IND vs ENG 3rd ODI ઋષભ પંતે સદી ફટકારી ભારતને જીત અપાવી, ભારતે 2-1થી સિરીઝ જીતી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ વન ડે મેચોની સિરીઝની છેલ્લી મેચ ઈંગ્લેન્ડના ટ્રેફર્ડ મેદાન પર રમાઈ રહી છે.

gujarati.abplive.com Last Updated: 17 Jul 2022 10:47 PM
ભારતની શાનદાર જીત

ભારતે ઈંગ્લેન્ડને 5 વિકેટથી હરાવ્યું. આ સાથે ઋષભ પંતે મેચ વિનિંગ બેટિંગ કરીને ભારતને જીત અપાવી છે.

ઋષભ પંતે સદી ફટકારી

ઋષભ પંતે 106 બોલમાં 100 રન પુર્ણ કર્યું. આ સાથે ઋષભ પંતે પોતાની કારકીર્દીનું પ્રથમ શતક પુર્ણ કર્યું છે. હાલ ભારતને 55 બોલમાં 24 રનની જરુર.

ઋષભ પંત અને જાડેજાએ બાજી સંભાળી

ઋષભ પંત અને જાડેજાએ બાજી સંભાળી છે. હાલ ભારતનો સ્કોર 233 રન પર 5 વિકેટ. જીત માટે 27 રનની જરુર. 

સુર્યકુમાર યાદવ આઉટ

સુર્યકુમાર યાદવ આઉટ 16 રન બનાવી આઉટ થયો.

ભારતનો સ્કોર 52 રન પર પહોંચ્યો

12 ઓવરના અંતે ભારતનો સ્કોર 52 રન પર પહોંચ્યો છે. હાલ ઋષભ પંત અને સુર્યકુમાર યાદવ રમતમાં છે.

વિરાટ કોહલી કેચ આઉટ

વિરાટ કોહલી ટોપ્લીના બોલ પર 17 રન બનાવી વિકેટ કીપર બટલરના હાથે કેચ આઉટ થયો. હાલ 8.4 ઓવર પર ભારતનો સ્કોર 42 રન અને 3 વિકેટ.

રોહિત શર્મા આઉટ

5મી ઓવરમાં રોહિત શર્મા રીસી ટોપ્લીના બોલ પર 17 રન બનાવી આઉટ થયો. હાલ વિરાટ કોહલી અને ઋષભ પંત મેદાનમાં. ભારતનો સ્કોર 29 રન પર 2 વિકેટ.

શિખર ધવન આઉટ

ઓપનિંગ કરવા આવેલ શિખર ધવન બીજી ઓવરમાં રીસી ટોપ્લીના બોલ પર 1 રન બનાવી કેચ આઉટ થયો. હાલ ભારતનો સ્કોર 2.3 ઓવર પર 13 રન અને 1 વિકેટ. કોહલી અને રોહિત રમતમાં છે.

45.5 ઓવરમાં ઈંગ્લેન્ડ ઓલ આઉટ

46મી ઓવરમાં ચહલે ક્રિગ ઓવરટનને 32 રન પર આઉટ કર્યો. ત્યાર બાદ રીસી ટોપલીને 0 રન પર બોલ્ડ કર્યો. ઈંગ્લેન્ડે 45.5 ઓવર રમીને 259 રન બનાવ્યા છે.

ઈંગ્લેન્ડનો સ્કોર 251 રન પર 8 વિકેટ

ડેવિડ વિલી 15 બોલમાં 18 રન બનાવી ચહલના બોલ પર કેચ આઉટ થયો. 44 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 251 રન પર 8 વિકેટ. હાલ ઓવરટન અને કાર્સ રમતમાં છે.

એક જ ઓવરમા હાર્દિકનો કમાલ

એક જ ઓવરમા હાર્દિકની શાનદાર બોલિંગનો કમાલ જોવા મળ્યો છે. 37મી ઓવરમાં લિવિંગસ્ટોનને આઉટ કર્યા બાદ હાર્દિક પંડ્યાના બોલ પર જોસ બટલર પણ જાડેજાના હાથે કેચ આઉટ થયો છે. બટલરે 80 બોલમાં 60 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડનો સ્કોર 199 રન પર 7 વિકેટ.

લિયામ લિવિંગસ્ટોન આઉટ

હાર્દિક પંડ્યાના બોલ પર લિયામ લિવિંગસ્ટોન જાડેજાના હાથે કેચ આઉટ થયો છે. લિવિંગસ્ટોને 31 બોલમાં 27 રન બનાવ્યા છે. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 36.3 ઓવરે 198 રન પર 6 વિકેટ.

35 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર

35 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 190 રન છે. કેપ્ટન જોસ બટલર 59 અને લિયામ લિવિંગસ્ટોન 20 રન સાથે રમતમાં છે.

મોઈન અલી 34 રન બનાવી આઉટ થયો

રવિન્દ્ર જાડેજાના બોલ પર મોઈન અલી ઋષભ પંતના હાથે કેચ આઉટ થયો. મોઈન અલીએ 44 બોલમાં 34 રન બનાવ્યા છે. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 27.2 ઓવર પર 149 રન - 5 વિકેટ

ઈંગ્લેન્ડનો સ્કોર 149 રન પર 4 વિકેટ

27 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 149 રન પર 4 વિકેટ. હાલ બટલર અને મોઈન અલી રમતમાં છે.

