India vs England: ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ મેચની ટી20 સીરીઝની ત્રીજી મેચ આજે સાંજે સાત કલાકે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા ભારતને મોટો ઝાટકો લાગ્યો છે. આઈસીસીએ રવિવારે રમાયેલ બીજી ટી20 મેચમાં સ્લો ઓવર રેટ માટે ટીમ ઇન્ડિયા પર મેચ ફીસનો 20 ટકા દંડ ફટકાર્યો છે. 


નોંધનીય છે કે, ભારતીય ટીમને મેચ દરમિયાન નક્કી સમયમમાં એક ઓવર ઓછી ફેંકવાની દોષી ગણવામાં આવી છે. ત્યાર બાદ મેચ રેફરી જવાગલ શ્રીનાથે તેના પર દંડ ફટકાર્યો છે. 


ભારતીય કેપ્ટને સ્વીકારી ભૂલ


આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું કે, ટીમ ઇન્ડિયાના આઈસીસીની આચાર સંહિતાના 2.2ના ઉલ્લંઘનની દોષી ગણવામાં આવી છે. માટે તેના ખેલાડીઓ પર મેચ ફીસના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ક્રિકેટની ટોચની સંસ્થાએ કહ્યું કે, કોહલીએ પોતાની ભૂલ અને દંડની રકમ સ્વીકારી લીધી છે અને આ માટે તેની વિરૂદ્ધ કોઈ ઔપચારિક સુનાવણીની જરૂરત નથી. 


મેદાનના અમ્પાયર અનિલ ચૌધરી અને કેએન અનંતાપદમનાભન અને થર્ડ અમ્પાયર વીરેન્દ્ર શર્માએ ભારતીય ટીમ પર આ આરોપ લગાવ્યો હતો. મેજબાન ભારતે રવિવારે રમાયેલ બીજી ટી20 મેચમાં ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવીને પાંચ મેચની ટી20 સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. 


નોંધનીય છે કે, ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને સાત વિકેટથી હાર આપી છે. ઈંગ્લેન્ડે 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ટીમ ઈન્ડિયાએ 17.5 ઓવરમાં ચેઝ કર્યો છે. કેપ્ટન કોહલીએ 46 બોલમાં અણનમ 73 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સિવયા ડેબ્યૂ મેચ રમી રહેલા ઈશાન કિશને શાનદાર ઈનિંગ રમતા 32 બોલમાં 56 રન બનાવ્યા હતા. ભારતે 5 મેચની સીરીઝ 1-1થી બરાબર કરી છે.


નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં વધી રહેલા સંક્રમણ વચ્ચે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટી20 સિરીઝની અંતિમ ત્રણ ટી20 મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં. અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશને આ નિર્ણય લીધો છે.