નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી ટી20 મેચ રમાવવાની છે. પ્રથમ બે ટી20માં ભારત અને ઇંગ્લેન્ડ 1-1 મેચ જીતી ચૂક્યુ છે. હવે પાંચ ટી20 મેચોની સીરીઝમાં આજે જીત સાથે લીડ મેળવવા ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે. આ મેચ એકદમ રોમાંચક થવાની પુરેપુરી સંભાવના છે, કેમકે રોહિત શર્મા સાથે 


આજની મેચમાં વિરાટ સેનામાં એક મોટો ફેરફાર થઇ શકે છે, રિપોર્ટ પ્રમાણે રોહિત શર્માની ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ શકે છે. જો રોહિતની વાપસી થશે તો રોહિતની સાથે ઓપનિંગમાં કોણે ઉતારાશે તે સવાલ છે. રોહિતની હાજરીથી કેએલ રાહુલનુ પત્તુ કપાઇ શકે છે, કેએલ રાહુલ પ્રથમ બે ટી20 મોટો સ્કૉર કરવામાં નિષ્ફળ રહ્યો છે.


ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન.....
ભારતીય ટીમ- રોહિત શર્મા/કેએલ રાહુલ, ઇશાન કિશન, વિરાટ કોહલી (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, શાર્દૂલ ઠાકુર.


ઇંગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
ઇંગ્લેન્ડ ટીમ- જેસન રૉય, જૉસ બટલર (વિકેટકીપર), ડેવિડ મલાન, જૉની બેયર્સ્ટૉ, ઇયોન મોર્ગન (કેપ્ટન), બેન સ્ટૉક્સ, સેમ કરન, ટૉમ કરન/મોઇન અલી, માર્ક વૂડ, જોફ્રા આર્ચર, ક્રિસ જોર્ડન, આદિલ રશીદ. 


ખાલી સ્ટેડિયમમાં રમાશે મેચ....
અમદાવાદમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે, આ કારણે મેચમાં દર્શકોને આવવાની અનુમતી નથી આપવામાં આવી. ગુજરાતી ક્રિકેટ સંઘે ફેંસલો કર્યો છે કે હવે પછીની ત્રણેય ટી20 મેચ ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે, લગભગ 40 હજારથી વધુ ટિકીટો વેચાઇ ગઇ છે, પરંતુ હવે તે લોકોને તેમના ટિકીટના પૈસા પાછા આપી દેવામા આવશે. 


ટીમ ઇન્ડિયાને આઇસીસીએ ફટકાર્યો છે દંડ....
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે આજે ત્રીજી મેચ છે, અને આ મેચ પહેલા ભારતને મોટો ઝાટકો લાગ્યો છે. આઈસીસીએ રવિવારે રમાયેલ બીજી ટી20 મેચમાં સ્લો ઓવર રેટ માટે ટીમ ઇન્ડિયા પર મેચ ફીસનો 20 ટકા દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે, ભારતીય ટીમને મેચ દરમિયાન નક્કી સમયમાં એક ઓવર ઓછી ફેંકવાની દોષી ગણવામાં આવી છે. ત્યાર બાદ મેચ રેફરી જવાગલ શ્રીનાથે તેના પર દંડ ફટકાર્યો છે.