IND vs ENG 3rd T20 Score : ઈંગ્લેન્ડે ત્રીજી T20માં ભારતને 26 રને હરાવ્યું
બંને ટીમો રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં આમને સામેને છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે.
ટી-20 શ્રેણીની ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 26 રને હરાવ્યું છે. આ શ્રેણીમાં ઈંગ્લેન્ડે સારી વાપસી કરી છે. જોકે તે હજુ પણ 2-1થી પાછળ છે.
ભારતને જીતવા માટે 18 બોલમાં 50 રનની જરુર છે. મેચ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ હાલ રમતમાં છે.
ભારતની પાંચમી વિકેટ વોશિંગ્ટન સુંદરના રૂપમાં પડી હતી. તે માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા હાલ 12 રન બનાવી રમતમાં છે. ભારતે 12.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 86 રન બનાવી લીધા છે.
ભારતની ત્રીજી વિકેટ સૂર્યકુમાર યાદવના રૂપમાં પડી હતી. તે 14 રન બનાવીને આઉટ થયો હતો. માર્ક વૂડે સૂર્યાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ભારતે 5.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 48 રન બનાવી લીધા છે.
ભારતની બીજી વિકેટ અભિષેક શર્માના રૂપમાં પડી. તે 14 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક 5 ચોગ્ગા ફટકારીને પેવેલિયન પરત ફર્યો હતો. તેને બ્રાઈડન કાર્સે આઉટ કર્યો હતો.
ટીમ ઈન્ડિયાએ 3.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 31 રન બનાવી લીધા છે.
ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો લાગ્યો છે. સંજુ સેમસન 3 રન બનાવી આઉટ થયો છે. જ્યારે અભિષેક શર્મા ક્રિઝ પર હાજર છે. અભિષેક શર્મા 11 રન બનાવી રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ 22 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 16 રન બનાવ્યા છે.
ભારતની ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. સંજુ સેમસન અને અભિષેક શર્મા ક્રિઝ પર હાજર છે. ચાહકો બંને પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે. જોફ્રા આર્ચર ઇંગ્લેન્ડ માટે પ્રથમ ઓવર ફેંકી હતી.
પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે ભારતને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા છે. વરુણ ચક્રવર્તીએ ટીમ ઈન્ડિયા માટે ઘાતક બોલિંગ કરી હતી. તેણે 5 વિકેટ લીધી છે.
ઈંગ્લેન્ડે 18 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. માર્ક વુડ અને આદિલ રાશિદ 2-2 રન સાથે રમી રહ્યા છે.
ઈંગ્લેન્ડને ચોથો ઝટકો લાગ્યો છે. હેરી બ્રુક 8 રન બનાવીને આઉટ થયો હતો. રવિ બિશ્નોઈએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. લિવિંગસ્ટન 14 રન બનાવીને ટીમ તરફથી રમી રહ્યો છે.
ઈંગ્લેન્ડે 12.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 108 રન બનાવી લીધા છે.
ભારતે ઈંગ્લેન્ડને ત્રીજો ઝટકો આપ્યો હતો. અક્ષર પટેલને મોટી સફળતા મળી છે. બેન ડકેટ તેની અડધી સદી બાદ આઉટ થયો હતો. તે 28 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો.
ઈંગ્લેન્ડે 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 87 રન બનાવી લીધા છે. હેરી બ્રુક 2 રન બનાવીને રમી રહ્યો છે.
વરુણ ચક્રવર્તીએ ભારતને મોટી વિકેટ અપાવી હતી. જોસ બટલર 22 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. ગ્રાઉન્ડ અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો હતો. પરંતુ ભારતે ડીઆરએસ લીધું. જેમાં તેને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.
ઈંગ્લેન્ડે 9 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 83 રન બનાવી લીધા છે. બેન ડકેટ 49 રન બનાવીને રમી રહ્યો છે.
ઈંગ્લેન્ડનો સ્કોર 50 રનની નજીક પહોંચી ગયો છે. બેન ડકેટે વિસ્ફોટક બેટિંગ કરી છે. તે 14 બોલમાં 38 રન બનાવીને રમી રહ્યો છે. ડકેટે 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. બટલર 6 રન બનાવીને રમી રહ્યો છે.
ઈંગ્લેન્ડે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 49 રન બનાવી લીધા છે.
ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ બેન ડકેટ રન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે એક ફોર અને એક સિક્સરની મદદથી 12 રન બનાવ્યા બાદ રમી રહ્યો છે. જોસ બટલર 4 રન બનાવીને રમી રહ્યો છે.
ઈંગ્લેન્ડે 3 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 21 રન બનાવી લીધા છે.
ફિલ સોલ્ટ અને બેન ડકેટ ઈંગ્લેન્ડ માટે ઓપનિંગ કરવા આવ્યા છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઓવર મોહમ્મદ શમીને સોંપી છે. શમી લાંબા સમય બાદ ટીમમાં પરત ફર્યો છે.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન: ફિલિપ સોલ્ટ, બેન ડકેટ, જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેમી સ્મિથ (વિકેટકીપર), જેમી ઓવરટોન, બ્રાઈડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ.
ભારતની પ્લેઈંગ ઈલેવન: સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ધ્રુવ જુરેલ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી.
ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર પહેલા ફિલ્ડીંગ પસંદ કરી છે. ટીમ ઈન્ડિયાએ મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
India vs England 3rd T20: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સીરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ સીરીઝની પહેલી બે ટી20 જીતી લીધી છે. હવે ત્રીજી ટી20 મેચ 28 જાન્યુઆરી, મંગળવારના રોજ રાજોટમાં રમાઈ રહી છે. બંને ટીમો રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં આમને સામેને છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે.
પાંચ મેચની સીરીઝની પહેલી ટી20 મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 7 વિકેટથી જીતી લીધી. આ પછી શનિવારે, બંને ટીમો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટકરાઈ હતી. આ વખતે પણ ભારત જીત્યું. ભારતે બીજી ટી20 બે વિકેટે જીતી લીધી.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી20 પણ સાંજે 7 વાગ્યાથી રમાશે. મેચનો ટોસ સાંજે ૬.૩૦ વાગ્યે થશે. પાંચ મેચની ટી20 સીરીઝ પછી બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ODI સીરીઝ પણ રમાશે. ૬ ફેબ્રુઆરીથી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન ત્રણ વનડે મેચ રમાશે. ODI સીરીઝની મેચો બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.
IND vs ENG Head-to-Head
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં સૌથી ટૂંકા ફોર્મેટમાં કુલ 26 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન, ભારતીય ટીમે મોટાભાગની મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા 15 વખત આ મેચ જીતવામાં સફળ રહી છે. ૧૧ મેચો ઈંગ્લિશ ટીમના પક્ષમાં ગઈ છે.
IND vs ENG મેચ કોણ જીતશે
જો આપણે બંને ટીમો વચ્ચે તુલનાત્મક અભ્યાસ જોઈએ તો ભારતીય ટીમે વધુ મેચ જીતી છે અને ટીમ ઇન્ડિયા રાજકોટમાં પણ જીતી શકે છે. જો આપણે છેલ્લી બે મેચોના પ્રદર્શન પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયાનું મનોબળ ઊંચું છે અને ટીમ ઈન્ડિયા જીત નોંધાવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -