નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલી પાંચ મેચની વનડે શ્રેણીની અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાંચ વિકેટથી શાનદાર જીત મેળવી સીરિઝ જીતી લીધી છે. દક્ષિણ આફ્રિકાની ટીમે આ જીત સાથે 4-1થી સીરિઝ પોતાના નામે કરી લીધી છે.

  


લખનઉનના અટલ બિહારી બાજપેયી ઈન્ટરનેશનલ નસ્ટેડિયમમાં બુધવારે રમાયેલી આ મેચમાં મિતાલી રાજે 104 બોલમાં 79 રનની શાનદાર ઈનિંગ રમી હતી તેમ છતાં ભારતીય મહિલા ટીમ 49.3 ઓવરમાં 188ર રન જ બનાવી શકી હતી. દક્ષિણ આફ્રિકાએ 48.2 ઓવરમાં ટાર્ગેટને ચેઝ કર્યો હતો. 


દક્ષિણ આફ્રિકા તરફથી એનેક બોશ (58) અને મિગ્ન  ડુ પ્રીઝ (57)રનની ઈનિંગ રમી હતી.  આ મેચમાં આફ્રિકી ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 



દક્ષિણ આફ્રિકા તરફથી નાદિન ડી ક્લર્કે  ત્રણ વિકેટ, નોંદુમિસો શંગાસે 2, તુમિ સેખુખુએ 2 અને મરિજાને કાપે એક વિકેટ લીધી હતી. ટીમ ઇન્ડિયા વતી રાજેશ્વરી ગાયકવાડે ત્રણ વિકેટ, દયાલન હેમલતાએ એક અને સી પ્રત્યુષાએ એક વિકેટ લીધી હતી. હરમનપ્રીત કૌર (30) ઈજાને કારણે રિટાયર્ડ થઈ હતી.  હવે બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટી -20 શ્રેણી રમવામાં આવશે.