સદી ફટકારવામાં ચૂકી ગયો. તે 47 બોલમાં 44 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે 37 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 258 રન બનાવ્યા છે. ભારતને જીતવા માટે 47 રનની જરૂર છે.

IND vs ENG 2nd ODI Live Score: રોહિત શર્મા આઉટ

લિયામ લિવિંગસ્ટોનના ફુલ ટોસ બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે રોહિત શર્મા આઉટ થયો. રોહિતે 119 રન બનાવ્યા હતા, તેનો કેચ આદિલ રાશિદે પકડ્યો હતો. રોહિત બાદ નવો બેટ્સમેન અક્ષર પટેલ બેટિંગ કરવા આવ્યો છે. શ્રેયસ અય્યર હાલમાં 30 રન બનાવીને રમી રહ્યો છે.

IND vs ENG 2nd ODI Live Score: રોહિતે કટકમાં ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી

રોહિત શર્માએ વિસ્ફોટક બેટિંગ કરતા પોતાની ODI કારકિર્દીની 32મી સદી ફટકારી હતી. રોહિતે બીજી વનડેમાં વિસ્ફોટક બેટિંગ કરતા સદી ફટકારી હતી.આ દરમિયાન રોહિત શર્માએ 7 સિક્સર ફટકારી હતી.

IND vs ENG 2nd ODI Live Score: ભારતને બીજો મોટો ઝટકો,  કોહલી આઉટ

ભારતની મોટી વિકેટ પડી. વિરાટ કોહલી આઉટ થયો હતો. રશિદે તેને આઉટ કર્યો. કોહલીએ 8 બોલનો સામનો કર્યો અને 5 રન બનાવ્યા.  રોહિત શર્મા હાલ મેદાન પર છે.

IND vs ENG 2nd ODI Live Score: ભારતને મોટો ઝટકો,  ગિલ આઉટ

ભારતની મોટી વિકેટ પડી. શુભમન ગિલ અડધી સદી બાદ આઉટ થયો હતો. જેમી ઓવરટને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. શુભમને 52 બોલનો સામનો કર્યો અને 60 રન બનાવ્યા. તેણે 9 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.


હવે વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો છે. ભારતે 16.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 136 રન બનાવી લીધા છે. રોહિત 73 રન બનાવીને રમી રહ્યો છે.

IND vs ENG 2nd ODI Live Score: ભારતે 15 ઓવરમાં 114 રન બનાવ્યા હતા

ટીમ ઈન્ડિયાએ 15 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 114 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 62 રન બનાવીને રમી રહ્યો છે. શુભમન ગિલ 50 રન બનાવીને રમી રહ્યો છે.

IND vs ENG 2nd ODI Live Score: ભારતે 12 ઓવરમાં 91 રન બનાવ્યા હતા

ટીમ ઈન્ડિયાએ 12 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 91 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 54 રન બનાવીને રમી રહ્યો છે. શુભમન ગિલ 35 રન બનાવીને રમી રહ્યો છે.


ઈંગ્લેન્ડના બોલરો હજુ સુધી આ જોડીને તોડી શક્યા નથી. ઈંગ્લેન્ડે અત્યાર સુધીમાં 4 બોલરોનો ઉપયોગ કર્યો છે.

IND vs ENG 2nd ODI Live Score: રોહિતની વિસ્ફોટક અડધી સદી

રોહિત શર્માએ વિસ્ફોટક બેટિંગ કરતા અડધી સદી ફટકારી છે. તે 32 બોલમાં 52 રન બનાવીને રમી રહ્યો છે. રોહિતે 4 ફોર અને 4 સિક્સર ફટકારી છે. શુભમન ગિલ 20 રન બનાવીને રમી રહ્યો છે.


ભારતે 9 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 74 રન બનાવી લીધા છે.

IND vs ENG 2nd ODI Live Score: રોહિત-ગિલે અડધી સદીની ભાગીદારી પૂરી કરી 

રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે અડધી સદીની ભાગીદારી પૂર્ણ થઈ હતી. રોહિત 36 રન બનાવીને રમી રહ્યો છે. શુભમન ગિલ 18 રન બનાવીને રમી રહ્યો છે.


ભારતે 7 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 56 રન બનાવી લીધા છે.

