પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીત માટે 225 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. વિરાટ કોહલીએ આક્રમક બેટિંગ અણનમ 80 રન બનાવ્યા હતા. કોહલીએ 52 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 80 રન બનાવ્યા. હાર્દિક પંડ્યા 17 બોલમાં 39 રન બનાવ્યા. જ્યારે રોહિત શર્માએ 64 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક અને રાશિદે એક-એક વિકેટ લીધી હતી.