India Playing-11 vs England 3rd Test Match: ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ આજથી (15 ફેબ્રુઆરી) રાજકોટમાં રમાશે. આ મેચ માટે પ્લેઇંગ 11ની પસંદગી રોહિત શર્મા માટે માથાનો દુખાવો બની શકે છે.

Continues below advertisement

તેનું કારણ એ છે કે વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ ઐય્યર જેવા ખેલાડીઓ ટીમમાં હાજર નથી. કોહલી અંગત કારણોસર અને ઐય્યર ઈજાના કારણે આખી શ્રેણીમાંથી બહાર છે. જ્યારે રાહુલ ચોથી ટેસ્ટમાં વાપસી કરી શકે છે.

આ બે ભારતીય ખેલાડીઓ કરી શકે છે ડેબ્યૂ 

Continues below advertisement

આ મહાન ખેલાડીઓની ગેરહાજરીનો ફાયદો સ્ટાર ખેલાડી સરફરાઝ ખાનને મળી શકે છે. તેને પ્લેઇંગ-11માં સ્થાન મળી શકે છે. જો આમ થશે તો તેના માટે આ ડેબ્યૂ મેચ હશે. આ ઉપરાંત વિકેટકીપર કેએસ ભરત પણ ફોર્મમાં નથી.

આવી સ્થિતિમાં વિકેટકીપર તરીકે ભરતની જગ્યાએ ધ્રુવ જુરેલને તક મળી શકે છે. જુરેલની આ ડેબ્યૂ મેચ હશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમના બે ખેલાડીઓને રાજકોટ ટેસ્ટમાંથી ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. બીજી તરફ સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ઈજા બાદ વાપસી કરી રહ્યો છે.

જાડેજા અને બુમરાહ પણ રમવા પર સસ્પેન્સ

જાડેજાને આ મેચમાં રમવાની પૂરી આશા છે. આ તેનું હોમ ગ્રાઉન્ડ પણ છે. જાડેજાની વાપસી સાથે અક્ષર પટેલ અને કુલદીપ યાદવમાંથી કોઈ એકની બાદબાકી થઈ શકે છે. તેમજ જસપ્રીત બુમરાહના રમવાની શક્યતાઓ પણ ઘણી ઓછી છે. કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે બુમરાહને બ્રેક આપવામાં આવી શકે છે. પરંતુ કેટલાક અન્ય અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે બુમરાહ આ મેચમાં પ્રેક્ટિસ કર્યા વિના જ એન્ટ્રી કરશે.

માર્ક વુડની ઇંગ્લેન્ડના પ્લેઇંગ-11માં વાપસી

નોંધનીય છે કે આ ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે તેના એક દિવસ પહેલા પ્લેઈંગ-11ની જાહેરાત કરી દીધી છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમનાર ઝડપી બોલર માર્ક વૂડની વાપસી થઈ છે. વિશાખાપટ્ટનમમાં ડેબ્યૂ ટેસ્ટ રમનાર શોએબ બશીરને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.

આવી સ્થિતિમાં હવે ઈંગ્લેન્ડની ટીમમાં બે પેસર અને 3 સ્પિનરો હશે. માર્ક વુડ હવે જેમ્સ એન્ડરસનની સાથે ઝડપી બોલિંગની જવાબદારી સંભાળશે. સ્પિનર્સમાં રેહાન અહેમદ, ટોમ હાર્ટલી અને જો રૂટ સામેલ હશે.

રાજકોટ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11

જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વુડ અને જેમ્સ એન્ડરસન.

મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ-11

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ/કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, અક્ષર પટેલ/કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ/મુકેશ કુમાર અને મોહમ્મદ સિરાજ.