IND vs ENG 3rd ODI: ભારતે 142 રને જીતી ત્રીજી વનડે,ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બતાવ્યો દમ
IND vs ENG 3rd ODI Live Score Updates: ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પહેલી બે મેચ જીતીને અજેય લીડ મેળવી છે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs ENG 3rd ODI Live Score Updates: ભારત અને ઇંગ્લેન્ડની ટીમો આજે એટલે કે બુધવાર, 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ત્રણ મેચની વન-ડે સીરિઝની ત્રીજી અને...More
IND vs ENG 3rd ODI Match Report Gujarati: અમદાવાદમાં રમાયેલી ત્રીજી ODI મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 142 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ૩૫૬ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં આખી ઈંગ્લેન્ડ ટીમ ૨૧૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમની જીતનો સૌથી મોટો હીરો શુભમન ગિલ હતો, જેણે ૧૧૨ રનની સદીની ઇનિંગ્સ રમી હતી. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગ પણ જોરદાર રહી, કારણ કે દરેક બોલરે ઓછામાં ઓછી એક વિકેટ લીધી હતી.
ઇંગ્લેન્ડનો આઠમો બેટ્સમેન પેવેલિયન પરત ફર્યો છે. હાર્દિક પંડ્યાએ માર્ક વુડને આઉટ કર્યો. માર્ક વુડે 7 બોલમાં 9 રન બનાવ્યા. હવે ઇંગ્લેન્ડનો સ્કોર 9 વિકેટે 193 રન છે. આ રીતે, ભારતીય ટીમ મોટી જીતથી માત્ર 1 વિકેટ દૂર છે.
ઈંગ્લેન્ડે 161 રન પર છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. હવે મેચ સંપૂર્ણપણે ભારતના નિયંત્રણમાં છે. હેરી બ્રુક 26 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. તેને હર્ષિત રાણાએ આઉટ કર્યો.
ઇંગ્લેન્ડની પાંચમી વિકેટ 154 રનના સ્કોરે પડી ગઈ. જોસ બટલર 9 બોલમાં 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. તેને હર્ષિત રાણાએ બોલ્ડ કર્યો. હવે ઇંગ્લેન્ડની છેલ્લી આશા હેરી બ્રુક અને લિયામ લિવિંગસ્ટોન છે. બંને ક્રીઝ પર છે.
ઇંગ્લેન્ડે 134 રનના સ્કોર પર તેની ચોથી વિકેટ ગુમાવી દીધી છે. અક્ષર પટેલે ફોર્મમાં ચાલી રહેલા જો રૂટને બોલ્ડ આઉટ કર્યો. તે 29 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડને જીતવા માટે હજુ 223 રન બનાવવાના છે.
18મી ઓવરમાં 126 રનના સ્કોરે ઈંગ્લેન્ડે પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી. કુલદીપ યાદવે સેટ ટોમ બેન્ટનને પેવેલિયન મોકલ્યો. તે 41 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો હતો. હવે હેરી બ્રુક જો રૂટ સાથે ક્રીઝ પર છે.
ઇંગ્લેન્ડનો સ્કોર બે વિકેટે 115 રન સુધી પહોંચી ગયો છે. ટોમ બેન્ટન ૩૪ બોલમાં ૩૦ રન બનાવીને આઉટ છે. તેણે ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો છે. જો રૂટ ૧૯ બોલમાં બે ચોગ્ગાની મદદથી ૧૭ રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 44 બોલમાં 35 રનની ભાગીદારી થઈ છે.
૧૨ ઓવર પછી, ઇંગ્લેન્ડનો સ્કોર બે વિકેટે ૯૩ રન છે. ટોમ બેન્ટન 24 બોલમાં 18 રન બનાવીને રમતમાં છે. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો છે. જો રૂટ છ બોલમાં સાત રન બનાવીને રમી રહ્યો છે.
ઇંગ્લેન્ડની પહેલી વિકેટ સાતમી ઓવરમાં 60 રનના કુલ સ્કોર પર પડી. બેન ડકેટ 22 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો. તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. અર્શદીપ સિંહે બેન ડકેટને પેવેલિયન મોકલ્યો.
ફરી એકવાર ઇંગ્લેન્ડે શાનદાર શરૂઆત કરી છે. 4 ઓવર પછી વિના વિકેટે સ્કોર 32 રન છે. બેન ડકેટ ૧૨ બોલમાં ચાર ચોગ્ગાની મદદથી ૧૭ રન બનાવીને રમતમાં છે. ફિલ સોલ્ટ ૧૨ બોલમાં ૯ રન બનાવીને રમતમાં છે.
ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 357 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત તરફથી શુભમન ગિલે સૌથી વધુ 112 રન બનાવ્યા. આ ઉપરાંત વિરાટ કોહલીએ 52, શ્રેયસ ઐયરે 78 અને કેએલ રાહુલે 40 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી આદિલ રશીદે સૌથી વધુ ચાર વિકેટ લીધી.
ભારતે ૩૩૩ રનના સ્કોર પર સાતમી વિકેટ ગુમાવી દીધી છે. કેએલ રાહુલ 29 બોલમાં 40 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. ૪૭ ઓવર પછીનો સ્કોર સાત વિકેટે ૩૩૪ રન છે. વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણા ક્રીઝ પર છે.
ટીમ ઇન્ડિયાનો સ્કોર 5 વિકેટે 302 રન સુધી પહોંચી ગયો છે. હવે સાત ઓવર બાકી છે. આવી સ્થિતિમાં, ભારત સરળતાથી 360નો આંકડો પાર કરી શકે છે. હાલમાં કેએલ રાહુલ ૧૯ રન અને અક્ષર પટેલ ૧૧ રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે ૧૩ રનની ભાગીદારી થઈ છે.
ટીમ ઈન્ડિયાએ 255 રન પર ચોથી વિકેટ ગુમાવી દીધી છે. શ્રેયસ ઐયર, જે ઝડપથી રન બનાવી રહ્યો હતો, તે 64 બોલમાં 78 રન બનાવીને આઉટ થયો. તેને પણ આદિલ રશીદે પેવેલિયન મોકલ્યો હતો. આ તેની ત્રીજી સફળતા છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકો ખુશીથી ઝુમી રહ્યા છે. ભારતીય બેટ્સમેનો ઇંગ્લેન્ડના બોલરોને જોરદાર ફટકારી રહ્યા છે. શુભમન ગિલ અને શ્રેયસ ઐયર વચ્ચે 90 બોલમાં 103 રનની ભાગીદારી થઈ છે. ગિલ 101 બોલમાં 112 રન બનાવી રહ્યો છે જ્યારે શ્રેયસ ઐયર 46 બોલમાં 51 રન બનાવી રહ્યો છે. 34 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટે 225 રન છે.
ટીમ ઇન્ડિયાએ બીજી વિકેટ 122 રન પર ગુમાવી હતી. વિરાટ કોહલી ૫૫ બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટને આદિલ રાશિદે પેવેલિયન મોકલ્યો. વિરાટે પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
ટીમ ઇન્ડિયાએ બીજી વિકેટ 122 રન પર ગુમાવી હતી. વિરાટ કોહલી ૫૫ બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટને આદિલ રાશિદે પેવેલિયન મોકલ્યો. વિરાટે પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
શુભમન ગિલે 50 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂર્ણ કરી છે. આ તેની સતત બીજી અડધી સદી છે. વિરાટ કોહલીએ પણ પોતાનો અડધી સદી પૂર્ણ કરી લીધી છે.
ભારતનો સ્કોર 100 રનની નજીક પહોંચી ગયો છે. ટીમ ઈન્ડિયાએ 14 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 93 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 47 રન બનાવીને રમી રહ્યો છે. તે અડધી સદીની નજીક છે. કોહલી 38 રન બનાવીને રમી રહ્યો છે.
વિરાટ અને શુભમન વચ્ચે અડધી સદીની ભાગીદારી પૂર્ણ થઈ હતી. બંનેએ 59 રનની ભાગીદારી કરી છે. કોહલી 27 રન બનાવીને રમી રહ્યો છે અને ગિલ 30 રન બનાવીને રમી રહ્યો છે. ભારતે 12 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 65 રન બનાવી લીધા છે.
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. માર્ક વુડે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતે 1.1 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 6 રન બનાવી લીધા છે.
ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરવા આવ્યા છે. ઇંગ્લેન્ડ તરફથી પ્રથમ ઓવર સાકિબ મહમૂદ કરી રહ્યો છે.
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ
ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), ટોમ બેન્ટન, લિયામ લિવિંગસ્ટોન, ગુસ એટકિન્સન, આદિલ રાશીદ, માર્ક વુડ, સાકિબ મહમૂદ
અમદાવાદ વનડે માટે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે.