IND vs ENG 4th T20: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 8 રનથી હરાવ્યું, શ્રેણી 2-2થી સરભર
IND vs ENG 4th T20 Score Updates: ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ ટી20 મેચની સીરિઝની ચોથી મેચમાં ભારતે 8 રનથી જીત મેળવી હતી. આ સાથે જ સીરિઝમાં 2-2થી બરાબરી કરી લીધી છે.
IND vs ENG 4th T20 Score Updates: ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ ટી20 મેચની સીરિઝની ચોથી મેચમાં ભારતે 8 રનથી જીત મેળવી હતી. આ સાથે જ સીરિઝમાં 2-2થી બરાબરી કરી લીધી છે. ટીમ ઈન્ડિયા તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડ્યા અને રાહુલ ચહરે 2-2 વિકેટ લીધી હતી અને ભુવનેશ્વર કુમારે 1 વિકેટ ઝડપી હતી. સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરતા 57 રન બનાવ્યા હતા. આ સિવાય શ્રેયસ અય્યરે 37 રન અને રિષભ પંતે 30 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડ તરફથી જેસોન રોયે 40 રન, બેન સ્ટોક 46 રન અને જોની બેરિસ્ટોએ 25 રન બનાવ્યા હતા.જ્યારે બોલિંગમાં ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરને સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી. આદિલ રશિદ, બૂડ, સ્ટોક અને સેમ કરને એક-એક વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડની પાંચમી વિકેટ ગઈ છે. બેન સ્ટોકને 45 રન પર શાર્દુલ ઠાકરે આઉટ કરી દીધો છે. તેના બાદ મોર્ગન પણ 4 રન બનાવી આઉટ થઈ ગયો છે. શાર્દુલે બે વિકેટ ઝડપી છે. ઈંગ્લેન્ડનો સ્કોર 16 ઓવરમાં 141 રન છે.
ઈંગ્લેન્ડની ચોથી વિકેટ ગઈ છે. જોની બેરિસ્ટો 25 રન બનાવી આઉટ થયો છે. રાહુલ ચહરે ટીમ ઈન્ડિયાને ચોથી સફળતા અપાવી છે. ઈંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 139 રન છે. સ્ટોક અને મોર્ગન રમતમાં છે.
ઈંગ્લેન્ડે ત્રણ વિકેટના નુકસાન પર 13 ઓવરમાં 100 રન બનાવી લીધા છે. બેન સ્ટોક અને બેરિસ્ટો રમતમાં છે.
ઈંગ્લેન્ડની ત્રીજી વિકેટ ગઈ છે. મલાન બાદ જેસોન રોય 40 રન બનાવી આઉટ થઈ ગયો છે. ઈંગ્લેન્ડનો સ્કોર 10 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 71 રન છે.
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 8 વિકેટના નુકસાન પર 185 રન બનાવ્યા છે અને ઈંગ્લેન્ડને જીત માટે 186 રનનો લક્ષ્યાંક આપ્યો છે. સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરતા 57 રન બનાવ્યા હતા. આ સિવાય શ્રેયસ અય્યરે 37 રન, પંતે 30 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરને સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી. આદિલ રશિદ, બૂડ, સ્ટોક અને સેમ કરને એક-એક વિકેટ ઝડપી હતી.
ટીમ ઈન્ડિયાની છઠ્ઠી વિકેટ ગઈ છે. હાર્દિક પંડ્યા 11 રન બનાવી આઉટ થઈ ગયો છે. અય્યર 37 રને અને શાર્દુલ ઠાકુર રમતમાં છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 19 ઓવરમાં 174 રન છે.
ટીમ ઈન્ડિયાની પાંચમી વિકેટ ગઈ છે. ઋષભ પંત 30 રન બનાવી આઉટ થઈ ગયો છે. પંતે પોતાની ઈનિંગ દરમિયાન 4 ફોર મારી હતી. ટીમ ઈન્ડિયાનો સ્કોર 17 ઓવરમાં 5 વિકેટે 149 રન છે. હાર્દિક પંડ્યા અને અય્યર રમતમાં છે.
સૂર્યકુમાર યાદવ 57 રન બનાવી સેમ કરનની ઓવરમાં કેચ આઉટ થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 16 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 140 રન છે. શ્રેયસ અય્યર અને પંત રમતમાં છે.
સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની ડેબ્યૂ ઈનિંગમાં અડધી સદી પૂરી કરી લીધી છે. સૂર્યકુમારે 28 બોલમાં 6 ફોર અને 2 સિક્સની મદદથી 50 રન પૂરા કર્યા હતા. ટીમ ઈન્ડિયાનો સ્કોર 13 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 110 રન છે. સૂર્યકુમાર 57 રન અને પંત 18 રને રમતમાં છે.
લોકેશ રાહુલ વિરાટ કોહલી પણ પેવેલિયન પરત ફર્યો છે. કોહલી 1 રન બનાવી રશીદની ઓવરમાં સ્ટંપ્ડ આઉટ થયો હતો. 10 ઓવરમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 75 રન છે. પંત અને સૂર્યકુમાર યાદવ રમતમાં છે.
લોકેશ રાહુલ 14 રન બનાવી બેન સ્ટોકની ઓવરમાં કેચ આઉટ થયો છે.
સૂર્યકુમાર યાદવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સિક્સ મારીને પોતાની ઈનિંગની શરુઆત કરી છે. સૂર્યકુમારે ગત મેચમાં ડેબ્યૂ કર્યું હતું તેને બેટિંગ કરવાની તક મળી નહોતી.
ટીમ ઈન્ડિયાનો સ્કોર 6 ઓવરમાં 45 રન છે. લોકેશ રાહુલ 12 અને સૂર્યકુમાર 16 રને રમતમાં છે.
ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 34 રન છે. લોકેશ રાહુલ અને સૂર્યકુમાર યાદવ રમતમાં છે.
ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા 12 રન બનાવી આઉટ આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો છે.
ટીમ ઈન્ડિયાનો સ્કોર બે ઓવરમાં 18 રન. રોહિત 11 રને અને લોકેશ રાહુલ 6 રને રમતમાં છે.
ટીમ ઈન્ડિયાએ ઈનિંગની શાનદાર શરુઆત કરી છે. રોહિત શર્માએ રશીદની પ્રથમ બોલમાં જ સિક્સ ફટકારી હતી. પ્રથમ ઓવરમાં 11 રન બનાવ્યા
ભારતીય ટીમઃ- કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ , ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયશ અય્યર, હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર
ઈંગ્લેન્ડ ટીમ - જોશ બટલર(વિકેટ કીપર), જેસન રોય, ડેવિડ મલાન, જોની બેરિસ્ટો, ઈયોન મોર્ગન(કેપ્ટન), બેન સ્ટોક્સ, સેમ કરન, આદિલ રશીદ, ક્રિસ જોર્ડન, માર્ક વુડ, જોફ્રા આર્ચર
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
બ્રેકગ્રાઉન્ડ
IND vs ENG 4th T20 Live Score Updates: ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ ટી20 મેચની સીરિઝની ચોથી મેચ આજે રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડ સીરિઝમાં 2-1થી બઢત મેળવી ચૂક્યું છે. પરંતુ ટીમ ઈન્ડિયાની નજર ચોથી મેચ જીતીને સીરિઝ 2-2થી બરાબરી કરવા પર રહેશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -