IND vs ENG 4th Test Day 3 Live: ભારતે ઈંગ્લેન્ડ પર લીધી લીડ, રોહિત-પુજારા રમતમાં
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી પૈકીની ચોથી મેચ ઓવલમાં રમાઈ રહી છે. હાલ બંને ટીમો 1-1ની બરાબરી પર છે.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 04 Sep 2021 05:33 PM
બ્રેકગ્રાઉન્ડ
IND vs ENG 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની સીરિઝનો ચોથો મુકાબલો ઓવલમાં રમાઈ રહ્યો છે. બીજા દિવસની શરૂઆતમાં ભારતીય બોલરોની આક્રમક શરૃઆત બાદ ઈંગ્લેન્ડે મીડલ અને લો...More
IND vs ENG 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની સીરિઝનો ચોથો મુકાબલો ઓવલમાં રમાઈ રહ્યો છે. બીજા દિવસની શરૂઆતમાં ભારતીય બોલરોની આક્રમક શરૃઆત બાદ ઈંગ્લેન્ડે મીડલ અને લો ઓર્ડરના લડાયક દેખાવને સહારે પ્રથમ ઈનિગમાં ૯૯ રનની સરસાઈ હાંસલ કરી લીધી હતી. ભારતના ૧૯૧ના સ્કોર સામે ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ ૨૯૦ રનમાં સમેટાઈ હતી. ઓલી પોપે સર્વાધિક ૮૧ રન ફટકાર્યા હતા. જ્યારે ૯માં ક્રમે બેટીંગમા ઉતરેલા વોક્સે ૫૦ રનની નોંધપાત્ર ઈનિંગ રમી હતી. ઉમેશ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ-જાડેજાને બે-બે વિકેટ મળી હતી. ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગને સહારે ૯૯ રનની સરસાઈ મળી હતી. જેના જવાબમાં ભારતના ૧૬ ઓવરમાં વિના વિકેટે ૪૩ રન કર્યા હતા. જે કારણે ઈંગ્લેન્ડની સરસાઈ 56 રનની રહી ગઈ હતી.
ત્રીજા દિવસનું પ્રથમ સત્ર ભારતના નામે
ત્રીજા દિવસે લંચ બ્રેક સમયે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 108 રન છે. ભારતે ઈંગ્લેન્ડ પર 9 રનની લીડ લીધી છે. રોહિત શર્મા 47 અને ચેતેશ્વર પુજારા 14 રને રમતમાં છે.