અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે આજે ચોથી ટી20 સીરીઝ રમાવવાની છે. પાંચ ટી20 મેચોની સીરીઝમાં ઇંગ્લેન્ડે 2-1થી લીડ બનાવી દીધી છે, જ્યારે ભારત આજે જીત મેળવીને સીરીઝમાં 2-2ની બરાબરી કરવા પ્રયાસ કરશે. ટીમ ઇન્ડિયાની આજની પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર થશે કે નહીં તે અંગે ચર્ચા ચાલી રહી છે, પરંતુ રિપોર્ટ છે કેપ્ટન કોહલી ફરી એકવાર ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ પર વિશ્વાસ મુકી શકે છે. 


છેલ્લી ત્રણેય ટી20માં નિષ્ફળ રહેલા અને ખરાબ ફોર્મમાં ચાલી રહેલા કેએલ રાહુલને કેપ્ટન ફરી એકવાર આજે મોકો આપશે. રોહિત શર્મા સાથે આજની ટી20મા કેએલ રાહુલ ઓપનિંગ કરી શકે છે. 


છ બૉલરો સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા....
ત્રીજી ટી20માં હાર બાદ કેપ્ટન કોહલી આજની ચોથી ટી20 મેચમાં બૉલિંગ ઓપ્શનમાં મોટો ફેરફાર કરી શકે છે. રિપોર્ટ છે કે ટીમ ઇન્ડિયા છ બૉલર સાથે મેદાનમાં ઉતરશે. આજે અંતિમ અગિયારમાં રાહુલ તેવટિયા કે અક્ષર પટેલને મોકો મળી શકે છે. જોકે આ ફેંસલો કઠીન સાબિત થઇ શકે છે. જો ભારત વધુ બૉલરોને રમવાની કોશિશ કરે છે તો શ્રેયસ અય્યર કે પછી ઇશાન કિશનને બે માંથી કોઇપણ એકને પડતો મુકવો પડી શકે છે. 


ટી નટરાજન કે નવદીપ સૈનીને મળશે મોકો.....
આની સાથે ભારતીય કેપ્ટન બૉલિંગ વિભાગમાં પણ એક ફેરફાર કરી શકે છે. શાર્દૂલ ઠાકુરની જગ્યાએ આજની મેચમાં ટી નટરાજન કે નવદીપ સૈનીને મોકો આપી શકે છે. શાર્દૂલ ઠાકુર ત્રીજી ટી20માં મોંઘો સાબિત થયો હતો. 
 
રોહિતની સાથે રાહુલ જ કરશે ઓપનિંગ....
આ સીરીઝમાં બે વાર શૂન્ય રને આઉટ થનારા કેએલ રાહુલને ફરી એકવાર રોહિત શર્મા સાથે ઓપનિંગમાં મોકો મળી શકે છે. કેપ્ટન કોહલીએ ત્રીજી ટી20 બાદ જ કહી દીધુ હતુ કે તે ઓપનિંગમાં કોઇ ફેરફાર નહીં કરે. કોહલીએ રાહુલને ખરાબ ફોર્મ હોવા છતાં બેક કર્યુ હતુ અને તેને ચેમ્પિયન ગણાવ્યો હતો. સાથે સાથે બેટિંગ કૉચ વિક્રમ રાઠોરે પણ રાહુલને બેક કર્યો હતો. 


ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
ભારતીય ટીમઃ- કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), ઇશાન કિશન/શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ/રાહુલ તેવટિયા, વૉશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન/નવદીપ સૈની.