IND vs ENG 2nd ODI Live Score: ફ્લડલાઇટમાં સમસ્યાને કારણે મેચ રોકાઈ

ભારતે 6.1 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 48 રન બનાવી લીધા છે. રોહિત 29 રન અને શુભમન ગિલ 17 રન બનાવીને અણનમ છે. પરંતુ ફ્લડલાઈટમાં સમસ્યાના કારણે મેચ રોકી દેવામાં આવી છે. બંને ટીમના ખેલાડીઓ મેદાન છોડીને બહાર છે  

IND vs ENG 2nd ODI Live Score: રોહિતે ભારતને વિસ્ફોટક શરૂઆત અપાવી હતી

રોહિત શર્માએ ભારતને ધમાકેદાર શરૂઆત અપાવી છે. તે 12 બોલમાં 19 રન બનાવીને રમી રહ્યો છે. રોહિતે 2 સિક્સર અને 1 ફોર ફટકારી છે. શુભમન ગિલ 4 રન બનાવીને રમી રહ્યો છે.


ભારતે 3 ઓવરમાં 24 રન બનાવ્યા છે.

IND vs ENG 2nd ODI Live Score: ક્રિઝ પર રોહિત શર્મા અને શુભમન ગિલ

ભારતીય ટીમને 305 રનનો લક્ષ્યાંક મળ્યો છે. ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલ ક્રિઝ પર છે. બીજી ઓવર પછી ભારતનો સ્કોર 13 રન છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ગુસ એટકિન્સનની ઓવરમાં એક ફોર અને એક સિક્સ સહિત 12 રન બનાવ્યા હતા.

IND vs ENG 2nd ODI Live Score: ઈંગ્લેન્ડે ભારતને 305 રનનો ટાર્ગેટ આપ્યો 

ઈંગ્લેન્ડે વનડે સીરીઝની બીજી મેચ જીતવા માટે ભારતને 305 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ માટે બેન ડકેટ અને જો રૂટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બંનેએ અડધી સદી ફટકારી હતી. ડકેટ 65 રન બનાવીને આઉટ થયો હતો. રૂટ 69 રન બનાવીને આઉટ થયો હતો. જોસ બટલરે 34 રનનું યોગદાન આપ્યું હતું. હેરી બ્રુક 31 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.


ભારત માટે રવિન્દ્ર જાડેજાએ ઘાતક બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરમાં 35 રન આપીને 3 વિકેટ લીધી હતી. જાડેજાએ 1 મેડન ઓવર પણ ફેંકી હતી. વરુણ ચક્રવર્તીએ 10 ઓવરમાં 54 રન આપીને 1 વિકેટ લીધી હતી.

IND vs ENG 2nd ODI Live Score: ઇંગ્લેન્ડે 40 ઓવરમાં 230 રન બનાવ્યા હતા

ઈંગ્લેન્ડે 40 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 230 રન બનાવ્યા છે. રૂટ 65 બોલમાં 56 રન બનાવીને રમી રહ્યો છે. લિવિંગસ્ટન 6 રન બનાવીને રમી રહ્યો છે.

IND vs ENG 2nd ODI Live Score: ઈંગ્લેન્ડે 33 ઓવરમાં 186 રન બનાવ્યા હતા

ઈંગ્લેન્ડે 33 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા છે. રુટ અડધી સદીની નજીક છે. તે 42 રન બનાવીને રમી રહ્યો છે. રૂટે 4 ચોગ્ગા ફટકાર્યા છે. બટલર 11 રન બનાવીને રમી રહ્યો છે.


ભારત તરફથી વરુણ ચક્રવર્તી, રવિન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાએ એક-એક વિકેટ લીધી હતી.

IND vs ENG 2nd ODI Live Score: રાણાએ ભારતને વિકેટ અપાવી હતી

હર્ષિત રાણાએ ભારતને મહત્વની વિકેટ અપાવી છે. હેરી બ્રુક 31 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગીલે તેનો કેચ કર્યો હતો.


ઈંગ્લેન્ડે 29.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા છે. હવે જોસ બટલર બેટિંગ કરવા આવ્યો છે.

IND vs ENG 2nd ODI Live Score: બ્રુક-રૂટે ભારતની મુશ્કેલીઓ વધારી

હેરી બ્રુક અને જો રૂટ વચ્ચે અડધી સદીની ભાગીદારી પૂર્ણ થઈ ગઈ છે. બંનેએ 56 રનની ભાગીદારી કરી છે. બ્રુક 29 રન બનાવીને રમી રહ્યો છે. રૂટ 27 રન બનાવીને રમી રહ્યો છે.


ઈંગ્લેન્ડે 28 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 158 રન બનાવી લીધા છે. ભારત વિકેટની તલાશમાં છે.

