IND vs ENG: ધર્મશાલા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ મેળવી 255 રનની લીડ, રોહિત-ગિલની સદી

IND vs ENG 5th Test Live:ઇગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટનો પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો હતો

gujarati.abplive.com Last Updated: 08 Mar 2024 05:23 PM

બ્રેકગ્રાઉન્ડ

IND vs ENG 5th Test Live: ઇગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટનો પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો હતો. ભારતે પ્રથમ દાવમાં એક વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 218...More

ધર્મશાલા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ મેળવી 255 રનની લીડ

India vs England 5th Test, Dharamsala:  ધર્મશાલામાં રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ પર પણ ટીમ ઈન્ડિયાએ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં બનાવેલા 218 રનના જવાબમાં ટીમ ઈન્ડિયાએ બીજા દિવસની રમતના અંતે 8 વિકેટ ગુમાવીને 473 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયાની લીડ વધીને 255 રન થઈ ગઈ છે. સ્ટમ્પના સમયે જસપ્રીત બુમરાહ 55 બોલમાં બે ચોગ્ગાની મદદથી 19 રન બનાવીને અણનમ અને કુલદીપ યાદવ 55 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 27 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગીલે સદી ફટકારી હતી. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી ઓફ સ્પિનર ​​શોએબ બશીરે ચાર વિકેટ ઝડપી હતી.