IND vs ENG 4th T20: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટી-20 મેચની શ્રેણીની ચોથી મેચ પુણેમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યે શરૂ થશે. સૂર્યકુમાર યાદવના કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ શ્રેણી જીતવા પર નજર રાખશે. જોસ બટલરની ટીમ ઇંગ્લેન્ડ મેચ જીતીને શ્રેણી બરાબર કરવા માંગશે, પરંતુ હાલમાં ચાહકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શુક્રવારે પુણેમાં હવામાન કેવું રહેશે? શું ચોથી T20 મેચમાં વરસાદ વિલન બની શકે છે? શુક્રવારે પુણેમાં હવામાન કેવું રહેશે તે આપણે જાણીશું?

શુક્રવારે પુણેમાં હવામાન કેવું રહેશે?

AccuWeather મુજબ, શુક્રવારે પુણેનું આકાશ સ્વચ્છ રહેશે. ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર એ છે કે વરસાદની કોઈ શક્યતા નથી. શહેરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

ભારતીય ટીમ શ્રેણી જીતવાના ઇરાદા સાથે ઉતરશે

આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યે શરૂ થશે. હાલમાં 5 ટી-20 મેચની સીરિઝમાં ભારત 2-1થી આગળ છે. ભારતીય ટીમે પહેલી બે મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું, પરંતુ આ પછી ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ભારતીય ટીમને હરાવી દીધી હતી.

મિડલ ઓર્ડરમાં મોટો ફેરફાર થઈ શકે છેત્રીજા નંબર પર તિલક વર્મા અને ચોથા નંબર પર સૂર્યકુમાર યાદવ જવાબદારી સંભાળી શકે છે. તિલક અત્યાર સુધી શ્રેણીમાં શાનદાર ફોર્મમાં છે, જ્યારે સૂર્યાનું બેટ ફોર્મમાં નથી. હાર્દિક પંડ્યા ઉપરાંત, રિંકુ સિંહ અને અક્ષર પટેલ નીચલા મધ્યમ ક્રમમાં જવાબદારી સંભાળી શકે છે. ધ્રુવ જુરેલને પડતો મૂકવામાં આવી શકે છે. કારણ કે આ બેટ્સમેને રમાયેલી 2 મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. તેણે છેલ્લી 2 મેચમાં 2 અને 4 રન બનાવ્યા છે.

અર્શદીપ સિંહને તક મળી શકે છેસ્પિન બોલર તરીકે વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલને તક મળી શકે છે. આ ઉપરાંત રવિ બિશ્નોઈને પડતો મૂકવામાં આવી શકે છે. ત્રીજી મેચમાં બિશ્નોઈ ઘણો મોંઘો સાબિત થયો. તેણે 4 ઓવરમાં 46 રન ખર્ચ્યા. તે જ સમયે, ત્રીજા મેચમાં આરામ આપવામાં આવેલા અર્શદીપ સિંહને બિશ્નોઈની જગ્યા તક મળી શકે છે. આ ઉપરાંત, મોહમ્મદ શમી ઝડપી બોલિંગ વિભાગની જવાબદારી સંભાળી શકે છે.

IND vs ENG: ચોથી T20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે મોટી ફેરફાર, જુરેલ ઉપરાંત આ ખેલાડી પર લટકી તલવાર