IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડે 17 રનથી મેચ જીતી, સુર્યકુમારનું શાનદાર શતક, ભારતે 2-1થી શ્રેણી જીતી
ભારતે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની T-20 સિરીઝમાં 0-2ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આજે બંને ટીમો વચ્ચે T20 સિરીઝની છેલ્લી મેચ નોટિંગહામમાં રમાઈ રહી છે.
ઈંગ્લેન્ડ 17 રનથી જીત્યું. ભારતે 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવી 198 રન બનાવ્યા છે.
અંતિમ ઓવરમાં હર્ષલ પટેલ 5 રન બનાવી આઉટ થયો. હાલ 2 બોલમાં 20 રનની જરુર છે.
ભારતને એક ઓવરમાં 21 રનની જરુર છે. હાલ હર્ષલ પટેલ અને આવેશ ખાન રમી રહ્યા છે.
ભારતની જીતની આશાનું કિરણ સુર્યકુમાર યાદવ આઉટ થયો. સુર્યકુમારે શાનદાર બેટિંગ કરતાં 55 બોલમાં 117 રન બનાવ્યા છે. ભારતને જીત માટે 7 બોલમાં 25 રનની જરુર છે.
ગ્લીસનના બોલ પર રવિન્દ્ર જાડેજા LBW આઉટ થયો છે. જાડેજાએ 7 રન બનાવ્યા હતા. હાલ હર્ષલ પટેલ અને સુર્યકુમાર યાદવ રમતમાં, ભારતને જીત માટે 14 બોલમાં 43 રનની જરુર છે.
દિનેશ કાર્તિક 6 રન બનાવી આઉટ થયો છે. હાલ જાડેજા અને સુર્યકુમાર રમી રહ્યા છે. ભારતને જીત માટે 18 બોલમાં 49 રનની જરુર છે.
સુર્યકુમાર યાદવે પોતાની T20I પ્રથમ સદી ફટકારી છે. હાલ ભારતનો સ્કોર 166 રન પર 4 વિકેટ. ભારતને જીત માટે 20 બોલમાં 50 રનની જરુર
સુર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યર વચ્ચે 101 રનની પાર્ટનરશીપ પુર્ણ થઈ છે. હાલ ભારતને 36 બોલમાં 84 રનની જરુર છે.
13.1 ઓવર પર ભારતનો સ્કોર 118 રન પર 3 વિકેટ છે. હાલ સુર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યર રમતમાં છે. ભારતને જીત માટે 41 બોલમાં 98 રનની જરુર છે.
સુર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરતાં અર્ધશતક પુર્ણ કરી લીધું છે. 33 બોલમાં સુર્યકુમારે 51 રન બનાવીને હાલ રમતમાં છે. 11. 5 ઓવરના અંતે ભારતનો સ્કોર 95 રન પર 3 વિકેટ.
ભારતનો સ્કોર 70 રનને પાર પહોંચી ગયો છે. હાલ સુર્યકુમાર યાદવ 40 રન અને શ્રેયસ અય્યર 5 રન સાથે રમતમાં છે. ભારતને 65 બોલમાં 143 રનની જરુર છે.
ભારતની બેટિંગની શરુઆતની 5 ઓવરમાં 3 વિકેટ પડી ગઈ છે. ઋષભ પંત 1 રન, રોહિત શર્મા 11 રન અને વિરાટ કોહલી 11 રન બનાવી આઉટ થયો હતો. હાલ ભારતનો સ્કોર 30 રન પર 3 વિકેટ.
20મી ઓવરના અંતિમ બોલ પર ક્રિસ જોર્ડન 11 રન બનાવી રન આઉટ થયો હતો. પંત અને જાડેજાએ ક્રિસને રન આઉટ કર્યો હતો.
20મી ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 215 રન પર 7 વિકેટ. લિવિંગસ્ટોન 29 બોલમાં 42 રન બનાવી અણનમ રહ્યો.
હેરી બ્રુક 19 રન બનાવી આઉટ થયો. હર્ષલ પટેલને વિકેટ લેવામાં મળી સફળતા, ઈંગ્લેન્ડનો સ્કોર 201 રન પર 6 વિકેટ
રવિ બિશ્નોઈએ બીજા બોલ પર મોઈન અલીને આઉટ કર્યો છે.
