IND vs ENG 4th Test Day 4 Live: ભારત 466 રને ઓલ આઉટ, ઇંગ્લેન્ડને જીતવા માટે 368 રન જરૂરી

IND vs ENG 4th Test: ભારતીય ઓપનર રોહિત શર્માએ વિદેશની ભૂમિ પર સૌપ્રથમ ટેસ્ટ સદી ફટકારતાં ૧૨૭ રન કર્યા હતા. તેણે કારકિર્દીની આઠમી ટેસ્ટ સદી ફટકારી હતી. વિદેશની ભૂમિ પરની સૌપ્રથમ ટેસ્ટ સદી હતી

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 05 Sep 2021 08:52 PM
ઇંગ્લેન્ડને જીતવા 368 જરૂરી

ઇંગ્લેન્ડ તરફથી બર્ન્સ અને હમીદ રમી રહ્યા છે. અત્યારે ઇંગ્લેન્ડ 4 રને રમી રહ્યું છે. 

ઇંગ્લેન્ડને જીતવા 368 જરૂરી

ઇંગ્લેન્ડ તરફથી બર્ન્સ અને હમીદ રમી રહ્યા છે. અત્યારે ઇંગ્લેન્ડ 4 રને રમી રહ્યું છે. 

ઇંગ્લેન્ડને જીતવા 368 જરૂરી

ઇંગ્લેન્ડ તરફથી બર્ન્સ અને હમીદ રમી રહ્યા છે. અત્યારે ઇંગ્લેન્ડ 4 રને રમી રહ્યું છે. 

ભારત 466 રને ઓલઆઉટ

ભારત 466 રને ઓલઆઉટ ઓલઆઉટ થયું છે. હવે ઇંગ્લેન્ડને જીતવા માટે 368 રન કરવા પડશે. 

ભારતનો સ્કોર 456/9, 357 રનથી આગળ

ભારતનો સ્કોર 456/9, 357 રનથી આગળ. બુમરાહ આઉટ થયો.

ભારતનો સ્કોર 445/8, 346 રનથી આગળભારતનો સ્કોર 445/8, 346 રનથી આગળ

ભારતનો સ્કોર 445/8, 346 રનથી આગળ.

ભારતના 8 વિકેટે 414 રન

ભારતના 8 વિકેટે 414 રન. ભારત અત્યારે 315 રનથી આગળ ચાલી રહ્યો છે.

ભારત અત્યારે 2273 રનથી આગળ

ભારતના 6 વિકેટે 372 રન. ભારત અત્યારે 2273 રનથી આગળ ચાલી રહ્યો છે.  શાર્દુલ 36 રન અને પંત 37 રને રમી રહ્યો છે.

ભારત અત્યારે 240 રનથી આગળ

ભારતના 6 વિકેટે 339 રન.ભારત અત્યારે 240 રનથી આગળ ચાલી રહ્યો છે. 

ચોથો દિવસનું પ્રથમ સત્ર ઈંગ્લેન્ડના નામે

ચોથા દિવસે લંચ સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 329 રન છે. રિષભ પંત 16 અને શાર્દુલ ઠાકુર 11 રને રમતમાં છે. ભારતે પ્રથમ સત્રમાં રવિન્દ્ર  જાડેજા (17 રન), અજિંક્ય રહાણે (0 રન) અને કેપ્ટન વિરાટ કોહલી (44 રન)ની વિકેટ ગુમાવી હતી. હાલ ભારત ઈંગ્લેન્ડ કરતા 230 રન આગળ છે.





મોઈન અલીએ કર્યો કોહલીને આઉટ

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી 44 રન બનાવી મોઈન અલીનો શિકાર બન્યો હતો. હાલ ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 312 રન છે. રિષભ પંત 12 રને રમતમાં છે. ભારતની કુલ લીડ 213 રન પર પહોંચી છે. 





રહાણેની વિકેટ બાદ સતત ત્રણ મેડન ઓવર

રહાણેની વિકેટ પડ્યા બાદ ટીમ ઈન્ડિયા થોડી દબાણમાં આવી છે. ભારતે સતત ત્રણ ઓવર મેડન કાઢી છે એટલે કે એક પણ રન બનાવ્યો નથી. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોહલી 40 અને વિકેટ કિપર બેટ્સમેન રિષભ પંત 2 રને રમતમાં છે. ભારતની કુલ લીડ 199 રન છે.

રહાણે ગોલ્ડન ડક

ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેનું કંગાળ ફોર્મ ચાલુ રહ્યું છે. ચોથી ટેસ્ટની બીજી ઈનિંગમાં તે ખાતું પણ ખોલી શક્યો નહોતો. ભારતનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 296 રન છે. હવે બધો દારોમદાર કેપ્ટન કોહલી પર છે. હાલ કોહલી 40 રને રમતમાં છે. રમતના પ્રથમ  કલાકમાં જ ઈંગ્લેન્ડે બે વિકેટ ઝડપીને મેચ પર પકડ મજબૂત બનાવી છે.

વોક્સે જાડેજાને એલબીડબલ્યુ આઉટ કર્યો

ક્રિસ વોક્સે જાડેજાને 17 રનના અંગત સ્કોર પર એલબીડલબ્યુ આઉટ કરીને ઈંગ્લેન્ડને ચોથી સફળતા અપાવી હતી. ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 296 રન છે. કોહલી 40 રને રમતમાં છે.

ભારત 100 ઓવર રમ્યું

100 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 291 રન છે. કેપ્ટન કોહલી 36 અને રવિન્દ્ર જાડેજા 16 રને રમતમાં છે.

આજે આ પ્રમાણે રહેશે તમામ સત્ર

ત્રીજા દિવસના અંતે કોહલી-જાડેજા રમતમાં

ત્રીજા દિવસના અંતે ખરાબ પ્રકાશના કારણે રમત નિર્ધારીત સમય કરતાં વહેલી પૂરી જાહેર કરાઈ ત્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 22 અને રવિન્દ્ર જાડેજા 9 રને રમતમાં હતા. ત્રીજા દિવસના અંતે ભારત ઈંગ્લેન્ડથી 171 રન આગળ હતું.

બ્રેકગ્રાઉન્ડ

IND vs ENG 4th Test: રોહિત શર્માની શાનદાર શતકીય ઈનિંગ તેમજ તેની અને પૂજારા વચ્ચેની મેરેથોન ભાગીદારીને સહારે ભારતે ઈંગ્લેન્ડ સામેની ચોથી ઓવલ ટેસ્ટમાં ત્રીજા દિવસના અંતે મજબુત સ્થિતિ હાંસલ કરી લીધી હતી. ભારતના પ્રથમ ઈનિંગના ૧૯૧ સામે ઈંગ્લેન્ડે ૯૯ રનની સરસાઈ મેળવતા ૨૯૦ રન કર્યા હતા. જે પછી ભારતે બીજી ઈનિંગમાં ભારે આત્મવિશ્વાસ સાથે બેટીંગ કરતાં ત્રીજા દિવસે ૯૨ ઓવરમાં ૩ વિકેટે ૨૭૦ રન કરી લીધા હતા. આ સાથે ભારતે ઈંગ્લેન્ડ પર કુલ ૧૭૧ રનની સરસાઈ પણ હાંસલ કરી લીધી હતી. ભારતીય ઓપનર રોહિત શર્માએ વિદેશની ભૂમિ પર સૌપ્રથમ ટેસ્ટ સદી ફટકારતાં ૧૨૭ રન કર્યા હતા. તેણે કારકિર્દીની આઠમી ટેસ્ટ સદી ફટકારી હતી. જ્યારે આ તેની વિદેશની ભૂમિ પરની સૌપ્રથમ ટેસ્ટ સદી હતી. તેણે આશરે છ મહિના બાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ અગાઉ તેણે ફેબ્રુઆરી,૨૦૨૧માં ઈંગ્લેન્ડ સામેની ચેન્નાઈ  ટેસ્ટમાં ૧૬૧ રન નોંધાવ્યા હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.