IND vs ENG 2nd ODI Timing, Venue, Live Streaming: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ બીજી વનડે આજે કાર્ડિફમાં આવેલા સોફિયા ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. ભારત આ મેચ જીતીને સિરીઝમાં અજેય લીડ મેળવવા માંગશે, જ્યારે સિરીઝ જીતવાની આશા જીવંત રાખવા માટે યજમાન ટીમને કોઈપણ ભોગે જીત જરૂરી છે. આજે રમાનારી રોમાંચક મેચનો સમય અલગ છે, જ્યારે ગત મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થઈ હતી. જાણો આજે મેચ કેટલા વાગ્યે શરૂ થશે, તેનું લાઈવ પ્રસારણ કઈ ચેનલ પર અને લાઈવ સ્ટ્રીમિંગ કઈ એપ પર થશે.
પહેલી મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્માનું બેટ ચાલ્યું ન હતું, જ્યારે કેપ્ટન શુભમન ગિલે 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોવાનું રહેશે કે કેપ્ટન આજે રમે છે કે નહીં, કારણ કે ગત મેચમાં તે ઈજાના કારણે રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર જતો રહ્યો હતો. તો બીજી તરફ સંદર અને અક્ષર પટેેલે શાનદાર બેટિંગ કરી ભારતને જીત અપાવી હતી.
આ પણ વાંચો...મોડે સુધી જાગવા તૈયાર રહેજો! ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર 2જી વનડેના સમયમાં મોટો ફેરફાર
સોફિયા ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમે 2014 પછી સોફિયા ગાર્ડન્સ સ્ટેડિયમમાં કોઈ મેચ રમી નથી, આ ગ્રાઉન્ડ પર રમાયેલી 4 મેચોમાંથી ભારતે 3માં જીત મેળવી છે. ઇંગ્લેન્ડ સામે અહીં રમાયેલી 2 મેચોમાંથી 1 ભારતે જીતી છે અને 1 માં હાર થઈ છે.
કેટલા વાગ્યે શરૂ થશે IND vs ENG 2nd ODI?
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ બીજી વનડે કાર્ડિફના સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થશે, આ સમયે ભારતમાં સાંજના 5:30 વાગ્યા હશે. ભારતીય સમય અનુસાર ટોસ સાંજે 5 વાગ્યે થશે.
IND vs ENG 2nd ODI નું લાઈવ પ્રસારણ ક્યાં?
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ બીજી વનડેનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પર થશે.
IND vs ENG 2nd ODI નું લાઈવ સ્ટ્રીમિંગ કઈ એપ પર થશે?
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ બીજી વનડેનું લાઈવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ અને વેબસાઈટ પર થશે.