ઈંગ્લેન્ડ 100 રનને પાર

22.4  ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 118 રન છે. જોસ બટલર 30 રન અને મોઈન અલી 14 રને રમતમાં છે.  

હાર્દિક પંડ્યાનો શાનદાર સ્પેલ

20  ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 91 રન છે. જોસ બટલર 13 રન અને મોઈન અલી 5 રને રમતમાં છે. હાર્દિક પંડ્યાએ 4 ઓવરના સ્પેલમાં 3 મેડન નાંખી 2 વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડ પર દબાણ સર્જ્યું.





ભારતને મળી ચોથી સફળતા

13.2 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 74 રન છે.  બેન સ્ટોક્સ 27 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં કોટ એન્ડ બોલ્ડ થયો હતો. જોસ બટલર 4 રને રમતમાં છે.

ભારતને મળી ત્રીજી સફળતા

10 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 66 રન છે. જેસન રોય 31 બોલમાં 41 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમા પંતને કેચ આપી બેઠો હતો. બેન સ્ટોક્સ 24 અને કેપ્ટન જોસ બટલર 0 રને રમતમાં છે.

5 ઓવરના અંતે શું છે સ્કોર

5 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 32 છે.  બેન સ્ટોક્સ 12 અને જેસન રોય 20 રને રમતમાં છે. બે વિકેટ ગુમાવી હોવા છતાં ઈંગ્લેન્ડના બેટ્સમેનો ફટકાબાજી કરી રહ્યા છે.

સિરાજનો ડબલ ધમાકો

ઈંગ્લેન્ડે મજબૂત શરૂઆત કરતા પ્રથમ ઓવરમાં 12 રન બનાવ્યા હતા. બીજી ઓવરમાં મોહમ્દ સિરાજે બેરસ્ટો અને રૂટની વિકેટ લીધી હતી. બંને ખાતું પણ ખોલી શક્યા નહોતા. 2 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 12 રન છે. 





ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન

ઈંગ્લેન્ડ (પ્લેઈંગ ઈલેવન): જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (c/w), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રેગ ઓવરટોન, ડેવિડ વિલી, બ્રાઈડન કાર્સ, રીસ ટોપલી

ભારતની પ્લેઈંગ ઈલેવન:

ભારત (પ્લેઈંગ ઈલેવન): રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, પ્રશાંત ક્રિષ્ના

બ્રેકગ્રાઉન્ડ

IND vs ENG ODI Live Streaming - ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે વનડે સીરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ રમાઈ રહી છે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારત અને ઇંગ્લેન્ડ બન્ને 1-1ની બરાબરી પર છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમે જીત સાથે વનડે સીરીઝમાં લીડ બનાવી લીધી હતી, જોકે બીજી વનડેમાં ઇંગ્લિશ ટીમે વળતો પ્રહાર કરીને ભારતીય ટીમને 100 રનથો હાર આપી હતી, આ સાથે જ જૉસ બટલરની કેપ્ટનશીપ વાળી ઇંગ્લેન્ડ ટીમે સીરીઝમાં 1-1ની બરાબરી કરીને સીરીઝને જીવંત રાખી હતી. 


માન્ચેસ્ટર શહેરના ઓલ્ડ ટ્રેફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ (Old Trafford) પર ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG)ની વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ રમાઈ રહી છે. આ પીચ પર આ અગાઉ ચાર વાર વનડે મેચોમાં આમને સામને આવી ચૂકી છે, જ્યાંર ઇંગ્લેન્ડને ત્રણ અને ભારતને એક મેચમાં જીત મળી છે. જાણો આ મેદાન પર હાર-જીતના કેટલાક ખાસ આંકડા.


ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર હાર-જીતના આંકડા - 
ઇંગ્લેન્ડે ઓલ્ડ ટ્રેફર્ડમાં કુલ 42 વનડે મેચ રમી છે, જેમાં તેને 27 માં જીત અને 14 માં હારનો સામનો કરવો પડ્યો છે.
ભારતીય ટીમ આ મેદાન પર કુલ 11 વનડે રમી છે, જ્યાં તેને 5માં જીત અને 6માં હારનો સામનો કરવો પડ્યો છે. 
ઓલ્ડ ટ્રેફર્ડમાં સૌથી વધુ વનડે રન બનાવવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઇયૉન મૉર્ગનના નામે નોંધાયેલો છે. મૉર્ગને અહીં 13 મેચોમાં 456 રન ફટકાર્યા છે.
આ મેદાન પર વનડેમાં સૌથી વધુ સફળ બૉલર ઇંગ્લેન્ડનો બૉબ વિલિસ રહ્યો છે, બૉબે અહીં 9 મેચોમાં 15 વિકેટો ઝડપી છે.
આ મેદાનમાં સર્વોચ્ચ સ્કૉર 396/7 છે, જે ઇંગ્લેન્ડે જૂન 2019માં અફઘાનિસ્તાન વિરુદ્ધ બનાવ્યો હતો. 
અહીં સૌથી ઓછો સ્કૉર 45 રનનો રહ્યો છે, જે કેનેડાના નામે નોંધાયેલો છે. 
ભારત માટે અહીં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી રોહિત શર્મા રહ્યો છે, હિટમેને અહીં 159 રન બનાવ્યા છે. 
ભારત માટે આ મેદાન પર સૌથી વધુ વિકેટ લેનારો બૉલર રોજર બિન્ની અને વેંકેટેશ પ્રસાદ રહ્યો છે, બન્નેના નામે 7-7 વિકેટો નોંધાયેલી છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.