IND vs ENG 5th T20 Live Streaming:  ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ પાંચમી T20 આજે છે, જેને જીતીને શ્રેયસ અય્યર એન્ડ ટીમ ક્લીન સ્વીપથી બચવા માંગશે. યજમાન ઇંગ્લેન્ડે સિરીઝમાં 3-0 ની અજેય સરસાઈ મેળવી રાખી છે. ભારત માટે આ સિરીઝમાં અત્યાર સુધી કંઈ પણ સારું રહ્યું નથી. જો આજે હાર મળશે તો T20 રેન્કિંગમાં પણ નુકસાન થઈ શકે છે. અગાઉના મુકાબલા રાત્રે 10 વાગ્યાથી શરૂ થઈ રહ્યા હતા, પરંતુ આજે મેચની ટાઇમિંગ અલગ છે. જાણો મેચોનું લાઈવ પ્રસારણ અને સ્ટ્રીમિંગ ડિટેલ.

Continues below advertisement

 

IND vs ENG 5th T20 ક્યાં રમાશે?

Continues below advertisement

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5મી T20 રોઝ બાઉલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, તેને એજીસ બાઉલ ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હેમ્પશાયરના વેસ્ટ એન્ડમાં આવેલું છે.

આ પણ વાંચો...ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ

IND vs ENG 5th T20 કેટલા વાગ્યે શરૂ થશે?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી, ત્રીજી અને ચોથી T20 રાત્રે 10 વાગ્યે શરૂ થઈ હતી, પરંતુ આજની ટાઇમિંગ અલગ છે. આજે પાંચમી T20 ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે, 6:30 વાગ્યે ટોસ થશે.

IND vs ENG 5th T20 નું લાઈવ પ્રસારણ ક્યાં થશે?

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ પાંચમી T20 નું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પર થશે.

IND vs ENG 5th T20 ની લાઈવ સ્ટ્રીમિંગ ડિટેલ

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ પાંચમી T20 નું લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ (Sony LIV) એપ અને જિયોહોટસ્ટાર (JioHotstar) એપ પર થશે.

ભારતીય સ્ક્વોડ

શ્રેયસ અય્યર (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, અક્ષર પટેલ, પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, તિલક વર્મા, રવિ બિશ્નોઈ, સૂર્યાંશ શેડગે, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ.

ઇંગ્લેન્ડની સ્ક્વોડ

લિયામ ડોસન, આદિલ રશીદ, જોસ બટલર (વિકેટકીપર), જોફ્રા આર્ચર, લ્યુક વુડ, સાકિબ મહમૂદ, સેમ કરન, ફિલ સોલ્ટ (વિકેટકીપર), જોશ ટંગ, હેરી બ્રુક (કેપ્ટન), ટોમ બેન્ટન, વિલ જેક્સ, જોર્ડન કોક્સ (વિકેટકીપર), જેમ્સ કોલ્સ, જેકબ બેથેલ, રેહાન અહેમદ, સોની બેકર.