IND vs ENG 2nd ODI Live Score: ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 118 રન બનાવ્યા હતા

ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 118 રન બનાવ્યા છે. જો રૂટ 11 રન બનાવીને રમી રહ્યો છે. હેરી બ્રુક પણ 11 રન બનાવીને રમી રહ્યો છે.


જાડેજા અને વરુણ ચક્રવર્તીએ ભારતને 1-1 વિકેટ અપાવી છે.

 IND vs ENG 2nd ODI Live Score: જાડેજાએ ભારતને વિકેટ અપાવી હતી

રવિન્દ્ર જાડેજાએ ભારતને મોટી સફળતા અપાવી છે. ઈંગ્લેન્ડની બીજી વિકેટ પડી. બેન ડકેટ 56 બોલમાં 65 રન બનાવીને આઉટ થયો હતો. આ ઇનિંગ દરમિયાન તેણે 10 ચોગ્ગા ફટકાર્યા હતા. હવે હેરી બ્રુક બેટિંગ કરવા આવ્યો છે.


ઈંગ્લેન્ડે 16 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 102 રન બનાવ્યા હતા.

IND vs ENG 2nd ODI Live Score: ઈંગ્લેન્ડની પ્રથમ વિકેટ પડી 

ઈંગ્લેન્ડની પ્રથમ વિકેટ 11મી ઓવરમાં 81 રનના સ્કોર પર પડી હતી. ફિલ સોલ્ટ 29 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી બે ચોગ્ગા અને એક છગ્ગો આવ્યો હતો. સોલ્ટને પોતાની ડેબ્યુ મેચ રમી રહેલા વરુણ ચક્રવર્તીએ આઉટ કર્યો હતો. બીજી તરફ બેન ડકેટે 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

IND vs ENG 2nd ODI Live Updates:ઈંગ્લેન્ડનો સ્કોર 35/0

5 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કોર કોઈ વિકેટ ગુમાવ્યા વગર 35 રન છે. બેન ડકેટ 19 બોલમાં 27 રન બનાવીને રમતમાં છે. તેણે અત્યાર સુધીમાં 6 ચોગ્ગા ફટકાર્યા છે. ફિલ સોલ્ટ 11 બોલમાં એક ફોર સાથે છ રન પર છે.

IND vs ENG 2nd ODI Live Updates: બેન ડકેટ  શાનદાર ઈનિંગ રમી રહ્યો છે

બેન ડકેટ માત્ર ચોગ્ગા જ ફટકારી રહ્યો છે.  તે હવે 11 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 18 રન પર છે. 3 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 23 રન છે. ફિલ સોલ્ટ સાત બોલમાં એક ચોગ્ગા સાથે પાંચ રન પર છે.

IND vs ENG 2nd ODI Live Updates: ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

ફિલ સોલ્ટ (wk), બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (c), લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટોન, ગસ અટકિન્સન, આદિલ રશીદ, માર્ક વુડ, સાકિબ મહમૂદ.

IND vs ENG 2nd ODI Live Updates: ભારતની પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી અને વરુણ ચક્રવર્તી.

IND vs ENG 2nd ODI Live Updates: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો 

ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે પ્લેઈંગ ઈલેવનમાં 3 ફેરફાર કર્યા છે. આજે ભારતમાં સ્પિનર ​​વરુણ ચક્રવર્તીને ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. વિરાટ કોહલી પણ પરત ફર્યો છે.

બ્રેકગ્રાઉન્ડ

India vs England, 2nd ODI: આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી વનડે રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.  આ મેચ કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.  ટીમ ઈન્ડિયા ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે.


બારાબતી સ્ટેડિયમ પિચ રિપોર્ટ


કટકના બારાબતી સ્ટેડિયમની આ પીચ બેટ્સમેનો માટે યોગ્ય રહેશે. અહીં 300 થી વધુ રન બનાવી શકાય છે. આ પીચ પર બેટ્સમેન સેટ થઈ શકે છે.  જોકે ઝાકળની અસર યથાવત રહેવાની ધારણા છે.


ભારત-ઈંગ્લેન્ડ બીજી વનડે મેચ પ્રિડિક્શન


ઈંગ્લેન્ડની ટીમમાં ઘણા મેચ વિનિંગ ખેલાડીઓ હોવા છતાં તેઓ ભારતીય બોલરો સામે કોઈ ભૂમિકા ભજવી રહ્યા નથી. મેચમાં નિશ્ચિતપણે નજીકનો મુકાબલો હોઈ શકે છે, પરંતુ ભારતની જીતની વધુ તકો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.