Old Trafford ODI Records: માન્ચેસ્ટર શહેરના ઓલ્ડ ટ્રેફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ (Old Trafford) પર ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG)ની વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ રમાશે. આ પીચ પર આ અગાઉ ચાર વાર વનડે મેચોમાં આમને સામને આવી ચૂકી છે, જ્યાંર ઇંગ્લેન્ડને ત્રણ અને ભારતને એક મેચમાં જીત મળી છે. જાણો આ મેદાન પર હાર-જીતના કેટલાક ખાસ આંકડા............... 


ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર હાર-જીતના આંકડા - 
ઇંગ્લેન્ડે ઓલ્ડ ટ્રેફર્ડમાં કુલ 42 વનડે મેચ રમી છે, જેમાં તેને 27 માં જીત અને 14 માં હારનો સામનો કરવો પડ્યો છે.
ભારતીય ટીમ આ મેદાન પર કુલ 11 વનડે રમી છે, જ્યાં તેને 5માં જીત અને 6માં હારનો સામનો કરવો પડ્યો છે. 
ઓલ્ડ ટ્રેફર્ડમાં સૌથી વધુ વનડે રન બનાવવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઇયૉન મૉર્ગનના નામે નોંધાયેલો છે. મૉર્ગને અહીં 13 મેચોમાં 456 રન ફટકાર્યા છે.
આ મેદાન પર વનડેમાં સૌથી વધુ સફળ બૉલર ઇંગ્લેન્ડનો બૉબ વિલિસ રહ્યો છે, બૉબે અહીં 9 મેચોમાં 15 વિકેટો ઝડપી છે.
આ મેદાનમાં સર્વોચ્ચ સ્કૉર 396/7 છે, જે ઇંગ્લેન્ડે જૂન 2019માં અફઘાનિસ્તાન વિરુદ્ધ બનાવ્યો હતો. 
અહીં સૌથી ઓછો સ્કૉર 45 રનનો રહ્યો છે, જે કેનેડાના નામે નોંધાયેલો છે. 
ભારત માટે અહીં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી રોહિત શર્મા રહ્યો છે, હિટમેને અહીં 159 રન બનાવ્યા છે. 
ભારત માટે આ મેદાન પર સૌથી વધુ વિકેટ લેનારો બૉલર રોજર બિન્ની અને વેંકેટેશ પ્રસાદ રહ્યો છે, બન્નેના નામે 7-7 વિકેટો નોંધાયેલી છે. 


સીરીઝ 1-1 ની બરાબરી પર - 
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે વનડે સીરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ રમાશે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારત અને ઇંગ્લેન્ડ બન્ને 1-1ની બરાબરી પર છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમે જીત સાથે વનડે સીરીઝમાં લીડ બનાવી લીધી હતી, જોકે બીજી વનડેમાં ઇંગ્લિશ ટીમે વળતો પ્રહાર કરીને ભારતીય ટીમને 100 રનથો હાર આપી હતી, આ સાથે જ જૉસ બટલરની કેપ્ટનશીપ વાળી ઇંગ્લેન્ડ ટીમે સીરીઝમાં 1-1ની બરાબરી કરીને સીરીઝને જીવંત રાખી હતી. 


 


આ પણ વાંચો.......... 


Gujarat corona: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 777 કેસ નોંધાયા, 626 દર્દી થયા સાજા


Sri Lanka Crisis: 'સંકટમાં ફક્ત ભારત જ અમારી મદદ કરી રહ્યુ છે', શ્રીલંકાના ઉર્જામંત્રીએ કરી પ્રશંસા


Horoscope Today 17 July 2022: મેષ, કર્ક, તુલા રાશિએ ન કરવું જોઈએ આ કામ, જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ


India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડ નજીક, સતત ચોથા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ


Gujarat Education News: ગુજરાતની શાળાઓમાં ક્લાર્ક તથા પટાવાળાની અછત, 13 વર્ષથી નથી કરવામાં આવી ભરતી, જાણો વિગત


મેઘરાજાના વિરામ બાદ ડાંગમાં જોવા મળ્યા તારાજીના દ્રશ્યો, પૂર્ણા નદીના પાણી ઓસરતા મળ્યા પાંચ મૃતદેહો