Jasprit Bumrah Injury Update: માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાઈ રહેલી ત્રીજી વનડેમાં જ્યારે ટોસ થયો ત્યારે બધા ક્રિકેટ ફેન્સને આશ્ચર્ય થયું હતું. કારણ કે, ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, આજે જસપ્રીત બુમરાહ પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી અને આજની મેચમાં બોલિંગ કરતો જોવા નહી મળે. ત્યારથી બધા એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે બુમરાહ કેમ મેચ નથી રમી રહ્યો.
BCCIએ આ જવાબ આપ્યોઃ
જસપ્રીત બુમરાહ વિશે અપડેટ આપતાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ (BCCI) કહ્યું કે, "જસપ્રીત બુમરાહની પીઠમાં દુઃખાવો થવાને કારણે ત્રીજી વનડે રમી રહ્યો નથી. બુમરાહની જગ્યાએ અર્શદીપ સિંહને પણ નથી પસંદ કરવામાં આવ્યો કારણ કે, તે હજુ પણ તેના પેટની જમણી બાજુ થયેલી તાણમાંથી સંપૂર્ણ પણ સ્વસ્થ થયો નથી."
મોહમ્મદ સિરાજને તક મળીઃ
ત્રીજી વનડેમાં બુમરાહની જગ્યાએ યુવા ઝડપી બોલર મોહમ્મદ સિરાજને તક મળી છે. થોડા સમય પહેલાં સિરાજે પાંચમી રિશેડ્યુલ ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે ટેસ્ટ મેચમાં ઈંગ્લિશ બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા.
ત્રીજી વનડેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ જસપ્રીત બુમરાહને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું નથી. પીઠના દુખાવાના કારણે બુમરાહ ત્રીજી વનડેમાંથી બહાર થઈ ગયો છે. તેની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો.
ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ કૃષ્ણા
ઈંગ્લેન્ડ પ્લેઈંગ ઈલેવન: જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (w/c), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રેગ ઓવરટોન, ડેવિડ વિલી, બ્રાઈડન કાર્સ, રીસ ટોપલી.
આ પણ વાંચોઃ