17મી ઓવરમાં 168 રન પર ઈંગ્લેન્ડની ચોથી વિકેટ પડી ગઈ છે. તોફાની બેટિંગ કરી રહેલા મલાનને 77 રન પર રવિ બિશ્નોઈએ આઉટ કર્યો કર્યો છે.
15મી ઓવરમાં ઈંગ્લેન્ડનો સ્કોર 150 રને પહોંચ્યો છે. હાલ ડેવિડ મલાન 77 રન અને લિવિંગસ્ટોન 14 રન સાથે રમતમાં છે.
ઈંગ્લેન્ડનો સ્કોર 100 રનને પાર પહોંચી ગયો છે. હાલ લિવિંગસ્ટોન અને ડેવિડ મલાન 33 બોલમાં 62 રન બનાવી હાલ રમતમાં છે. 13 ઓવરના અંતે સ્કોર 125 રન પર 3 વિકેટ.
10મી ઓવરમાં હર્ષલ પટેલે ઈંગ્લેન્ડના બેટ્સમેન ફિલ સોલ્ટને આઉટ કર્યો છે. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 9.4 ઓવરે 85 રન અને 3 વિકેટ.
ફાસ્ટ બોલર ઉમરાન મલિકે જેસન રોયને આઉટ કર્યો છે. જેસન રોય 27 રન બનાવી આઉટ. હાલ 7.1 ઓવર પર ઈંગ્લેન્ડનો સ્કોર 61 રન પર 2 વિકેટ છે.
ઈંગ્લેન્ડ લાગ્યો પહેલો ઝટકો, જોસ બટલર 9 બોલમાં 18 રન બનાવી આઉટ થયો છે. આવેશ ખાને જોસ બટલને બોલ્ડ કર્યો છે. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 3.3 ઓવરે 31 રન પર 1 વિકેટ.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનઃ જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, ફિલીપ સેલ્ટ, લિયામ લિવિંગસ્ટોન, હેરી બ્રુક, મોઈન અલી, ડેવિડ વીલી, ક્રિસ જોર્ડન, રિચી ટોપલી, રિચર્ડ ગ્લીસન
ભારતની પ્લેઈંગ ઈલેવનઃ ઋષભ પંત, રોહિત શર્મા, વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, શ્રેયસ એય્યર, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, આવેશ ખાન, ઉમરાન મલિક, રવિ બિશ્નોઈ
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બેટિંગ પસંદ કરી છે.
ટોસ માટે રોહિત શર્મા ટોસ માટે મેદાનમાં પહોંચ્યો ત્યારે લોકોને ઓટોગ્રાફ આપ્યા હતા.
બ્રેકગ્રાઉન્ડ
England vs India 3rd T20I Live Trent Bridge: ભારતે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની T-20 સિરીઝમાં 0-2ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે ટીમ ઈન્ડિયાની નજર ક્લીન સ્વીપ પર રહેશે. આ બંને ટીમો વચ્ચે સિરીઝની છેલ્લી મેચ નોટિંગહામમાં રમાશે. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ આ મેચ જીતીને ઈંગ્લેન્ડ સામે 0-3થી જીતવાના ટાર્ગેટ સાથે રમવા ઉતરશે. આ મેચમાં ભારતીય કેમ્પ બેન્ચ સ્ટ્રેન્થને તક આપવા માંગશે. આ પહેલા ભારતે બંને ટી20 મેચમાં મોટી જીત નોંધાવી હતી.
સિરીઝની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને 50 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ સાઉથમ્પટનમાં રમાઈ હતી. જ્યારે ગઈકાલે બર્મિંગહામમાં રમાયેલી બીજી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 49 રનથી હરાવ્યું હતું. આ બંને મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભુવનેશ્વર કુમારે બીજી મેચમાં 3 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલને બે-બે વિકેટ મળી હતી.
આ સિરીઝની બે મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો મોઈન અલી ટોચ પર છે. તેણે 71 રન બનાવ્યા છે. જ્યારે હાર્દિક પંડ્યા 63 રન સાથે બીજા સ્થાને છે. રોહિત શર્માએ 55 રન બનાવ્યા છે અને તે ત્રીજા સ્થાને છે. બીજી તરફ ક્રિસ જોર્ડન સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. તેણે 6 વિકેટ લીધી છે. હાર્દિક 5 વિકેટ સાથે બીજા સ્થાને છે. ભુવનેશ્વર કુમાર 4 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -